________________
૮૯૦
બાવીસ પરીષહો સાધુને શિયાળામાં કે પ્રતિમા સ્વીકારી હોય ત્યારે ઠંડી પડે, કેમકે ઉપરના ત્રણ વિશેષણવાળા સાધુને અવશ્ય ઠંડી પડે છે, તેથી ચઢિયાતી મર્યાદાને હણે નહીં, એટલે કે દુર્બાન કરવું, બીજે જવું વગેરે વડે ઓળંગે નહીં, કેમકે પાપી બુદ્ધિવાળો જ તેને ઓળંગે છે. તેથી સદ્બુદ્ધિવાળાએ તેને ઓળંગવી નહીં. “ચઢિયાતી' એટલે બીજા સિદ્ધાંતો કરતા,
વિરકલ્પિકની અપેક્ષાએ, જિનકલ્પિકની અપેક્ષાએ અને સ્થવિરકલ્પથી ચઢિયાતી. “મર્યાદા' એટલે શક્તિની અપેક્ષાએ અને સર્વથા શક્તિની અપેક્ષા વિના ઠંડીને સહન કરવારૂપ મર્યાદા. “પાપી” એટલે સંસારના આવર્તમાં પાડનારી કે બાંધનારી. “નાફવેતં મુળી
છે, સુન્ની [ નિસાસ’ આવો પાઠ કહેવાય છે. ત્યાં સ્વાધ્યાય વગેરેના સમયરૂપ વેળાને ઓળંગીને “હું ઠંડીથી પીડાયેલો છું એમ વિચારી તપસ્વી મુનિ “જીવ જુદો છે, શરીર જુદું છે, નરક વગેરેમાં જીવોએ ઘણી તીવ્ર ઠંડી પૂર્વે અનુભવેલી છે.' વગેરે જિનાગમને સાંભળીને બીજા સ્થાનમાં ન જાય. (૬).
ઠંડીની વિરોધી ગરમી છે એટલે અથવા શિયાળામાં ઠંડી હોય છે ત્યાર પછી ઉનાળામાં ગરમી હોય છે. તેથી ઉષ્ણપરીષહને કહે છે –
ગરમ પૃથ્વી, શિલા વગેરેથી થયેલા પરિતાપ વડે, બહાર પસીના અને મેલ વડે કે અગ્નિ વડે અને અંદર તરસ વડે થયેલા દાહ વડે, ગ્રીષ્મમાં કે શરદઋતુમાં સૂર્યના કિરણોના તાપ વડે અત્યંત પીડાયેલો સાધુ સાતા માટે પ્રલાપ ન કરે એટલે કે “કયાંક સ્ત્રીના સ્તન, સાથળ, હાથરૂપી પાંદડાના આલિંગનો વડે સુખ પામ્યા અને ક્યાંક નરકોમાં બળતા તીવ્ર અંગાર વડે પકાવાયા (૧)’ વગેરે વિચારીને “અરે ! મંદ ભાગ્યવાળા મને સુખ શી રીતે ?' એમ પ્રલાપ ન કરે, અથવા સાતાના હેતુસંબંધી “અરે ! શી રીતે કે ક્યારે શિયાળો કે ચંદ્રના કિરણોનો સમૂહ વગેરે મને સુખ કરનારા થશે?' એ પ્રમાણે પ્રલાપ ન કરે. (૮)
ગરમી ઉનાળામાં હોય છે. ત્યારપછી ચોમાસુ આવે છે. તેમાં ડાંસ-મચ્છરો થાય છે. માટે દંશમશકપરીષહને કહે છે –
ડાંસ-મચ્છર, જૂ વગેરેથી પીડાયેલો, તેમને નહીં ગણકારવાથી તેમનાથી સ્પર્ધાયેલી અને નહીં સ્પર્શાવેલી બન્ને અવસ્થાઓમાં સમાન એવો જ અથવા જેમ પરાક્રમી હાથી કે યોદ્ધો બાણોથી પીડાતો હોવા છતાં તેમને ગણકાર્યા વિના યુદ્ધના મોરચે શત્રુઓને જીતે છે એમ મહામુનિ ક્રોધ વગેરે ભાવશત્રુઓને જીતે. વિસર્ગના પ, મો, ૨ રુ અને લોપ થાય એ વચનથી ‘સમ: પવ' નું ‘સમરેવ' થયું. જેમાં ચારે બાજુથી દુશ્મનો આવે તે સમર એટલે યુદ્ધ. વા શબ્દ પાદપૂરણ માટે છે. ગાથામાં “સંપામસીસે' પછી આવેલો “વા' શબ્દ “વ' ના અર્થવાળો છે અને તેનો ક્રમ “નાનો' પછી આવે. ગાથામાં શૂર શબ્દમાં ઉપમા અર્થનો