________________
અંક ૨] जैन धर्मप्रसारक सभाए बजावेली जैन साहित्य सेवा [ દશ પ્રગતિ કરેલી હોવાથી અત્યારે એની સ્થિતિ શુકલપક્ષમાં દિવસે દિવસે વૃદ્ધિ પામતા ચંદ્રની જેમ સારી પેઠે વૃદ્ધિગત થએલી છે.
આ સભાને રિપેર્ટ પ્રથમ ૧૨ વર્ષને છપાએલ છે, ત્યારપછી દશ વર્ષને છપાવવાને હવે તેવામાં તેનાં સાધનો તમામ સં. ૧૮૫૯ના અમિપ્રપમાં નાશ પામી જવાથી છપાઈ શકાયો નહીં. ત્યાર પછી ૧૮ વર્ષના રિપોર્ટો બહાર પડેલા હતા અને હાલમાં છેવટને પાંચ વર્ષને રિપોર્ટ સં. ૧૯૮૨ ના ફાગણ વદ ૦)) સુધીને બહાર પડેલ છે. સભાની વય ૪૫ વર્ષની પૂર્ણ થઈ છે ને ૪૬ માં વર્ષમાં એણે પ્રવેશ કર્યો છે. અને સભા તરફથી શ્રીજન ઘર્મપ્રકાશ નામનું માસિક સં. ૧૯૪૧ ના ચૈત્ર માસથી બહાર પાડવાનું શરૂ થએલું છે, જેનું અત્યારે ૪૨ મું વર્ષ ચાલે છે.
આ સભાનું સ્થાપન શ્રાવણ શુદિ ૩ જે વરતેજ મુકામે જ્યારે કરવામાં આવ્યું ત્યારે નહોતું જોયું મુહૂર્ત કે નહે મેળાવડો કર્યો, પરંતુ એવા શુભ કાર્યમાં અનાયાસ જ શુભ મુહૂર્ત આવી જાય છે અને તેથી તે વખતે શરૂ કરેલું કામ દિનપર દિન વૃદ્ધિગત થયાં જ કરે છે.
આ સભાનું સ્થાપન કરનારા મિત્રો સુમારે વીશ વર્ષના તેમ જ તે કરતાં પણ ઓછી વયના હતા. પરંતુ બધા એવા દઢ નિશ્ચયવાળા હતા કે આરંભેલું કાર્ય ધીમે પગલે પણ આગળ વધારવું. તેમાં પ્રમાદ કે શિથિલતાને સ્થાન આપવું નહીં.
આ સભાએ પ્રથમ સં. ૧૯૩૮ માં સુભાષિત સ્તવનાવાળી ભાગ ૧ લે બહાર પાડયો. સં. ૧૯૩૯ માં તે જ નામને બીજો ભાગ બહાર પાડે.
સં. ૧૯૩૯ માં સુરતને શેઠ નાનચંદ રાયચંદને ત્યાં ઉજમણું નિમિત્તે કેટલાક બંધુઓ જતાં ત્યાં શેઠ ફકીરચંદ પ્રેમચંદનો મેળાપ થયો. તેઓ સભાની સ્થિતિ જાણ બહુ ખુશી થયા, અને એના મેમ્બર થયો.
સંવત ૧૯૩૯ ના માહ વદિ ૩ જે, આ સભા ખાસ ધર્મ સંબંધી હોવાથી તેમાં દાખલ થ. નારા મેમ્બરો માટે કેટલાક ધાર્મિક નિયમો અવશ્ય જોઈએ; એવો નિર્ણય થવાથી સભાસદો માટે નીચે પ્રમાણેના નિયમો મુકરર કર્યા. ૧ સાત વ્યસન સેવવા નહીં.
૨ રાત્રિ ભોજન કરવું નહીં. ૩ કંદમૂળ ખાવાં નહીં.
૪ હંમેશાં જિન દર્શને જવું. ૫ અફીણ, ગાંજો, બીડી વિગેરેનું વ્યસન રાખવું નહીં. ઉપર જણાવેલા નિયમે ઉપરાંત દર રવિવારે સભા ભરવાને અને માસિક રૂ. ફી લેવાને પણ ઠરાવ કર્યો.
સં. ૧૯૩૮ ના વદી ૧૩ શે એક મકાન વાર્ષિક રૂ. ૧૮) ની રકમથી સભા માટે ભાડે રાખવામાં આવ્યું અને પ્રથમ પ્રમુખશ્રી કુંવરજી આણંદજીને ત્યાં સભાની મીટીંગ થતી હતી તે ત્યાં ભરવાનું રાખ્યું.
આ જ વર્ષમાં મી. વીરચંદ રાઘવજીના પ્રયાસથી મુંબઈમાં આ સભાની શાખા-સભા સ્થાપવામાં આવી. તેમાં શેઠ ફકીરચંદ પ્રેમચંદ પ્રમુખ, મી. લક્ષ્મીચંદ રાઘવજી મંત્રી ને બીજા મેમ્બરો થયા. (આ શાખા સભા શિથિલ થઈ, ફરી પાછી બીજીવાર એપાણી અને તે પણ અમુક વર્ષો પછી
બંધ થઈ. તેના સભાસદો મુખ્ય સભામાં દાખલ થયા. ) . સંવત ૧૯૪૯ ના ફાગણ શુદિ ૮ મે સભામાં કેટલેક મટે ફેરફાર થયો. અને પ્રમુખ તરીકે
Aho! Shrutgyanam