________________
૩૬ ].
जैन साहित्य संशोधक
[ રચંડ રૂ
જે જડ કે ચેતન પદાથે સ્થિતિમાન છે તેઓની સ્થિતિમાં સહાયતા આપે છે. જેમ કઈ પ્રવ સી જે ભરઉનાળે પગવાળા પ્રવાસ કરે છે તેમાં સ્થિતિ શક્તિ તે રહેલી છે છતાંય તે જેમ વૃક્ષની છાયા વિના સ્થિતિ કરતો નથી તેમ દરેક સ્થિતિમાન પદાર્થમાં સ્થિતિ કરવાનું સામર્થ્ય રહેલું છે, તે પણ અધર્માસ્તિકાયની સહાયતા વિના તે એકે પદાર્થ સ્થિતિ કરી શકતું નથી, માટે અધર્માસ્તિકાય પ્રત્યેક પ્રાણી કે પદાર્થને સ્થિતિને માં સહાય કરીને ઉપગ્રહીત કરે છે. આ બે તો લોકવ્યાપી આકાશમાં સર્વત્ર વ્યાપકરૂપે રહેલાં છે. એ બને તો છે તે પ્રદેશાત્મક પણ એના એ પ્રદેશે નિરંતર અને વિભક્તરૂપે રહે છે અને એ બન્નેમાં પરસ્પર અસંકીર્ણપણે પિત પિતાને સ્વભાવ સચવાયા કરે છે-એ બને તો અમૂર્ત છે અને અતીન્દ્રિય છે. તત્વાર્થ સૂત્ર ઉપરાંત જેનના બીજા બીજા ગ્રંથ ( સૂત્ર ગ્રંથ કે તર્ક ગ્રંથ)માં પણ એ બે ત વિષે ઉપર પ્રમાણે જ વ્યાખ્યા અપાએલી છે અને દિગંબર સંપ્રદાયમાં પણ એની એ જ વ્યાખ્યા કરવામાં આવી છે. ભગવતીસૂત્ર કે જેનું બીજું નામ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ છે તેમાં પણ એ વિષે અનેક સ્થળે એ જ રીતે જણાવવામાં આવ્યું છે. પણ એક સ્થળે તે સંબંધમાં કાંઈ જુદે જ અર્થ જણાવવામાં આવ્યા છે અને તેમાં ઉપરની વ્યાખ્યા કરતાં સવિશેષ ભેદ જણાય છે. કદાચ એ અર્થભેદ જ આ બે તત્તે વિષે વિશેષ પ્રકાશ પાડે એમ જાણી એ વિષે અહીં ચર્ચા કરવી એગ્ય ધારી છે.
મા ભગવતીસૂત્રના ૨૦ મા શતકના ૨ જા ઉદ્દેશકમાં ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદગલાસ્તિકાયના પર્યાય શબ્દને જણાવવામાં આવ્યા છે, તેમાં જણાવ્યું છે કે, પ્રાણતિપાત વિરમણ (અહિંસા), મૃષાવાદ વિરમણ (સત્ય), અદત્તાદાન વિરમણ (અસ્તેય), મિથુનવિરમણ (બ્રહ્મચર્ય ), પરિગ્રહવિરમણ (નિસ્પૃહતા), કવિવેક (ક્ષમા), લોભવિવેક (સંતોષ), મિથ્યાદર્શનશલ્ય વિવેક (સત્યજ્ઞાન), ઈર્યાસમિતિ (ગતિસંયમ), ભાષાસમિતિ (વચનસંયમ), મને ગુપ્તિ (મન:સંયમ) વગેરે જે સદાચાર સૂચક કુશલ કર્મો છે, તે બધા ધર્માસ્તિકાયની સાથે સમાનાર્થતા ધરાવે છે અર્થાત જેમ ઘટ, કુંભ, કલશ વગેરે શબ્દ પરસ્પર એકાર્થક છે તેમ અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય અને ધમસ્તિકાય એ બધા શબ્દ પણ પરસ્પર સમાનાર્થક છે. એટલે ભગવતીસૂત્રમાં આવેલા આ પાઠ [ જે નીચે અક્ષરે અક્ષર આપ્યો છે] ઉપરથી તે એમ સ્પષ્ટ જણાય છે, કે જે અર્થમાં લાકમાં “ધર્મ” શબ્દનો પ્રયોગ થાય છે તે જ અર્થમાં ધમસ્તિકાય’ શબ્દને પણ સમજવાનું છે. અર્થાત, કે જેને કુશલ કર્મ કે પવિત્ર પ્રવૃત્તિ કહે છે તે અને “ધર્માસ્તિકાય” એ બેના ભાવમાં કશું અંતર નથી.
એ સૂત્રમાં “ધમ સ્તિકાયના પર્યાયે જણાવ્યા પછી તરત જ “અધર્મસ્તિકાયના પયાને સૂચવવામાં આવ્યા છે અને તેમાં ધમસ્તિકાયના જે પર્યાયે ઉપર બતાવ્યા છે તેનાથી તદ્દન વિપરીત અર્થમાં “અધર્માસ્તિકાય શબ્દને ઉપગ બતાવેલ છે. અર્થાત
Aho Shrutgyanam