________________
મંદ ૨]
रायचंदभाइनां केटलांक स्मरणो.
[ ૧૭
માગધી ભાષા સમજતાં જરાએ મુશ્કેલી નહતી આવતી. વેદાંતને અભ્યાસ તેમણે કરેલે, તેમ જ ભાગવતને અને ગીતાજીને. જેના પુસ્તકે તે જેટલાં તેમને હાથ આવતાં તે વાંચી જતા. તેમની તે ગ્રહણ કરવાની શક્તિ અથાગ હતી. એક વખતનું વાંચન તે તે પુસ્તકોનું રહસ્ય જાણી લેવાને સારુ તેમને પુરતું હતું.
કુરાન, છંદ અવસ્તા ઈ. નું વાંચન પણ અનુવાદો મારફતે તેમણે કરી લીધું હતું.
તેમને પક્ષપાત જૈન દર્શન તરફ હતા એમ તેઓ મને કહેતા. તેમની માન્યતા હતી કે જિનાગમમાં આત્મજ્ઞાનની પરાકાષ્ટા છે. આ તેમને અભિપ્રાય મારે આપી જ આવશ્યક છે. તેને વિષે હું મત આપવા મને તદ્દન અધિકારી ગાણું છું.
પણ રાયચંદભાઈને બીજા ધર્મ પ્રત્યે અનાદાર નહતે. વેદાંત પ્રત્યે પક્ષપાત પણ હતે. વેદાંતીને તે કવિ વેદાંતી જ જણાય. મારી સાથે ચર્ચા કરતાં મને કોઈ દિવસે તેમણે એવું તો કહ્યું જ નહિ કે મારે મેક્ષ મેળવવા સારૂ અમુક ધર્મને અવલંબ જોઈએ. મારે આચાર વિચારવાનું જ તેમણે મને કહ્યું. પુસ્તક કયાં વાંચવાં એ પ્રશ્ન ઉઠતાં મારું વલણ ને મારા બચપણના સંસ્કાર વિચારી તેમણે મને ગીતાજી વાંચતા તેમાં ઉતજન આપેલું, અને બીજા પુસ્તકમાં પંચીકરણ, મણિરત્નમાલા, ગવાસિષ્ઠનું વૈરાગ્યપ્રકરણ, કાવ્યદેહના પહેલા ભાગ, અને પોતાની મોક્ષમાળા વાંચવાનું સૂચવ્યું હતું.
રાયચંદભાઈ ઘણી વેળા કહેતા કે જૂદા જૂદા ધર્મ એ તે વાડાઓ છે તેમાં મનુષ્ય પૂરાઈ જાય છે. જેણે મોક્ષ મેળવો એ જ પુરુષાર્થ માન્ય છે તેને કેઈ ધર્મનું તિલક પિતાને કપાળે લગાડવાની આવશ્યકતા નથી.
સૂતર આવે ત્યમ તું રહે,
જ્યમ ત્યમ કરિને હરીને લહે. એ જેમ અખાનું તેમ રાયચંદભાઈનું પણ સૂત્ર હતુ. ધમના ઝગડાથી તેમને હમેશાં કંટાળે આવતે, તેમાં ભાગ્યે જ પડતા. બધા ધર્મોની ખૂબીઓ પુરી જોઈ જતા ને તે તે ધમની પાસે મૂકતા. દક્ષિણ આફ્રિકાના મારા પત્રવ્યવહારમાં પણ મેં તેમની પાસેથી એજ વસ્તુ મેળવી હતી.
હું પિતે તો એમ માનનારે છું કે સર્વ ધર્મ તે તે ભક્તની દષ્ટિએ સંપૂર્ણ જ છે ને સર્વ ધર્મ અન્યની દૃષ્ટિએ અપૂર્ણ છે. સ્વતંત્ર રીતે વિચારતાં સર્વ ધર્મ પૂર્ણપૂર્ણ છે. અમુક હદ પછી બધાં શાસ્ત્રો બંધન રૂપે લાગે છે. પણ એ તો ગુણાતીતની સ્થિતિ થઈ. રાયચંદભાઈની દષ્ટિએ તો કેઈને પોતાને ધર્મ છોડવાની આવશ્યકતા નથી. સહ પિતાના ધર્મમાં રહી પોતાની સ્વતંત્રતા એટલે મેક્ષ મેળવી શકે છે. કેમ કે મોક્ષ મેળવે એટલે સર્વશે રાગદ્વેષ રહિત થવું.
Aho! Shrutgyanam