________________
ઍવા ? ]
न्यायावतार सूत्र
[ ૨૨૨
પ્ર. પ્રમાણુના બે ભેદ પાડવાના કારણ તરીકે તત્વને બે પ્રકારને નિર્ણય કહ્યો છે તેને વિશેષ સ્પષ્ટ કરો.
ઉ. દરેક જ્ઞાન, પછી તે પ્રત્યક્ષ હોય કે પરોક્ષ પોતાના સ્વરૂપને પ્રકાશિત કરવામાં એટલે સ્વસંવેદનમાં તો પ્રત્યક્ષ જ છે. પરોક્ષ એ જે ભેદ છે તે બાહ્ય અર્થની અપેક્ષાએ અર્થાત્ જે જ્ઞાન અન્યવિષયને સાક્ષાતપણે જાણે તે પ્રત્યક્ષ અને જે અસાક્ષાતપણે-અસ્પષ્ટપણે જાણે તે પરોક્ષ. નિર્ણયો ગમે તેટલા અને ગમે તેવા હોય; કાં તે તે વિશદ હશે અને કાંતે અવિશદ. આ રીતે વિશદ-અવિશદ પણાના ભેદને લીધે પ્રમાણના મુખ્યતયા બે જ ભેદ પડે છે. પ્રમાણુના લક્ષણ-કથનનું પ્રયોજન શું એવી શંકા
प्रसिद्धानि प्रमाणानि व्यवहारश्च तत्कृतः ।
प्रमाणलक्षणस्योक्ती ज्ञायते न प्रयोजनम् ॥२॥ પ્રમાણે અને તેમનાથી નિષ્પન્ન થતે વ્યવહાર એ બન્ને પ્રસિદ્ધ છે–દરેક પ્રાણીને સ્વાનુભવસિદ્ધ છે. તે પછી પ્રમાણનું લક્ષણ કહેવામાં શું પ્રયોજન છે તે સમજાતું નથી. ઉક્ત શંકાનું નિરાકરણ–
प्रसिद्धानां प्रमाणानां लक्षणोक्ती प्रयोजनम् ।
तव्यामोहनिवृत्तिः स्यात् व्यामूढमनसामिह ॥३॥ અહિં પ્રમાણના સવરૂપ વિષે જેઓ અજ્ઞ છે તેઓનું એ અજ્ઞાન દૂર થાય એ જ પ્રસિદ્ધ એવા પ્રમાણેના લક્ષણ-કથનનું પ્રયોજન છે. - પ્ર. લક્ષણ એટલે શું અને તેનું પ્રયોજન શું?
ઉ. કોઈપણ વસ્તુની પૂર્ણ વ્યાખ્યા આપવી તે તેનું લક્ષણ. તેના પ્રોજન બે છે. એક તો એ કે તે વસ્તુને બીજી વસ્તુઓથી તદ્દન જુદી પાડી ઓળખાવી આપવી; અને બીજું એ કે એવી ઓળખાણ કરાવી તે વસ્તુ વડે તેના વ્યવહારને સધાવ.
પ્ર. શું પ્રમાણે પ્રસિદ્ધ નથી અર્થાત્ કોઈ તેને ઓળખતું નથી ? તેમ જ શું તેનાથી વ્યવહાર સધાતા નથી ?
ઉ. પ્રમાણથી વ્યવહાર સાધવો એટલે જીવનયાત્રાને સમંજસપણે નિર્વાહ કરવો. આ નિર્વાહ દરેક પ્રાણીના જીવનમાં એ છોવત્તો જણાય છે. અને તેથી તેવા વ્યવહારસાધક પ્રમાણેને અનુભવ પણ દરેક પ્રાણીમાં સંભવે છે.
પ્ર. તે પછી અહિં પ્રમાણેનું લક્ષણ બાંધવાનું કાંઈ પ્રયોજન જણાતું નથી.
ઉ. પ્રોજન છે જ. અને તે એ કે કેટલાકને જીવનયાત્રાના અનુભવો દ્વારા તેના સાધક પ્રમાણેનું સામાન્ય ભાન હોય છે પણ વિશેષ નથી હોતું-તેવાઓને એ ભાન વિશેષપણે કરાવી આપવું અર્થાત તેઓને પ્રમાણ વિષે સૂમ, વિસ્તૃત અને સત્ય અનુભવ કરાવી આપો; અને જેઓ પ્રમાણસાધિત વ્યવહાર ચલાવવા છતાં વ્યાહને લીધે પ્રમાણના સ્વરૂપ વિષે કાં તે સંદેહશીલ છે, કાં તો જાન્ત છે, અને કાં તે તદ્દન અજાણ છે; તેઓના એ મેહને દૂર કરી પ્રમાણનું વાસ્તવિક ભાન કરાવવું. જેમ કેટલાક શરીર ઘારીને પિતાના શરીરનું ભાન હોય છે અને તે વડે તે જીવનયાત્રા પણ ચલાવે છે છતાં શરીરના શાસ્ત્રીય લક્ષણજ્ઞાનથી તેનું ભાન વધારે સુક્ષ્મ, વધારે સત્ય, અને વધારે વિસ્તૃત બને છે-અને તેમ થવાથી તેઓ જીવનયાત્રા ચલાવવામાં શરીરને વધારે સારી રીતે ઉપયોગ કરી શકે છે. અને
Aho! Shrutgyanam