________________
૨૨]
जैन साहित्य संशोधक
[ વકર્
કેટલાક તેા શરીર ધારણ કરવા છતાં તેના સ્વરૂપ વિષે અજ્ઞાન હેાય છે તેવાનું અજ્ઞાન પણ શરીર શાસ્ત્ર દૂર કરે છે. તેમ આ પ્રમાણુશાસ્ત્રની સાર્થકતા વિષે સમજવું. પ્રત્યક્ષ અને પરાક્ષના લક્ષણા
अपरोक्षतयाऽर्थस्य ग्राहकं ज्ञानमीदृशम् ।
प्रत्यक्षमितरज्ज्ञेयं परोक्षं ग्रहणेक्षया ॥ ४ ॥
વસ્તુને અપરાક્ષપણે—સ્પષ્ટતાથી જાણનાર એવું જ્ઞાન તે પ્રત્યક્ષ અને તેથી વિપરીત મીજી—વિષયને પરોક્ષપણે જાણનારૂં જ્ઞાન તે પરોક્ષ, પ્રમાણ જાણવું અપરોક્ષ અને પરાક્ષપણે જાણવાનુ કથન એ માહ્ય વસ્તુના ગ્રહણની દૃષ્ટિએ સમજવું.
પ્ર. બાહ્યવસ્તુના ગ્રહણની દૃષ્ટિ એટલે શું?
ઉ. પહેલાં કહેવામાં આવ્યું છે કે દરેક જ્ઞાન સ્વરૂપને પ્રકાશવામાં તેા પ્રત્યક્ષ જ છે તેથી પ્રત્યક્ષ અને પરાક્ષપણાને ભેદ સ્વરૂપથી ભિન્ન વિષયની અપેક્ષાએ જાણવા. એટલે કે જે જ્ઞાન સ્વભિન્ન વસ્તુને અસ્પષ્ટપણે જાણે તે પરાક્ષ; અને સ્પષ્ટપણે જાણે તે પ્રત્યક્ષ એ જ બાહ્ય વસ્તુના ગ્રહણની દૃષ્ટિએ પરોક્ષ અને અપરોક્ષપણાના ભેદને ભાવ છે.
અનુમાનનું લક્ષણ—
साध्याविनानो लिङ्गात् साध्यनिश्चायकं स्मृतम् । अनुमानं तदभ्रान्तं प्रमाणत्वात् समक्षवत् ॥ ५ ॥
સાધ્યના અવિનાભાવી—ભ્યાસ-હેતુથી ઉત્પન્ન થતું જે સાધ્યને નિશ્ચય કરનારૂં જ્ઞાન તે અનુમાન મનાય છે. પ્રમાણુ હાવાને લીધે તે અનુમાન જ્ઞાન પ્રત્યક્ષની જેમ અભ્રાંત હાય છે.
પ્ર. પ્રત્યક્ષનું દૃષ્ટાન્ત આપી અનુમાનને અભ્રાન્ત સિદ્ધ કરવાનું શું પ્રયેાજન ?
ઉ. બૌદ્દો સામે પેાતાના મતભેદ બતાવવા ખાતર. બૌદ્ધોને મતે સામાન્ય (તિ) એ વાસ્તવિક નથી અને અનુમાનમાં તે સામાન્ય ભાસે છે. તેથી તેએ અનુમાનને ભ્રાન્ત મિથ્યા માને છે. જૈનમત પ્રમાણે ગ્રન્થકારનું કહેવું છે કે સામાન્ય એ પણ વિશેષની પેઠે વસ્તુ છે તેથી અનુમાન પણ અભ્રાન્ત હાઈ શકે. જેમકે પ્રત્યક્ષ.
સર્વે જ્ઞાને ભ્રાન્ત જ હોવાથી પ્રત્યક્ષ પણ ભ્રાંત કાં ન હોય એ શકાનું નિરાકરણ
न प्रत्यक्षमपि भ्रान्तं प्रमाणत्वविनिश्चयात् ।
भ्रान्तं प्रमाणमित्येतद्विरुद्धं वचनं यतः ॥ ६ ॥
પ્રમાણપણાના નિશ્ચય હાવાથી પ્રત્યક્ષ પણ ભ્રાન્ત નથી. કારણ કે ભ્રાન્ત અને પ્રમાણ એવું કથન જ [પરસ્પર ] વિરુદ્ધ છે.
પ્ર. સર્વે જ્ઞાન ભ્રાન્ત છે એમ કાણુ માને છે જેથી પ્રત્યક્ષના ભ્રાન્તપણા વિષે શંકા ઉડે ?
. . વિજ્ઞાનવાદી બૌદ્ધ કહે છે કે-જગત્ માત્ર વિજ્ઞાનરૂપ છે. તેમાં જ્ઞાતા જ્ઞેય જેવા કશા ભેદ નથી. જે ભેદ દેખાય છે તે માત્ર વાસના-સંસ્કારને લીધે. ખરી રીતે બધાં જ્ઞાના અર્થ શૂન્ય હાઈ ભ્રાન્ત છે. આ મત સામે ગ્રન્થકર કહે છે કે બધું જગત્ માત્ર વિજ્ઞાનરૂપ નથી. તેમાં અન્ય વસ્તુ પણ છે. તેથી પ્રત્યક્ષજ્ઞાન યથાર્થ સંભવે છે અને તેથી જ તે અભ્રાન્ત પણ હાય છે,
Aho! Shrutgyanam