________________
૧૬ ]
जैन साहित्य संशोधक
[ રચંડ રૂ.
प्रकरण ५ मुं.
રાયચંદભાઈના ધર્મને વિચાર આપણે કરીએ તેના પહેલાં ધમનું સ્વરૂપ જે તેમણે આલેખ્યું હતું તે જોઈ જવું અગત્યનું છે.
ધર્મ એટલે અમુક મતમતાંતર નહિ. ધર્મ એટલે શાસ્ત્રને નામે ઓળખાતાં પુસ્તકને વાંચી જવા કે ગેખી જવાં અથવા તેમાં કહેલું બધું માનવું જ એ પણ નહિ.
ધર્મ એ આત્માને ગુણ છે અને માનવ જાતિને વિષે દશ્ય કે અદશ્ય રૂપે રહેલે છે. ધર્મ વડે આપણે મનુષ્ય જીવનનું કર્તવ્ય જાણી શકીએ છીએ. ધર્મ વડે આપણે બીજા જ પ્રત્યેને આપણે ખરે સંબંધ ઓળખી શકીએ. આ બધું જ્યાં સુધી આપણે પિતાને ન ઓળખીએ ત્યાં સુધી ન જ બની શકે એ તે દેખીતું છે. તેથી ધર્મ એટલે જે વડે આપણે પિતાને ઓળખી શકીએ તે સાધન.
આ સાધન આપણે જ્યાંથી મળે ત્યાંથી લઈએ. પછી ભલે તે ભારતવર્ષમાં મળે કે યૂરોપથી આવે કે અરબસ્તાનથી. આ સાધનેનું સામાન્ય સ્વરૂપ બધા ધર્મ શાસ્ત્રોમાં એક જ છે એમ જેણે જુદાં જુદાં શાસ્ત્રને અભ્યાસ કર્યો છે તે કહી શકો. અસત્ય લેવું કે આચરવું એમ કેઈ શાસ્ત્ર નથી કહેતું. હિંસા કરવી એમ પણ કઈ શાસ્ત્ર નથી કહેતું. સર્વ શાસ્ત્રોનું દહન કરતાં શંકરાચાર્ય “બહાસત્ય જગન્શિય્યા” કહ્યું. કુરાને શરીફે તેને બીજી રીતે ઈશ્વર એક છે ને તે જ છે, તેના વિના બીજું કશું નથી એમ કહ્યું. બાઈબલે કહ્યું હું ને મારે પિતા એક જ છીએ. એ બધાં એક જ વસ્તુનાં રૂપાંતર છે. પણ આ એક જ સત્યને ખીલવવામાં અપૂર્ણ મનુષ્યએ પોતાનાં જુદાં જુદાં દષ્ટિબિંદુ વાપરી આપણે સારૂ મેહજાળ રચી છે તેમાંથી આપણે નીકળવું રહ્યું છે. આપણે અપૂર્ણ તે આપણાથી ઓછા અપૂર્ણની મદદ લઇ આગળ જઈએ છીએ અને છેવટે કેમ જાણે અમુક હદ લગી જતાં આગળ રસ્તે જ નથી એમ માનીએ છીએ. હકીકતમાં એવું કાંઈ જ નથી. અમુક હદ પછી શાસ્ત્રો મદદ નથી કરતાં, અનુભવ મદદ કરે છે. તેથી રાયચંદભાઈએ ગાયું છે.
જે પદ શ્રીસરે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહિ તે પદ શ્રી ભગવંત એહ પરમ પદ પ્રાપ્તિનું કયું ધ્યાન મેં
ગજાવગર પણ હાલ મનોરથ રૂપજોએટલે છેવટે તે આત્માને મોક્ષ દેનાર આત્મા જ છે.
આ શુદ્ધ સત્યનું નિરૂપણ રાયચંદભાઈએ ઘણી રીતે પિતાના લખાણમાં કહ્યું છે. રાયચંદભાઈ એ ઘણું ધર્મપુસ્તકને સરસ અભ્યાસ કર્યો હતો. તેમને સંસ્કૃત અને
Aho! Shrutgyanam