________________
૧૦ ].
जैन साहित्य संशोधक
[खंड ३
મારો પ્રયાસ કેવળ મિત્રને સંતોષવા પુરતું છે. તેમનાં મરણેને હું ન્યાય આપી શકું તેને સારૂ મને જેનમાર્ગને સારો પરિચય હવે જોઈએ. મારે કબૂલ કરવું જોઈએ કે તે નથી. તેથી મારું દષ્ટિબિંદુ હું અત્યંત સંકુચિત રાખવાનું છું. જે જે સ્મરણની મારા જીવન ઉપર છાપ પડી છે તેની નોંધ અને તેમાંથી જે શિક્ષણ મને મળ્યું છે તે જ આપી હું સંતોષ માનીશ, કદાચ જે લાભ મને મળે તે અથવા તે તે સ્મરણેથી વાંચનાર મુમુક્ષુને પણ મળે. મુમુક્ષુ' શબ્દ મેં ઈરાદાપૂર્વક વાપર્યો છે. બધી જાતના વાંચનારને સારૂ આ પ્રયાસ નથી.
મારી ઉપર ત્રણ પુરૂષોએ ઊંડી છાપ પાડી છે. ટેસ્ટૅય, રસ્કિન અને રાયચંદભાઈ. ટેસ્ટયની તેમના અમુક પુસ્તક દ્વારા અને તેમની સાથેના છેડા પત્રવ્યવહારથી, રસ્કિનની તેના એક જ પુસ્તક “અ ધિસ લાસ્ટ થી–જેનું ગુજરાતી નામ “સર્વોદય મેં રાખ્યું છે-અને રાયચંદ ભાઈની તેમની સાથેના ગાઢ પરિચયથી. હિંદુધર્મમાં મને શંકા પેદા થઈ તે સમયે તેના નિવારણમાં મદદ કરનાર રાયચંદભાઈ હતા. સને ૧૭ ની સાલમાં દક્ષિણ આફ્રિકામાં હું કેટલાક ખ્રિસ્તી સજજનેના ખાસ સંબંધમાં આવેલે. તેમનું જીવન સ્વચ્છ હતું. તે ધર્મચુસ્ત હતા. બીજા ધર્મવાળાને ખ્રિસ્તી થવી સમજાવવા એ તેમને મુખ્ય વ્યવસાય હતે. જો કે મારે તેમની સાથે સંબંધ વ્યાવહારિક કાર્યને જ અંગે થયેલે તે પણ તેમણે મારા આત્માના કલ્યાણ અર્થે ચિંતા કરવા માંડી. મારું એક કર્તવ્ય હું સમજી શક્યું. જ્યાં સુધી હિંદુધર્મનું રહસ્ય હું પૂરું ન જાણી લઉં અને તેનાથી મારા આત્માને અસંતોષ ન થાય ત્યાં સુધી મારા જન્મને ધર્મ મારેન જ તજ જોઈએ. તેથી મેં હિંદુ અને બીજા ધર્મપુસ્તક વાંચવાં શરૂ કર્યા. ખ્રિસ્તી, મુસલમાની પુસ્તક વાંચ્યાં. લંડનમાં થયેલા અંગ્રેજ મિત્રોની સાથે પત્રવ્યવહાર ચલાવ્યું. તેમની આગળ મારી શંકાઓ મૂકી, તેમ જ હિંદુસ્થાનમાં જેઓ ઉપર મારી કંઇ પણ આસ્થા હતી તેમની સાથે પત્રવ્યવહાર ચલાવ્યું. તેમાં રાયચંદભાઈ મુખ્ય હતા. તેમની સાથે તે મને સરસ સંબંધ બંધાઈ ચૂક્યું હતું. તેમના પ્રત્યે માન હતું, તેથી તેમની મારફતે જે મળી શકે તે મેળવવા વિચાર કર્યો. તેનું પરિણામ એ આવ્યું કે હું શાંતિ પામ્યો. હિંદુ ધર્મમાં મને જે જોઈએ તે મળે એમ છે, એ મનને વિશ્વાસ આવ્યો. આ સ્થિતિને સારૂ રાયચંદભાઈ જવાબદાર થયા એટલે મારું માન તેમના પ્રત્યે કેટલું વધ્યું હોવું જોઈએ તેને ખ્યાલ વાંચનારને કંઈક આવશે.
એમ છતાં મેં એમને ધર્મગુરુ નથી માન્યા. ધર્મગુરુની તે શોધ જ કર્યા કરું છું, અને હજુ સુધી મને બધાને વિષે જવાબ “આ નહિ” એમ જ મળે છે. એવા સંપૂર્ણ ગુરુ મળવાને સારૂ અધિકાર જોઈએ, તે કયાંથી કહાડું.
Aho! Shrutgyanam