________________
૮૨]
__ जैन साहित्य संशोधक
[खंड ३
वडोदरा नरेशनो जैन साहित्य-प्रेम
ભારતના વર્તમાન આર્યનૃપતિઓમાં વડોદરાધીશ શ્રીમાન સયાજીરાવ મહારાજની વિદ્યાવિલાસિતા અને સાહિત્યપ્રિયતા જગજાણીતી છે. એમણે પોતાની પ્રજામાં જ્ઞાન પ્રચાર માટે જેટલી લાગણી બતાવી છે અને જેટલી મહેનત લીધી છે તેટલી બીજા કોઈ નૃપતિએ લીધી નથી. કેવળ પિતાની પ્રજાની દષ્ટિએ જ નહિ પણ આખી ભારતીય પ્રજાના જ્ઞાન અને સંસ્કારના વિકાસ માટે પણ એમણે અનેકવિધ સાહિત્ય પ્રવૃત્તિઓ ઉભી કરી છે અને તે દ્વારા જ્ઞાનના વિવિધ પ્રદેશના અભ્યાસના માર્ગો ખુલ્લા કર્યા છે. એ માર્ગોમાં એક માર્ગ ગ્રંથ પ્રકાશનનો પણ છે. વડોદરા રાજ્યની અને તે સાથે આખા ભારતની પ્રજા વિશ્વના વિવિધ વિષયે અને વિચારેનું જ્ઞાન મેળવી શકે તે માટે શ્રીમાને આખું એક પુસ્તક પ્રકાશન ખાતું જ ઉભુ કર્યું છે, અને તે દ્વારા અનેક ગ્રંથ સંસ્કૃત, પ્રાકૃત, ગૂજરાતી, મરાઠી આદિ ભાષાઓમાં પ્રકટ કરાવ્યે જાય છે. શ્રીમાનના એ સાર્વદેશીય પુસ્તક પ્રકાશન કાર્યમાં જૈન સાહિત્યને પણ કેટલે બધો સારે ફાળે મળે છે તેની એક ટુંક યાદી, જૈન સાહિત્ય સંશાધકના અભ્યાસિઓની જાણ ખાતર, અહિં આપીએ છિએ.
જેનોની પ્રાચીન સંસ્કૃતિનું મુખ્ય કેન્દ્ર ગણાતું અને ગુજરાતનું ગૌરવવંતુ જૂનું પાટનગર અણહિલપુર પાટણ શ્રીમાન સયાજીરાવ મહારાજના આધિપત્ય નીચે આવેલું હેવાથી, ત્યાંના જૂના જેન ભંડારે તરફ શ્રીમાનની દષ્ટિ વળે એ સ્વાભાવિક હતું. તેથી શ્રીમાને પોતાની કારકીર્દીની વહેલી શુરુઆતમાં જ ગુજરાતના જાણીતા વિદેહી સાક્ષર શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદીને પાટણના ભંડાર તપાસવાનું અને તેમાંથી ઇતિહાસ, સાહિત્ય, તત્વજ્ઞાન આદિની દષ્ટિએ જે ઉત્તમોત્તમ ગ્રંથ જણાય તેમનાં ગૂજરાતી મરાઠી, ભાષાંતર કરી કરાવી પ્રસિદ્ધ કરવાનું કામ સેપ્યું. શ્રીમાનની આજ્ઞા પ્રમાણે સાક્ષર મણિલાલે પ્રથમ પાટણના બધા ભંડાર જોઈ કરી તેમાંના ભિન્નભિન્ન વિષયના ગ્રંથની એક યાદી બહાર પાડી અને તે સાથે ભાષાંતર કરવા લાયક કેટલાક ગ્રંથની તારવણી કરી. એ તારવણીમાંથી લગભગ નીચે જણાવેલા પંદર ગ્રંથોનાં ભાષાંતરે છપાવી પ્રસિદ્ધ કરવામાં આવ્યાં.
૧ બુદ્ધિસાગર, સંગ્રામસિંહકૃત. ૨ સમાધિશતક, જિનસેન ગુણભદ્રકૃત. ૩ નીતિવ્યાકયામૃત, સેમદેવસૂરિકૃત. ૪ ભેજપ્રબંધ, ૫ ષદર્શનસમુચ્ચય, હરિભદ્રસૂરિકૃત.
Aho! Shrutgyanam