________________
રૂછ ]
जैन साहित्य संशोधक
[खंड ३
નથી. જેમ આ નવા ગઓ આગળ આવતા ગયા તેમ જૂના ગચ્છ પાછળ પડતા ગયા, અને ધીમે ધીમે લુપ્ત થતા ગયા. આ નામાવલી ઉપરથી એ પણ જણાશે કે જૂના ગનાં નામે ઘણે ભાગે તે તે ગામનાં નામ ઉપરથી પડ્યાં છે. જેમ શ્રાવકની જાતનાં નામ તેમના મૂળ ઉત્પત્તિના સ્થાને ઊપરથી પ્રસિદ્ધિમાં આવ્યાં તેમ આ ચતિઓના સમુદાયનાં નામ પણ તેમનાં મૂળ ઉત્પત્તિ સ્થાનનાં નામે જ પ્રસિદ્ધિમાં આવ્યાં હતાં. આ તે મધ્યકાલીન ગચ્છનાં નામે છે. પણ પ્રાચીન કાલીન ગો કે જેમનાં નામે કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં આપેલાં છે તેમાંના પણ કેટલાક આ રીતે સ્થળ વિશેષના નામે જ પ્રસિદ્ધિમાં આવ્યા હતા.
આ નામ ઉપરથી જેન તિઓને નિવાસ હિંદુસ્થાનના કયા ક્યા ભાગોમાં તે વખતે થયો હતે તેને ખયાલ સારી પેઠે આવી શકે છે.
કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં જે કુલ, ગણ કે ગચ્છના નામો આવેલાં છે તે સંબંધી વિગતવાર વર્ણન આ પછીના કેઈ અંકમાં આપવામાં આવશે. તેમ જ આ યાદીમાં આપેલાં નામે સિવાય બીજાં પણ ગચ્છનામે બીજી યાદીમાં મળે છે તે પણ યથાવસરે આપવામાં આવશે.
આ બધી સામગ્રી જેન ધર્મ અને તેના સંપ્રદાયને સંપૂર્ણ ઇતિહાસ લખવા માટે અતિ ઉપગી અને મહત્ત્વની છે, તેથી વાચકોએ આ વિષયમાં ખાસ રસ લેવાની જરૂર છે.
Aho! Shrutgyanam