________________
श्री जिनभद्रमणि क्षमाश्रमणनो समय
[ ૮૬
कवीनामगलदो नूनं वासवदत्तया ।
शक्त्येव पाण्डुपुत्राणां गतया कर्णगोचरम् ॥ હવે બાણભદે હર્ષચરિતમાં જુદી જુદી ઘટનાઓનું જે આબેહુબ વર્ણન કર્યું છે તે પરથી તેમ જ કેટલાક અન્ય પ્રમાણોથી વિદ્વાને એ નિર્ણય પર આવ્યા છે કે બાણભટ્ટ કને જના પ્રસિદ્ધ મહારાજા શ્રી હર્ષદેવને સમકાલીન અને આશ્રિત હતે. શ્રી હર્ષદેવને રાજ્યકાલ ઈ. સ. ૬૩૨ થી ઈ. સ. ૬૪૫ નો નિણત થયેલ છે તેથી બાણભટ્ટને સત્તા સમય પણ તે જ નક્કી થાય છે. વાસવદત્તાએ બાણભટ્ટના સમયમાં અત્યંત પ્રસિદ્ધિ મેળવેલી એમ ઉક્ત પ્રશંસાથી માલમ પડે છે. તેથી એ માનવું ગણાશે કે વાસવદત્તા બાણભટ્ટના હર્ષચરિતની પૂર્વે થોડાંઘણાં વર્ષો પહેલાં રચાઈ હશે. આપણે તેથી વાસવદત્તાના સમયની નીચલી સીમા ઈ. સ. ૬૪૦ આસપાસની આંકી શકીએ. ઉક્ત સમય વાસવદત્તામાં આવતા કેટલાક ઉલ્લેખ પરથી તેને યોગ્ય સમય છે એમ લાગે છે. વાસવદત્તામાં આ પ્રમાણે ઉપયોગી ઉલેખે આવે છે. વાસવદત્તાકાર સુબંધુ આખ્યાયિકાની નાયિકા વાસવદત્તાના વર્ણનમાં આ ઉપમા યોજે છે –
'बौद्धसंगतिमिवालंकारभूषिताम्' એ ઉપર વાસવદત્તાને ટીકાકાર શિવરામ ટકામાં વિવેચન કરતાં લખે છે કે –
"बौद्धसंगतिमिवालंकारो धर्मकीर्तिकृतो ग्रन्थविशेषस्तेनभूषिताम्" બૌદ્ધ ધર્મકતીકૃત કેઈ ગ્રંથને અત્રે ઉલ્લેખ છે એમ ટીકાકારનું માનવું છે.
બૌદ્ધ ધર્મકીર્તિનો પરિચય ચીનાઈ યાત્રી હુએનસંગ પોતાના પ્રવાસવૃત્તમાં આપે છે. ઉક્ત યાત્રી ભારતમાં આવી ઈ. સ. ૬૩પ માં નાળંદાના વિદ્યાપીઠમાં પહોંચ્યા અને ત્યાં રહી વિદ્યાભ્યાસ કર્યો. તે પિતાના પ્રવાસવૃત્તમાં આચાર્ય ધર્મ પાળ અને ન્યાયવાદી ધમકીર્તિને પરિચય ગુરુશિષ્ય તરીકે આપે છે. ચીનાઈ યાત્રી હુએનસંગે ધર્મ પાળના બીજા શિષ્ય શીલભદ્ર પાસે અભ્યાસ કર્યો. એથી ન્યાયવાદી ધમકીર્તિને સમય પણ ઈ. સ. ૬૩પ લગભગને ઠરે છે. પરંતુ એમ પણ અનુમાન થઈ શકે છે કે ધર્મકીતિને આ ઉત્તરાવસ્થાનો સમય હતું, અને કેટલાંક વર્ષો પહેલાં તેણે રચેલા કેઈ ગ્રંથની રચના પર મોહિત થઈ વાસવદત્તાકાર તેને ઉપમાન તરીકે ચોજે છે. પરંતુ એ બૌદ્ધ ગ્રંથ એ પ્રમાણે પ્રસિદ્ધિ મેળવે અને સુબધુ મીમાંસકને કણે તેની
+ 3. પિટર્સન વિગેરે તેને રાજ્યકાળ ઈ. સ. ક૬ થી ૬૪૮ ને મૂકે છે.
૧ ધમકીર્તિએ સન્તાનાન્તર સિદ્ધિ ગ્રંથ રચ્યો છે જે સન્તાન-સંતતિ નામે કદાચ ઓળખાતે હોય અને સંતિ એ સંતતિને સ્થાને ભૂલ હોય.
૨ સુબંધુ વાસવદત્તામાં એક સ્થળે “રિમિનિમતાનુસાર રુવ તથાગતમતવંતિમ એમ લખી મીમાંસકેને બૌદ્ધ મતનો ધ્વંસ કરતા આલેખ્યા છે તેથી સુબંધુ મીમાંસક હતો એમ સહજ અનુમાન થાય છે.
Aho! Shrutgyanam