________________
અંશ ]
रायचंदभाइना केटलांक स्मरणो
[વર્ષ
પણ પરમાર્થ એટલે ધર્મ દષ્ટિએ જોતાં એમ ઉપાડેલાં કામમાં સૂક્ષમ મુછ હોવાને બહુ સંભવ છે.
જે આપણે આ જગતમાં કેવળ નિમિત્ત માત્ર જ હોઈએ, આ શરીર આપણને ભાડે મળ્યું છે ને આપણે તે વાટે તુરત મોક્ષ સાધવો એ જ પરમ કર્તવ્ય હોય, તે એ માર્ગમાં જે વિન્ન કરતા હોય તેને ત્યાગ અવશ્ય કરવો જ જોઈએ એ જ પારમાર્થિક દષ્ટિ બીજી નહિ.
જે દલીલો હું ઉપર કરી ગયો છું તે પણ બીજે રૂપે ને પિતાની જ ચમત્કારી ભાષામાં રાયચંદભાઈ મને સંભળાવી ગયા હતા. એમ છતાં તેમણે કેટલીક ઉપાધિઓ એવી કેવી હારી કે પરિણામે તેમને સખ્ત માંદગી ભોગવવી પડી?
જે રાયચંદભાઈને પણ પોપકાર નિમિત્ત મોહે ક્ષણવાર ઘેરી લીધા એ મારી માન્યતા ખરી હોય તે “ પ્રતિ શાન્તિ ભૂતાનિ નિષદઃ વારિત ' એ કાઈ અહિં બરાબર બંધ બેસે છે, ને તેને અર્થ એટલે જ છે. ઈચ્છાપૂર્વક વર્તવાને સારુ ઉપરના કૃષ્ણ વચનને ઉપયોગ કઈ કરતા જણાય છે તે તે કેવળ દુરૂપયેાગ છે. રાયચંદભાઈની પ્રકૃતિ તેમને બળાત્કારે ઉંડા પાણીમાં લઈ ગઈ. એવા કાર્યને દેષ રૂપે પણ લગભગ સંપૂર્ણ આત્માને વિષે જ કલ્પી શકાય. આપણે સામાન્ય માણસ તે ૫રો૫કારી કાર્ય પાછળ અવશ્ય ગાંડા બનીએ ત્યારે જ તેને કદાચ પહોંચી વળીએ. આ વિષયને એટલેથી જ સમાપ્ત કરીએ.
એવી પણ માન્યતા જોવામાં આવે છે કે ધાર્મિક માણસે તે એવા ભેળા હોય છે કે તેને બધા છેતરે. તેને દુનિયાની બાબતની કશી ખબર ન પડે. આ બરોબર હોય તે કૃણચંદ્ર ને રામચંદ્ર બે અવતારે તે કેવળ સંસારી મનુષ્યમાં ગણાવા જોઈએ. કવિ કહેતા કે જેને શુદ્ધ જ્ઞાન છે તેને છેતર અશક્ય હેવું જોઈએ. માણસ ધાર્મિક એટલે નીતિમાન હોય છતાં તે જ્ઞાની ન હોય. પણ મેક્ષને સારુ નીતિ અને અનુભવજ્ઞાનને સુસંગમ જોઈએ. જેને અનુભવજ્ઞાન થયું છે તેની પાસે પાખંડ નભી જ ન શકે. સત્યની સમીપમાં અસત્ય ન નભી શકે. અહિંસાના સાંનિધ્યમાં હિંસા બંધ થાય. સરળતા જ્યાં પ્રકાશે છે ત્યાં છળ રુપી અંધકાર નાશ પામે છે. જ્ઞાનવાન અને ધર્મવાન, કપટને જુએ કે તરત તેને ઓળખે અને તેનું હૃદય દયાથી ભીનું થઈ જાય. જેણે આત્માને પ્રત્યક્ષ જોયો છે તે બીજાને ઓળખ્યા વિના કેમ રહે? કવિના સંબંધમાં આ નિયમ હમેશાં ખરી પડે એમ હું નથી કહી શકતે. કઈ કઈ ધર્મને નામે તેમને છેતરી જતા. એવા દાખલા નિયમની અપૂર્ણતા નથી સિદ્ધ કરી શકતા, પણ સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન કેવું દુર્લભ છે એ સૂચવે છે.
આમ અપવાદ છતાં વ્યવહારકુશળતા અને ધર્મપરાયણતાને સુંદર મેળ એટલે મેં કવિને વિષે જે એટલે બીજામાં નથી અનુભવ્યું.
Aho! Shrutgyanam