________________
ચૌદ ભૂતગ્રામો
૧૧૧૯ પ્રમત્ત તરીકે ગ્રહણ કરવો, કારણ કે અહીં ચૌદ ભૂતગ્રામોને જણાવવાનું પ્રકરણ ચાલે છે. (આશય એવો લાગે છે કે પ્રમત્ત તરીકે જો કે ૧ થી ૫ ગુણસ્થાનવર્તી જીવો પણ આવે, પરંતુ અહીં ચૌદ પ્રકારના જુદા જુદા જીવો બતાવવાના હોવાથી મિથ્યાત્વી વગેરે જીવોનું ગ્રહણ ૧ થી ૫ ગુણસ્થાનમાં થઈ ગયા બાદ પ્રમત્ત તરીકે હવે માત્ર પ્રમત્ત સાધુઓ જ ગ્રહણ કરવાના બાકી હોવાથી પ્રમત્ત તરીકે માત્ર પ્રમત્ત એવા સાધુઓનું જ ગ્રહણ કરવા પ્રેરણાત્' શબ્દ મૂક્યો છે.)
ત્યાર પછી અપ્રમત્ત એવો સાધુસમુદાય જ અપ્રમત્ત તરીકે જાણવો. ક્ષપકશ્રેણિમાં દર્શનસપ્તકનો (= અનંતાનુબંધી ૪ + સમ્યક્ત્વમોહનીયાદિ ૩નો) જેણે ક્ષય કર્યો છે એવો (અને ઉપલક્ષણથી ઉપશમશ્રેણિમાં દર્શનસપ્તકનો જેણે ઉપશમ કર્યો છે એવો) જીવસમૂહ નિવૃત્તિ બાદર તરીકે જાણવો. ત્યાર પછીથી લઈને લોભના અનુભવન સુધી (=દર્શનસપ્તક ક્ષય કર્યા બાદ કષાયઅષ્ટકનો ક્ષય આરંભે. ત્યારથી લઈને છેલ્લે સંજવલનલોભના ક્ષય સમયે લોભના ત્રણ ટુકડા કરે. તેમાં છેલ્લા ટુકડાના સંખ્યાતા ટુકડા કરે. તેમાં તે સંખ્યાતા ટુકડામાં છેલ્લો ટુકડો ખપાવવાનો બાકી રહે ત્યાં સુધી)ની અવસ્થામાં વર્તતો જીવસમૂહ અનિવૃત્તિનાદર જાણવો. લોભના અણુઓને (ત્રલોભના છેલ્લા ટુકડાના કરેલા અસંખ્યય ટુકડાઓને) ખપાવતો જીવ સૂક્ષ્મ કહેવાય છે, અર્થાત્ સૂક્ષ્મસંપરાયવાળો કહેવાય છે. ઉપશમશ્રેણિ પૂર્ણ થયા બાદના અંતર્મુહૂર્ત કાલ સુધી જીવ ઉપશાંતવીતરાગ થાય છે. ક્ષપકશ્રેણિ પૂર્ણ થયા બાદના અંતર્મુહૂર્તકાલ સુધી જીવ ફીણવીતરાગ થાય છે. ભવસ્થવલિસમૂહ સયોગી જાણવા અને યોગનિરોધ કર્યા બાદ શૈલેશી – અવસ્થાને પામેલો જીવ પાંચ હ્રસ્વસ્વરોને બોલવા જેટલા કાળ સુધી અયોગી જાણવો. આ પ્રમાણે બંને ગાથાઓનો સંક્ષેપથી અર્થ કહ્યો. વિસ્તારથી પ્રજ્ઞાપના વગેરે ગ્રંથોમાંથી જાણી લેવો.”
(સટીક આવશ્યકસૂત્રનિર્યુક્તિના મુનિશ્રી આર્યરક્ષિતવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર)
આમ ગુરુના છત્રીસ ગુણો જિનેશ્વરોએ કહ્યા છે. (૬૦૮)
ગુરુ ચાર પ્રકારના સ્મારણા વગેરે કરે છે. તેમનું સ્વરૂપ પહેલી છત્રીસીની વૃત્તિમાં કહ્યું છે. ગુરુ ચાર પ્રકારના ધર્મનો ઉપદેશ આપે છે. તેમનું સ્વરૂપ પહેલી છત્રીસીની વૃત્તિમાં કહ્યું છે. જેના દરેકના ચાર ભેદ છે એવા ચાર પ્રકારના ધ્યાનના સ્વરૂપને ગુરુ જાણે છે અને પ્રરૂપે છે. તે પહેલી છત્રીસીની વૃત્તિમાં કહ્યું છે. ગુરુ બાર ભાવના ભાવે છે અને તેમનો ઉપદેશ આપે છે. તેમનું સ્વરૂપ સોળમી છત્રીસીમાં કહ્યું છે. આમ ગુરુના છત્રીસ ગુણો થાય છે. (૬૦૯)
આ શ્લોકનો ભાવાર્થ બીજી છત્રીસીની વૃત્તિમાં વર્ણવ્યો છે. (૧૦)