________________
"
अंक १]
महामात्य वस्तुपाल तेजपालना वे रास
महामात्य वस्तुपाल तेजपालना बे रास
ગુજરાતના આ બે વિષ્ણુબંધુઓએ પેાતાના સદ્ગુણે અને સુકૃત્યેથી જે કીર્તિ મેળવી ગયા તેવી કીર્તિ મેળવનારા પુરુષો ભારતના ઐતિહાસિક મધ્યકાલમાં ઘણા ઘેાડા થયા છે.
[ o ૦૬
એ બંને ભાઇઓ—જન્મથી હતા તે પુનર્વિવાહિત માતાના પુત્ર પણ ગૌરવ અને સમ્માનની દૃષ્ટિએ આદર્શ કુલપુંગવાથી પણ પૂજાય તેવા થયા, જતિથી હતા તેા વૈશ્ય પણ શૌર્ય અને ઔદાર્યના ગુણે કરી મહાન્ ક્ષત્રિયેાથી પણ ચઢી જાય તેવા થયા, પદથી હતા તે। મહામાત્ય પણ સત્તા અને સામર્થ્યના યોગે કરી મેાટા સમ્રાટાથી પણ વધી જાય તેવા થયા, ધર્મથી હતા તા જૈન પણ સહિષ્ણુતા અને સમદર્શિતાના સદ્ભાવે લેાકમાન્ય મહાત્માથી પણ સ્તવાય તેવા થયા, વ્યવસાયથી હતા તે રાજસેવક પણ કળા અને ધર્મના અલૌકિક પ્રેમ પ્રભાવે યાગીપુરુષાથી પણ વંદાય તેવા થયા, અને વેષથી હતા તેા વૈભવશાલી ગૃહસ્થ પણ ત્યાગ અને વિરાગની વાસનાએ મુનિજનેાથી પણ અભિવાદાય તેવા થયા. હિંદુ સંસ્કૃતિના અસામાન્ય સંરક્ષક થઇને પણ મુસલમાનોના ધર્માચરણ માટે અનેકાનેક મસ્જીદે બંધાવી આપનારા, જૈનધર્મના પરમ ઉપાસક થઇને પણ સંકડે શિવાલયેા અને સંન્યાસી-મઠા ચણાવી આપનારા, અહિંસા પરમો ધર્મના દૃઢ શ્રદ્દાળુ થઇને પણ દેશદ્રોહી અને ધર્મદ્વેષીઓને સમૂળ ઉચ્છેદ કરાવી નાખનારા, રાજલક્ષ્મીના સ્વયંવર જેવા સ્વામી બનીને પણ દાસીની જેમ તેને તુચ્છકારી કાઢનારા, રાજા–મહારાજાઓના નમસ્કાર ઝીન્નનારા થઇને પણ ગુણવાન દદ્રોની ચરણુપૂજા કરનારા, કુટિલ રાજનીતિના સૂત્રધાર થઇને પણ કવિતા અને કળાની સરિતામાં નિરંતર ક્રીડા કરનારા, અને વિદેશીએ અને વિધર્મીઓની લક્ષ્મીને લૂંટનારા બનીને પણ દાનાર્થિઓ માટે ધનની નિંદ વ્હેવડાવનારા એ ગૂર્જર મહામાત્યાની જોડીના પુરુષા, આખા ભારતના મધ્યકાલીન ઇતિહાસમાં, શેાધ્યા જડે એમ નથી. મધ્યયુગીન ઉપલબ્ધ સંસ્કૃત સાહિત્યમાં જૂદા જૂદા કવિઓનાં કરેલાં જેટલાં કીર્તિ-કાવ્યેા એ બંધુએ માટેનાં મળી આવે છે તેટલાં ખીજા કાઈ નરમાટે કરેલાં મળતાં નથી. ગૂર્જરેશ્વર પુરેાહિત સોમેશ્વરે નીતિજ્ઞોનુરી જાય રચીને એમની કીર્તિનું કવન કર્યું તથા અર્બુદાચલપ્રશસ્તિ બનાવીને એમની અમર પ્રશંસા કરી. પંડિત અરિસિંહે મુદ્દત સંજ્ઞોર્તન કાવ્ય બનાવી એમનાં સુકૃતાનું સંકીર્તન કર્યું. ઉદયપ્રભ સૂરિએ ધૌમ્યુલ કાવ્યમાં એમના ધર્મપ્રેમનું વર્ણન કર્યું તેમ જ સુકૃતીતિ કોહિનો કવિતાવડે એમનાં સુકૃતાની કીર્તિ ગાઈ. જયસિંહ સુરિએ દીર્મ-મર્થન નાટક રચીને એમના શૌર્ય અને રાજકૌસલ્યનું આલેખન કર્યું તેમ જ વસ્તુપાટ-તેજ્ઞઃપાહ પ્રાપ્તિ બનાવીને એમની ઉદારતાની સ્તુતિ કરી. સિદ્ધસારસ્વતાચાર્ય મહાકવિ બાલચંદ્રસૂરિએ વસન્તવિજાનમહૃાાવ્ય રચીને પેાતાની સરસ્વતીને સન્તુષ્ટ બનાવી. આ બધા એમના સમકાલીન કવિએ હતા અને એમણે જે અખંડ કાવ્યા એમનાં ગુણગૌરવ ગાનારાં બનાવ્યાં તેમને આ નામનિર્દેશ માત્ર કરવામાં આવ્યે. એ સિવાય ખીજા પણ ઘણા સમકાલીન કવિએ અને ચારણેાએ જે એમનાં સ્તુતિ-સ્તોત્ર કર્યાં હતાં. તેમાંનાં કેટલાંયે છૂટક પદ્યો પ્રકીર્ણ પ્રબંધામાં નજરે પડે છે. પછીના ગ્રંથકારામાં મેરૂતુંગાચાર્યે પ્રવર્ધિતામળમાં, જિનપ્રભસૂરિએ વિવિધતીર્થમાં અને રાજશેખરસૂરિએ તુવિંશતિપ્રવશ્વમાં એમના જીવન વિષેના પ્રબંધ ગૂંથ્યા છે અને છેવટે જિનર્વમુનિએ વસ્તુ રિત્ર રચી એમની જીવનકથા•એના સર્વસંગ્રહ કર્યો છે. ગુપફેશનિનો વગેરે બીજા બીજા ગ્રંથામાં જે એમના વિષે જુદી જુદી દૃષ્ટિએ વધતું ઓછું લખવામા આવ્યું છે તે બધાની તે યાદી માત્ર આપી દેવાનાયે અહિં અવકાશ નથી.
Aho! Shrutgyanam