________________
પચીસ ભાવનાઓ
૧૧૨૫ હિંસા કરનારો થાય છે. માટે (અવિધિથી થતાં) ગ્રહણ-મોચનની જુગુપ્સા તે ત્રીજી ભાવના
છે.
(૪) સમાધિમાં રહેલો સાધુ સંયમમાં અદુષ્ટ મનને પ્રવર્તાવે, અર્થાત્ મનને દુષ્ટ થવા ન દે, કારણ કે મનને કલુષિત કરતો સાધુ જીવોની હિંસા કરનારો થાય છે. માટે મનની અદુષ્ટતા એ ચોથી ભાવના જાણવી. એ જ પ્રમાણે
(૫) અદુષ્ટ વાણીને બોલનારો થાય. તેથી અદુષ્ટ વાણી એ પાંચમી ભાવના જાણવી. આ પ્રમાણે પ્રથમ મહાવ્રતની પાંચ ભાવનાઓ કહી.
બીજા મહાવ્રતની પાંચ ભાવનાઓ
(૧) હાસ્યનો ત્યાગ કરવાથી સત્યવાદી બનાય છે, કારણ કે હાસ્યમાં મૃષાવાદ પણ થઈ શકે છે. તેથી હાસ્યનો ત્યાગ તે પ્રથમ ભાવના જાણવી.
(૨) બોલવું હોય ત્યારે વિચારીને બોલે, કારણ કે વિચાર્યા વિના બોલતા ક્યારેક અસત્ય પણ બોલાય જાય છે. તેથી વિચારીને બોલવું તે બીજી ભાવના.
(૩-૪-૫) જે મુનિ ક્રોધ, લોભ અને ભયને છોડે છે, તે ક્રોધાદિને છોડનારો મુનિ દીર્ધરાત્રને એટલે કે મોક્ષને નજીકથી જોઈને (મૃષાને છોડનારો) થાય અને આ રીતે) મુનિ જ સદા માટે મૃષાને છોડનારો થાય, કારણ કે ક્રોધાદિથી અસત્યવચન બોલાય છે. (ટૂંકમાં બોલતી વેળાએ ક્રોધ, લોભ અને ભયનો ત્યાગ કરવો તે ક્રમશઃ) ત્રીજી-ચોથી અને પાંચમી ભાવના જાણવી. આ પ્રમાણે બીજા મહાવ્રતની પાંચ ભાવનાઓ કહી.
ત્રીજા મહાવ્રતની પાંચ ભાવનાઓ
(૧) પ્રભુને = માલિકને અથવા માલિકે જેને સોંપ્યું હોય તેને આશ્રયીને અવગ્રહની યાચનામાં જાતે જ વિચારીને પ્રવર્તે, (અર્થાત્ પોતાને કેટલી જગ્યાની જરૂર છે? વગેરે વિચારીને સાધુ તે વસતિના માલિક પાસે અથવા માલિકે જેને સોંપી હોય તે વ્યક્તિ પાસે જાતે જ યાચના કરે, પણ બીજા મારફત યાચના કરાવે નહીં.) નહીં તો અદત્તનું ગ્રહણ થવાનો સંભવ રહે. (આશય એ છે કે સાધુ બીજાને કામ સોંપે કે મારી માટે આટલી યાચના કરજો. ત્યારે તે બીજી વ્યક્તિએ કેવી રીતે યાચના કરી?, કરી કે ન કરી?, માલિક પાસે કરી કે માલિક ન હોય અથવા માલિકે જેને સોંપ્યું ન હોય તેવી વ્યક્તિ પાસે યાચના કરી? વગેરે બાબતમાં ગડબડ ઊભી થવાનો સંભવ રહે જેથી ક્યારેક અદત્તનું ગ્રહણ પણ થઈ જાય. તેથી સાધુ પોતે જાતે જ યાચના કરે.) આ પ્રથમ ભાવના જાણવી.