________________
૭૦ ]
जैन साहित्य संशोधक
[રૂ
તરીકે
કુંવરજી આણંદજી નીમાયા. તેમ જ બીજી સેક્રેટરી વિગેરેની નવી નીમણુંક થઈ. (પ્રથમ પ્રમુખ મૂળચંદ નથુભાઈ હતા.)
આ વર્ષમાં સ્થાનક વાસીઓએ બહાર પાડેલી “સમક્તિ સાર' નામની ચોપડીના ખંડન મુનિરાજશ્રી આત્મારામજી મહારાજની લખેલ “સમકિત સોદ્ધાર” નામની ચોપડી સભાએ છપાવી.
આ વર્ષમાં માંછલાઓની જાળ બંધ કરાવવા સંબંધી જીવદયાનું કામ બીજા ભાઈઓ ચલાવતા હતા, તેમણે સભાના કાર્યથી પ્રસન્ન થઈ સભાને સંપ્યું તે કામ મી. ગીરધરલાલ આણંદજી કરવા લાગ્યા. (હાલ સુધી તે કામ સભા તરફથી તેઓ જ કરે છે. )
આ વર્ષમાં આ સભાના હાથ નીચે ઉછરતી વયના વિદ્યાથીઓની શ્રીજૈન જ્ઞાનવર્ધક મામની સભા સ્થપાણી અને તે સભા તરફથી મુનિરાજશ્રી આત્મારામજી મહારાજની રચેલી સત્તરભેદી પૂજા અને વીશ સ્થાનકની પૂજા જુદી જુદી છપાવવામાં આવી.
આ વર્ષમાં શેઠ આણંદજીની કલ્યાણજીની પાલીતાણાની પેઢીમાં ત્યાંના મુનીમ નથુ ધરમશી વિગેરેએ મોટી રકમનો ગેટાળ વાળતાં તે સંબંધમાં ઘટિત પગલાં લેવાના કામમાં આ સભાના પ્રમુખ કુંવરજી આણંદજીએ વિશેષ ભાગ લીધો. તે કાર્ય નિમિત્તે બે ત્રણ વખત અમદાવાદ મુંબઈ જવું પડયું. બીજા મેરેએ પણ તેમાં બનતે ભાગ લીધે.
સં. ૧૯૪૧ ના કાર્તિક શુદિ ૫ મે સભાની ઓફીસમાં જ્ઞાનસંબંધી મહત્સવ જ્ઞાન પધરાવીને કરવાનું શરૂ કર્યું. કારણ કે આ સભાને ખાસ વિષય જ જ્ઞાનની ભક્તિ, અને વૃદ્ધિ કરવી, કરાવવી અને તેનાં સાધનો પૂરાં પાડવાં એ જ છે.
એ વર્ષના માગશર માસમાં મુંબઈથી શેઠ વીરચંદભાઈ દીપચંદ ભાવનગર પધારતાં તેમના માનમાં સભાની ઓફીસમાં જાહેર મેળાવડો કરવામાં આવ્યા અને તેમાં દેવદ્રવ્ય વિષે ભાષણ સભાના પ્રમુખે કર્યું. તે સૌને બહુ પસંદ પડયું તેથી ખાસ છપાવી પ્રસિદ્ધ કરવામાં આવ્યું. તે મીટીંગમાં સભાના તરતમાં જ સ્વર્ગવાસી થએલા મેમ્બર દુલભજી વીરચંદના નામથી પુસ્તકાલય સ્થાપન કરવાનું કર્યું અને તેના ફંડમાં રૂ ૫૦૦) લગભ્રગ ભરાયા.
સં. ૧૯૪૧ ના માગશર માસમાં સભા તરફથી માસિક બહાર પાડવાને વિચાર ચાલ્યો. એવામાં મનિમહારાજશ્રી આત્મારામજી મહારાજ ભાવનગર પધાર્યા. તેમની સાથે મુનિરાજશ્રી શાંતિવિજયજી હતા. તેઓએ એ વિચારને પુષ્ટિ આપી. ચાર દિવસમાં જ પ્રથમ અંક તૈયાર કરવામાં આવ્યો અને તે છપાવવા માટે ખાસ શ્રી અમદાવાદ એક મેમ્બરને મોકલી તે અંક છપાવી મંગાવ્યા. તેની પ્રયાસ કરતાં નકલે વધારે ખાવાથી ત્રણ વખત થઈને નકલ ૯૦૦ (૫૦૦-૨૫૦-૨૪૦) છપાવી.
ત્યારબાદ એક ઉપાધિ ઉત્પન્ન થઈ. કોઈ વિરોધી માણસ સભાની ઓફિસમાંથી ગ્રાહકોનું લીસ્ટ ઉપાડી ગયે. તરતમાં તે હકીકત જાણતાં ખેદ થયે, પણ નાસીપાસ ન થતાં હિંમત રાખી મરણ ઉપરથી નવું લીસ્ટ તૈયાર કર્યું અને પહેલા એક કરતાં પણ વધારે નકલે બીજા અંકની મેકલાણું.
આ વર્ષમાં મુંબઈની શાખા સભા તરફથી જંબુસ્વામીને રાસ” છપાવવામાં આવ્યું. અને પ્રમુખના જાતિ પ્રયાસથી મુંબઈ ઉપરાંત સુરત, ભરૂચ, વડોદરા અને ધોરાજીમાં પણ આ સભાની શાખા સભાઓ સ્થપાણી અને તેમાં લાયક મેમ્બરે દાખલ થયા.
સં. ૧૯૪૫ ના જેઠ વદિ ૭ મે સંસ્કૃત ભાષાના અભ્યાસીઓની આપણું કેમમાં બહુ ખામી જણાયાથી તે અભ્યાસની સવળતા કરી આપવા માટે સભા તરફથી જૈન સંસ્કૃત પાઠશાળા
Aho I Shrutgyanam