________________
ચાર પ્રકારનો વિનય
૧. મિથ્યાત્વીને મિથ્યામાર્ગથી વિક્ષેપ કરી સમ્યક્ત્વ-સન્માર્ગ ગ્રહણ કરાવે.
૨. સમ્યક્ત્વી ગૃહસ્થને ગૃહસ્થભાવ છોડાવી દીક્ષા આપે.
૩. સમ્યક્ત્વ અથવા ચારિત્ર ભાવથી જે ભ્રષ્ટ થયો હોય, તેને ફરી સમ્યક્ત્વ અથવા ચારિત્રના ભાવમાં સ્થાપે.
૧૦૬૭
૪. પોતે ચારિત્ર ધર્મની અભિવૃદ્ધિ જે પ્રમાણે થાય તે રીતે તેમાં પ્રવર્તે. જેમકે અનેષણીય પરિભોગ વગેરેના ત્યાગપૂર્વક એષણીય પરિભોગનો સ્વીકાર કરવાપૂર્વક પ્રવર્તે. ૪. દોષપરિઘાતવિનય : દોષપરિઘાતવિનય એટલે ક્રોધ વગેરે દોષો નાશ કરવા. તે ચાર પ્રકારે છે.
૧. ક્રોધીના ક્રોધને દેશના વગેરે દ્વારા દૂર કરે.
૨. વિષય-કષાયથી કલુષિત ભાવવાળાના કલુષિતભાવો દૂર કરે.
૩. ભોજન-પાણી વિષયક કાંક્ષા એટલે ઇચ્છા અથવા બીજા ધર્મની ઇચ્છારૂપ જે કાંક્ષા, તેને અટકાવે.
૪. અને પોતે ક્રોધ-દોષ અને કાંક્ષા રહિત સુસમાધિપૂર્વક પ્રવર્તે - આ પ્રમાણે ગુરુના બધા મળી છત્રીસ ગુણો થયા. (૫૪૭)’
(સટીક પ્રવચનસારોદ્વારના મુનિશ્રી અમિતયશવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર)
સમ્યક્ત્વપ્રકરણની વૃત્તિમાં પણ કહ્યું છે -
‘તથા વિનય ચાર પ્રકારે છે અને તે ‘આચાર વિનય, શ્રુત વિનય, વિક્ષેપણ વિનય તથા દોષ પરિઘાત વિષયક વિનય એમ વિનય ચાર પ્રકારનો છે. (૧)' આ ગાથાથી જાણવા યોગ્ય છે. ત્યાં (૧) આચાર વિનય - આચાર વિનય સંયમ, તપ, ગણ અને એકાકી વિહારરૂપ ચાર પ્રકારની સામાચારી સ્વરૂપ છે. (૧) ત્યાં પૃથ્વીકાયની રક્ષાદિ સત્તર પદોમાં સ્વયં કરવા રૂપ, બીજાને કરાવવારૂપ, સીદાતા અન્યને સ્થિર કરવા રૂપ અને યતનાવાળાની પ્રશંસા સ્વરૂપ સંયમ સામાચા૨ી છે. (૨) પાક્ષિક અષ્ટમી ચતુર્દશી આદિ પર્વમાં બાર પ્રકારના તપને પોતે ક૨વા રૂપ અને બીજાને કરાવવા રૂપ તપ સામાચારી. (૩) પ્રતિલેખનાદિમાં અને બાલગ્લાનાદિની વૈયાવચ્ચાદિમાં સ્વયં ઉદ્યમવંત રહેવા સાથે આ કાર્યમાં સીદાતા ગણને પ્રવર્તાવવારૂપ ગણ સામાચારી (૪) એકાકી વિહારની પ્રતિમાને સ્વયં કરવારૂપ અને અન્યને કરાવવારૂપ એકાકી વિહાર સામાચારી.