________________
દસ પ્રકારના એષણાદોષો
૮૨૭ જે અચંડિલમાંથી અંડિલમાં જતા પગ પ્રમાર્જ નહીં તે અથવા જે તેવા પ્રકારના કારણ વિના કપડા વગેરે નહીં પાથરેલી સચિત્ત વગેરે પૃથ્વી ઉપર આસન વગેરે કરે તે.
(૧૫) અકાલસ્વાધ્યાયાદિકારક - અકાળે સ્વાધ્યાય વગેરે કરે તે. (૧૬) કલહકર - ઝઘડો થાય તેવું કાર્ય કરે છે.
(૧૭) શબ્દકર - રાતે મોટા અવાજે બોલે કે સ્વાધ્યાય કરે છે, અથવા ગૃહસ્થની ભાષા બોલે તે.
(૧૮) ઝંઝાકર - જેના જેનાથી ગણનો ભેદ થાય તે તે કરે છે, અથવા જેનાથી ગણના મનને દુઃખ થાય તેવું બોલે છે.
(૧૯) સૂરપ્રમાણભોજી - સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખાય, પીએ વગેરે કરે તે.
(૨૦) એષણાઅસમિત - અનેષણાનો ત્યાગ ન કરે, સાધુઓ પ્રેરણા કરે તો ઝઘડો કરે તે. અનેષણીયને નહીં છોડતો તે જીવહિંસા કરે છે. આમ પોતાને અને બીજાને અસમાધિ કરવાથી આ વસમું અસમાધિસ્થાન છે.”
ગુરુ આ વીસ અસમાધિસ્થાનોને ત્યજે છે.
એષણા એટલે અશન વગેરેને લેતી વખતે શંકિત વગેરે પ્રકારો વડે શોધવું. એષણા સંબંધી દોષો તે એષણાદોષો.' - પ્રવચનસારોદ્ધારની ટીકામાં એષણાદોષોની આ પ્રમાણે વ્યાખ્યા કરી છે.
તે એષણાદોષો દસ પ્રકારના છે. તે આ પ્રમાણે – ૧ શકિતદોષ, ૨ પ્રતિદોષ, ૩ નિક્ષિપ્તદોષ, પિહિતદોષ, ૫સંદતદોષ, ૬ દાયકદોષ, ૭ ઉન્મિશ્રદોષ, ૮અપરિણતદોષ, ૯ લિપ્તદોષ અને ૧૦ છર્દિતદોષ. શ્રીભાવદેવસૂરિજીએ સંકલના કરેલ યતિદિનચર્યામાં અને મતિસાગરસૂરિજીએ રચેલ તેની અવચૂર્ણિમાં કહ્યું છે –
તેમાં (૧) શંકિત એટલે જેમાં આધાકર્મ વગેરે દોષોની સંભાવના કરી હોય તેવા ભોજન વગેરે. (૨) પ્રક્ષિત એટલે ચોપડેલું. (૩) નિક્ષિત એટલે સચિત્ત વગેરે ઉપર મૂકેલું. (૪) પિહિત એટલે ઢાંકેલું. (૫) સંત એટલે તેમાંથી બીજે નાંખેલું. (૬) દાયક એટલે બાળક વગેરે. (૭) ઉન્મિશ્ર એટલે મિશ્ર કરાયેલું એટલે સચિત્તથી યુક્ત. (૮) અપરિણત એટલે અચિત્ત નહીં થયેલું એટલે અલ્પ કાળવાળું. (૯) લિપ્ત એટલે ખરડાયેલું. (૧૦) છર્દિત એટલે ઢોળાયેલું. આ એષણાના દસ દોષો છે એટલે કે પિંડને ગ્રહણ કરવાના દૂષણો છે. કહ્યું છે કે, “સોળ ઉદ્ગમના દોષ છે” વગેરે. (૭૯).