________________
૧૮].
जैन साहित्य संशाधक
[खंड ३
-
जैन प्रतिमा-विधान अने चित्रकला
[ લેખક–શ્રીયુત નાનાલાલ ચમનલાલ મહેતા.
આઈ. સી. એસ. ડેપ્યુટી કમિશનર પબગઢ, અવધ. ] ( શ્રીયત નાનાલાલ હેતા ભારતીય ચિત્રકળાના સમર્થ અભ્યાસી છે. એ વિષય ઉપર એમણે અનેક નિબંધ ને લેખો અંગ્રેજીના પ્રસિદ્ધ પત્રમાં લખ્યા છે, અને તે ઉપરાંત ભારતીય ચિત્રકળાનો અભ્યાસ Studies in Indian Painting એ નામનું એક મોટું પુસ્તક એમણે હમણાં જ પ્રસિદ્ધ કર્યું છે. કળાકારોના મંડળોમાં એમનું એ પુસ્તક ઘણું આદર પામ્યું છે, અને એ વિષય ઉપર દેશવિદેશના જે નામાંકિત લેખકેનાં સંખ્યાબંધ પુસ્તકે અત્યારસુધીમાં બહાર આવ્યાં છે તે બધામાં એમના પુસ્તકે અનેરું સ્થાન મેળવ્યું છે. એમને ભારતીય કળાના ભાવેને નીરખવાની માર્મિક આંખ અને કળાના આત્માના સ્વરૂપને સમજવાની શ્રદ્ધાયુક્ત બુદ્ધિ-બંને યથારૂપ પ્રાપ્ત થએલાં હોવાથી આપણી કળાના આદર્શને એ યથાર્થરૂપે જોઈ-જાણી શક્યા છે. શ્રીયુત મહેતા માટે અમને વધારે અભિમાન લેવા લાયક છે એ બાબત છે કે, એ એક સુપૂત ગૂજરાતી છે. ગુર્જર માતાના વિદ્વાન સંતાનમાં કળાના સમર્થ અભ્યાસી તરીકે સારું નામ એમણે જ પ્રાપ્ત કર્યું કહેવાય. બીજું, વળી એ જાતે 1 જ પિરવાડ વંશના વૈશ્ય છે કે જે વંશમાં વિમલશાહ અને વસ્તુપાલ તેજપાલ જેવા ગૂજરાતના લોકોત્તર કલાપ્રેમી પુરુષ થઈ ગયા અને જેમના કલાપ્રેમે આબુનાં જગવિખ્યાત અને અદ્દભુત કલાપૂર્ણ દેવમંદિરની ગુજરાતને અમૂલ્ય સમૃદ્ધિ આપી.
અમારા નિમંત્રણને આદર આપી શ્રીયુત મહેતાએ જેન સાસં. માટે જે આ મનનીય લેખ લખી મોકલ્યો તે બદલ વાચકે તરફથી અમે એમનો ખાસ આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ આવી રીતે પોતાના જ્ઞાનને ગૂજરાતી વાચકને લાભ આપતા રહે તેમ ઇચ્છીએ છીએ.–સં]
ભારતીય સંસ્કૃતિનું હાર્દ ધર્મ છે ને ધર્મને અંગે સમાજની દરેક પ્રવૃત્તિમાં કેરફાર થાય છે. સાંપ્રદાયિક સિદ્ધાન્તના ભેદને લઈ એક જ દેશની-એક જ પ્રજાની સભ્યતામાં વિલક્ષણ પરિવર્તન થાય છે અને કાળાન્તરે એમ જણાય છે કે પ્રજાની માનસિક વૃત્તિ આરંભથી જ જાણે કઈ બીજા જ પ્રવાહમાં તણાઈ, ચાલી આવતી હશે. આપણી લલિતકળાના ઈતિહાસમાં આ નિયમના અનેક વિશદ ખાતે મળી આવે છે. હિંદુ અને મુસ્લીમ વૈમનસ્યનું મહાકારણ એમની સભ્યતાના મૂળમાં ગૂઢ રહેલું છે. ધર્મવિરોધ જીવનની અનેક પ્રવૃત્તિઓમાં પથરાઈ ગયો અને વિચારભેદના પાયા ઉપર પ્રજાના માનસિક જીવનનું સૂક્ષ્મરૂપ સજાયું. એની વિવિધતા-અસમાનતા ઈમારતોમાં, રહેણીકરણીમાં, કપડાંલત્તામાં, સામાજીક વાતાવરણમાં-સહુ જગ્યાએ દષ્ટિગોચર થશે. પ્રાચીન ધર્મોની વિવિધતા પણ માત્ર સાંપ્રદાયિક મતાંતરોમાં ન સમાતાં જીવનના દરેક અંગમાં પ્રસરી ગઈ છે.
નંદવંશના રાજકાળથી લગભગ ઈસવી સનના પંદરમા સૈકા સુધીના આપણી શિલ્પકળાના નમૂના વિદ્યમાન છે. જુના વખતમાં મૃતિવિધાન અને ચિત્રાલેખન સ્થા
Aho ! Shrutgyanam