________________
૯૪૨
અઠ્યાવીસ લબ્ધિઓ
કર્મ અને જાતિના ભેદે બે પ્રકારે છે. તે બંને પ્રકારો પણ અનેક ભેદે અને ચાર ભેદે છે. (૧૫૦૧)
ટીકાર્થ - આશીવિષલબ્ધિ :- આશી એટલે દાઢાઓ. તેમાં રહેલું જે મહાઝેર જેમને હોય, તે આશીવિષ કહેવાય છે. તે આશીવિષો બે પ્રકારે છે.
૧. કર્મભેદ ૨. જાતિભેદ. તેમાં કર્મભેદમાં પંચેંદ્રિય તિર્યંચ યોનિક જીવો, મનુષ્યો, સહસ્રાર સુધીના દેવો-એમ અનેક પ્રકારો છે. તપ, ચારિત્રના અનુષ્ઠાનો અથવા બીજા કોઈક ગુણનાં કારણે આશીવિષ સાપ, વીંછી, નાગ વગેરે વડે સાધ્ય ક્રિયા તેઓ કરી શકે છે. શ્રાપ વગેરે આપવા દ્વારા બીજાનો નાશ પણ કરી શકે છે. દેવોને આ લબ્ધિ અપર્યાપ્ત અવસ્થામાં હોય છે એમ જાણવું. કારણ કે, જેમને પૂર્વે મનુષ્યભવમાં આશીવિષલબ્ધિ હોય અને સહસ્રાર સુધીમાં નવીનદેવ તરીકે ઉત્પન્ન થયેલા હોય, તેમને અપર્યાપ્ત અવસ્થામાં પૂર્વભવની આશીવિષલબ્ધિના સંસ્કાર હોવાથી આશીવિષલબ્ધિવાનરૂપે વ્યવહારમાં કહેવાય છે. તે પછી પર્યાપ્ત અવસ્થામાં તે સંસ્કારો જતા રહેતા હોવાથી આશીવિષલબ્ધિમાન કહેવાતા નથી.
જો કે પર્યાપ્તા દેવો પણ શ્રાપ વગેરે દ્વારા બીજાનો નાશ કરી શકે છે. છતાં તેઓ તે લબ્ધિધારી કહેવાતા નથી. કારણકે, આ પ્રમાણે થવું તેમને ભવપ્રત્યય અને તેવા પ્રકારના સામર્થ્યના કારણે હોવાથી સર્વસાધારણ છે. ગુણપ્રત્યયિક જે સામર્થ્ય વિશેષ તે લબ્ધિ કહેવાય એવી પ્રસિદ્ધિ છે.
જાતિઆશીવિષ વીંછી, દેડકો, સાપ અને મનુષ્યના ભેદે ચારે પ્રકારે છે. તેઓ ક્રમસર બહુ, બહુતર, બહુતમ, અતિબહુતમ વિષવાળા છે. વીંછીનું ઝેર ઉત્કૃષ્ટથી અર્ધ ભરતક્ષેત્ર પ્રમાણ શ૨ી૨માં ફેલાઈ શકે છે. દેડકાનું ઝેર ભરતક્ષેત્ર પ્રમાણ ક્ષેત્રમાં, સાપનું ઝેર જંબુદ્રીપ પ્રમાણ ક્ષેત્રમાં અને મનુષ્યનું ઝેર સમયક્ષેત્ર પ્રમાણ એટલે અઢી દ્વીપ પ્રમાણ ક્ષેત્રમાં ફેલાઈ શકે છે. (૧૫૦૧)
હવે ક્ષીરમધુસર્પિરાશ્રવ અને કોઇકબુદ્ધિલબ્ધિ કહે છે
ગાથાર્થ - ખીર, મધ, ઘીના જેવા સ્વાદની ઉપમાવાળા વચનો જેમના નીકળે, તે ક્ષીરમધુસર્પિરાશ્રવલબ્ધિ કહેવાય અને કોઠીમાં રાખેલા અનાજની જેમ જેના સૂત્ર અર્થ હોય, તે કોષ્ઠકબુદ્ધિ કહેવાય.
ટીકાર્થ - ક્ષીરમધુસર્પિરાશ્રવલબ્ધિ : ખીર, મધ, ઘી, ના સ્વાદની ઉપમાવાળું મીઠું જેમનું વચન હોય અર્થાત્ વજસ્વામિની જેમ જે બોલે, તેને ક્ષીરમધુસર્પિરાશ્રવલબ્ધિ કહેવાય. આનો ભાવ એ છે કે,