________________
૧૧૨૬
પચીસ ભાવનાઓ (૨) (આ રીતે અવગ્રહ = ઉપાશ્રયની યાચના કર્યા બાદ પ્રાપ્ત થયેલ) ઉપાશ્રયમાં જ તણખલા વગેરેની અનુજ્ઞાપનામાં બુદ્ધિમાન સાધુ અવગ્રહ આપનારાના વચનોને સાંભળીને વર્તે. (અર્થાત્ પ્રતિગ્રહ=ઉપાશ્રય આપનારના “તમે અમારી વસતિ વાપરી શકો છો એવા વચનો સાંભળીને એટલે કે ઉપાશ્રય વાપરવાની રજા મળ્યા પછી તેમાં રહેલા તણખલા વગેરે માટેની યાચના કરે.) અન્યથા પરિભોગ કરવામાં અદત્તનો દોષ લાગે. આ બીજી ભાવના જાણવી. | (૩) હંમેશા સાધુ સ્પષ્ટ મર્યાદાવડે (અર્થાતુ “મારે આટલી જગ્યાની જરૂર પડશે” એ પ્રમાણેના સ્પષ્ટ કથનવડે) અવગ્રહની અનુજ્ઞા મેળવીને એટલા અવગ્રહનો ઉપયોગ કરે, અન્યથા અદત્તનું ગ્રહણ થાય. એ ત્રીજી ભાવના છે.
(૪) ગુરુની અથવા (માંડલીમાં વહેંચનાર ગુરુનિયુક્ત) અન્ય સાધુની અનુજ્ઞા મેળવીને ભોજન-પાન કરે, અન્યથા અદત્તનો દોષ લાગે. આ ચોથી ભાવના છે.
(૫) સાધર્મિકોની = ગીતાર્થ અને સંવિગ્નવિહારી એવા સાધુઓની પાસે અવગ્રહની = વસતિની યાચના કરીને સ્થાનાદિ = રહેવું વગેરે કરે. (આશય એ છે કે – ગીતાર્થ અને સંવિગ્નવિહારી સાધુઓના ક્ષેત્રમાં કે વસતિમાં જ સાધુઓએ રહેવું જોઈએ. એવા ક્ષેત્રમાં કે વસતિમાં જ્યારે રહેવાનું થાય ત્યારે જો ત્યાં પહેલેથી જ બીજા સાધુઓ રોકાયા હોય તો તે ક્ષેત્ર કે વસતિ એમના અવગ્રહરૂપ હોવાથી ત્યાં સ્થાન = રોકાણ વગેરે કરતા પહેલાં તેમની પાસે યાચના કરીને અનુજ્ઞા મળ્યા બાદ રોકાણ વગેરે કરે.) નહીં તો ત્રીજા વ્રતની વિરાધના થાય, અર્થાત્ ત્રીજા વ્રતમાં અતિચાર લાગે. આ પાંચમી ભાવના જાણવી. ત્રીજા વ્રતની ભાવના કહી.
ચોથા મહાવ્રતની પાંચ ભાવનાઓ
(૧) આહારને વિષે ગુપ્ત થાય અર્થાત્ સ્નિગ્ધ પદાર્થો વાપરે નહીં. (તથા સ્નિગ્ધ સિવાયના જે પદાર્થો વાપરવાના છે તે પણ) અતિમાત્રાએ વાપરે નહીં. નહીં તો બ્રહ્મચર્યવ્રતનો સાધુ વિરાધક અતિચાર લગાડનારો થાય છે. આ પ્રથમ ભાવના.
(૨) પોતાને વિભૂષિત કરે નહીં અર્થાત્ કોઈપણ પ્રકારની વિભૂષા કરે નહીં. જો વિભૂષા કરે તો બ્રહ્મવ્રતનો વિરાધક બને. આ બીજી ભાવના જાણવી.
(૩) સ્ત્રીઓને જુએ નહીં, તેમજ સ્ત્રી તથા તેની ઇન્દ્રિયો = અંગોપાંગ એક જ હોવાથી સ્ત્રીઓનાં અંગોપાંગને નીરખે નહીં, નહીં તો બ્રહ્મવ્રતવિરાધક બને. આ ત્રીજી ભાવના.
(૪) સ્ત્રી, પશુ, નપુંસકથી સંસક્તયુક્ત એવા ઉપાશ્રય વગેરેમાં રહે નહીં. અન્યથા