________________
૨૨૨ ]
जैन साहित्य संशोधक
[ās 3,
સમયવિષે એતિહાસિકમાં મતભેદ છે. પ્રાચીન જૈન પરંપરા તેઓને વિક્રમની પહેલી સદીમાં થયાનું સૂચવે છે. આધુનિક સંશોધકો વિચારકે તેઓને લગભગ પાંચમા સેકામાં મૂકે છે. વળી કૈં. યાકેબી ની કલ્પના એવી છે કે તેઓ બૌદ્ધ તાર્કિક ધર્મકીર્તિ પછી થએલા હોવા જોઈએ. તે પ્રમાણે દિવાકરને સમય સાતમા સૈકા બાદ આવે છે. એ કલ્પનાને સમર્થનમાં . યાકોબી ન્યાયાવતારને ધર્મકીર્તિકૃત ન્યાયબિંદુના અનુકરણ તરીકે જણાવે છે. વધારામાં તેઓ વળી પોતાની સમરાઈકહાની પ્રસ્તાવનામાં કહે છે કે
જે કે સિદ્ધસેને ન્યાયાવતારની રચના ન્યાયબિન્દુનું સર્વોત્કૃષ્ટ સ્થાન લેવા કરી હતી પણ ખરી રીતે ન્યાયાવતાર એ ન્યાય બિન્દુથી ઉતરતા દરજનો જ ગ્રંથ છે.” પ્રા. યાકેબીએ એ કથનના સમર્થનમાં કાંઈ દલીલો નથી આપી એટલે જ્યાં સુધી તેઓની દલીલો જાણવામાં ન આવે ત્યાં સુધી માત્ર સ્વતંત્રપણે સામાન્યરીતે એ બાબતમાં કાંઈ કહેવાનું પ્રાપ્ત થાય છે.
ન્યાયાવતાર એ દિનાગના ન્યાયપ્રવેશ અને ધર્મકીર્તિના ન્યાયબિંદુ સાથે જુદી જુદી રીતે સમાનતા ધરાવે છે. આ ત્રણે ગ્રંથની અત્યારસુધીની મારી વારંવારની સરખામણી ઉપરથી હું હજી કશાજ નિર્ણય ઉપર આવી શકતું નથી કે ન્યાયાવતાર અને ન્યાયપ્રવેશ એ બેમાં તેમ જ ન્યાયાવતાર અને ન્યાયબિદ એ બેમાં કયો ગ્રંથ પહેલાનો અને કયો પછી છે. ઉલટું ઘણીવાર સરખામણી કરતાં એવી કલ્પના કરવાને કારણ મળે છે કે ન્યાયાવતાર એ જ બીજા બે ગ્રંથે પહેલાં રચાયો હશે. પરંતુ એ તે કલ્પના છે. એના સાધક અને બાધક પ્રમાણે ઉપર ઘણું જ વિચારવાનું અને નવીન શોધ કરવાનું બાકી છે. તેથી અત્યારે એ ગ્રંથના પૌર્વાપર્યવિષે કાંઈ ચોકકસ કહેવું અસ્થાને છે. પરંતુ ન્યાયબિંદુ અને ન્યાયાવતારના ચડતા ઉતરતાપણા વિષેને . યાકેબીને અભિપ્રાય મને માન્ય નથી. અને અત્યાર સુધીના કાળજીપૂર્વકના અવલોકનથી મારો અભિપ્રાય તો એથી ઉલટી જ દિશામાં જાય છે. મને લાગે છે કે ન્યાયાવતાર એ પોતાના નાના કદને લીધે કે પદ્યમયરચનાને લીધે ન્યાયબિંદુથી ઉતરતી કક્ષાને માનવામાં આવે તે જુદી વાત છે; પણ ભાષાપ્રસાદ, વિચારસ્પષ્ટતા, અને લક્ષણેની નિશ્ચિતતા જોતાં એનું સ્થાન ન્યાયબિંદુથી જે ચડે નહિ તે ઉતરી શકે તેમ પણ નથી જ. અને વળી પદ્યરચનામાં ન્યાયના પદાર્થોનું અતિસંક્ષેપમાં આટલા સ્પષ્ટીકરણપૂર્વક જ્યારે વર્ણન જોઇએ છીએ ત્યારે તે ન્યાયાવતારને ઉલટું ઉચ્ચ સ્થાન આપવાનું મન થઈ જાય છે. ગમે તેમ છે પણ એટલું તે ચોક્કસ છે કે ન્યાયાવતાર એ જૈનતર્કગ્રન્થને પ્રથમ પામે છે. એણે જૈનતર્કપરિભાષાનું જે પ્રસ્થાન શરૂ કર્યું તે અત્યાર સુધી અખંતિ છે. તેથી જ એના પ્રણેતા સિદ્ધસેન દિવાકરને જૈનતર્કશાસ્ત્રના પ્રસ્થાપક કહેવાનું અને માનવાનું પ્રાપ્ત થાય છે.
ન્યાયાવતારની એ વિશિષ્ટતા અભ્યાસીઓના ધ્યાનમાં વધારે આવે તે હેતુથી અને ઐતિહાસિક ગષણમાં કંઈક માર્ગ સૂચન થાય એવા હેતુથી ન્યાયાવતારનો પરિચય કરાવતાં આ સ્થળે તેની મુખ્યપણે ન્યાયપ્રવેશ અને ન્યાયબિંદુ સાથે સરખામણી કરવી યોગ્ય ધારી છે.
પ હ્ય સ્વરૂપ–ગ્રંથના બાહ્ય સ્વરૂપમાં મુખ્યતયા ભાષા, રચનાશૈલી અને નામકરણ
એ ત્રણ વસ્તુ આવે છે. કુશળ ગ્રન્થકાર પોતાના સમયમાં આકર્ષક બનેલી-સમકક્ષ વિદ્વાનોએ તૈયાર કરેલી-વિચાર અને રચનાની સૃષ્ટિમાંથી ઉક્ત ત્રણ બાબતે પોતાની કૃતિ માટે પસંદ કરે છે. અને વિશેષ પ્રતિભા હોય તે પોતાના તરફથી કાંઈક નવીનતા આણું એવી સૃષ્ટિમાં કાંઈક આકર્ષક અને અનુકરણીય તત્વ ઉમેરે છે. આ નિયમનું ન્યાયાવતારમાં અવલોકન કરીએ. ,
(૧) વૈદિક બ્રાહ્મણ વિદ્વાને પ્રથમથી જ સંસ્કૃત ભાષાની ઉપાસના કરતા આવ્યા છે એ વાત જાણીતી છે. બૌદ્ધ વિદ્વાનોમાં નાગાર્જુન (ઈ. સ. પૂર્વે ૧ સદી)થી સંસ્કૃતમાં દર્શનિક ગ્રંથ લખવાની પ્રવૃત્તિ રૂઢ થયા વિષે બે મત છે જ નહીં. જૈન વિદ્વાનોમાં સંસ્કૃતમાં પ્રથમ લખનાર વાચક ઉમાસ્વાતિ
Aho! Shrutgyanam