________________
અંશ ]
जैन प्रतिमा विधान अने चित्रकला
[ ૧૧
પત્યને અંગે-એના આભૂષણુરૂપે વિકાસ પામ્યાં હતાં. લલિતકલામાં, આપણું સ્થાપત્ય ને પ્રતિમાનિર્માણ, આમ કલાની તવારીખમાં વિશેષ મહત્ત્વનાં છે. એમાં ચે. ખાસ કરીને સ્મૃતિવિધાન તે આપણી સંસ્કૃતિનું, આપણી ધર્માભાવનાનુ, અને વિચાર પરંપરાનુ મૂર્ત સ્વરૂપ છે. આરંભથી લઈ મધ્યકાલીન યુગના અંત સુધી આપણા શિલ્પકારાએ એમની ધાર્મિક ને પૌરાણિક કલ્પનાનું, અને હૃદયની પ્રાકૃત ભાવનાનું દિગ્દર્શન કરાવ્યું છે.
જૈન ધર્મ નિવૃત્તિ-પ્રધાન ધર્મ છે ને એનુ પ્રતિબિંબ, એના મૂર્તિવિધાનમાં આદિકાળથી લઈ છેવટ સુધી એક જ રીતે પડેલું મળી આવે છે. ઇ. સ. ના આરંભની કુશાણુરાજ્ય કાળની જે જૈન પ્રતિમાએ મળી આવે છે તેમાં, અને સેંકડા વર્ષ પછી અનેલ મૂર્તિ આમાં બાહ્ય દૃષ્ટિએ બહુ જ થાડા ભેદ જણાશે, જૈન અર્હતની કલ્પનામાં શ્રી મહાવીર સ્વામીના વખતથી માંડીને શ્રી હીરવિજયસૂરિના કાળ સુધીમાં કોઇ ઊંડા ફેરફાર થયે। જ નહિ. એથી જેમ બૌદ્ધ કલાની તવારીખમાં, મહાયાનવાદના પ્રાદુર્ભાવથી જેમ ધર્માનું અને એને લઇ તમામ સભ્યતાનું રૂપ જ બદલાઈ ગયુ, તેમ જૈન લલિતકલાના ઇતિહાસમાં બનવા ન પામ્યું. અને તેથી જૈન મૂર્તિવિધાનમાં વિવિધતા અનેકરૂપતા ન આવી. મંદિરના ને મૂતિ આના વિસ્તાર તા ઘણા જ વધ્યા, પણ વિસ્તારની સાથે વૈવિધ્યમાં કે ગંભીરતામાં વધારા ન થયા. પ્રતિમાના લાક્ષણિક અંગેા લગભગ બે હજાર વર્ષ સુધી એક જ રૂપમાં કાયમ રહ્યા ને જૈન કેવલીની ઉલ્મો કે આસીન મૂર્તિ માં લાંખા કાળના તરે પણ વિશેષ રૂપભેદ થવા ન પામ્યા. જૈન મૂર્તિ એ ઘડનારા સદા ઘણાભાગે હિંદવાસી જ હતા, પણ જેમ ઇસ્લામી શહેનશાહતના વખતમાં આપણા કારીગરોએ ઇસ્લામને અનુકૂળ ઇમારતા બનાવી, તેમ જ પ્રાચીન શિલ્પીઓએ પણ જૈન અને બૌદ્ધ પ્રતિમાઓમાં તે તે ધર્મની ભાવનાઓને અનુસરીને પ્રાણ ફુંકા. જૈન તીર્થંકરની મૂર્તિ વિરક્ત, શાંત, ને પ્રસન્ન હાવી જોઈએ. એમાં મનુષ્ય હૃદયના નિર ંતર વિગ્રહને માટે—એની અસ્થાયી લાગણીઓ માટે, સ્થાન હાય જ નહિ. જૈન કૈવલીને આપણે નિ`ણુ કહીએ તેા પણ ખાટું નહિ. એ નિર્ગુણુતાને ભૂત શરીર આપતાં સામ્ય ને શાંતિની મૂર્તિ જ ઉદ્દભવે, પણ એમાં સ્કૂલ આકષ ણુ કે ભાવની પ્રધાનતા ન હાય. એથી જૈન પ્રતિમા એની મુખમુદ્રા ઉપરથી તરત જ ઓળખી શકાય છે. ઊભી મૂર્તિ એના મુખ ઉપર પ્રસન્નભાવ અને હાથ શિથિલ–લગભગ ચેતન રહિત સીધા લટકતા હૈાય છે. નગ્ન ને વસ્ત્રાચ્છાદિત પ્રતિમામાં વિશેષ ફ્રેક હાતા નથી. પ્રાચીન શ્વેતાંખર સ્મૃતિ એમાં પ્રાય: એક કટિવસ્ત્ર નજરે પડે છે. આસીન પ્રતિમા સાધારણ રીતે ધ્યાનમુદ્રામાં ને વજ્રાસનમાં મળી આવે છે. તેના બન્ને હાથ ખેાળામાં ઢીલી રીતે ગાઠવાયેલા હૈાય છે. હસ્તમુદ્રા સિવાય ખીજી બધી ખાખતા લગભગ મદ્ધ મૂર્તિ એને મળતી આવે છે. ૨૪ તીર્થંકરાનાં પ્રતિમાવિધાનમાં વ્યક્તિભેદ ન હેાવાથી લક્ષણાંતરને લઇને જ આપણે મૂર્તિ આને જૂદાજૂના તીર્થંકરના નામે એળખી શકીએ. આસન ઉપર સાધારણ રીતે તીર્થંકરનું લાક્ષણિક ચિહ્ન કે વાહન ચિત્રિત હાય છે. .
Aho ! Shrutgyanam