________________
પ્રશસ્તિ
૧૧૪૫ વિક્રમ સંવત ૨૦૬૮ ની સાલમાં રચાયેલી, ગુરુનું માહાસ્ય બતાવનારી આ વૃત્તિ લાંબા સમય સુધી વિદ્યમાન રહો. (૧૧)
આ વૃત્તિ રચના વડે મારા વડે જે પુણ્ય મેળવાયું તેનાથી બધાના હૃદયમાં ગુરુને વિષે બહુમાન વધો. ૧૨)
મતિની મંદતાને લીધે આ વૃત્તિમાં જો ક્ષતિ કરી હોય તો તેની માટે હું ક્ષમા યાચું છું, વિદ્વાનો તેને શુદ્ધ કરો. (૧૩) . આમ શ્રીગુરુગુણષત્રિશત્પત્રિશિકાકુલકની વૃત્તિ સમાપ્ત થઈ.
સર્વજગતનું શુભ થાઓ.
कालस्स य परिहाणी, संजमजोगाइं नत्थि खित्ताई। जयणाइ वट्टियव्वं, न हु जयणा भंजए अंगं ॥
કાળ પડતો છે, સંયમને યોગ્ય ક્ષેત્રો નથી. તેથી જયણાપૂર્વક વર્તવું, જયણાના અંગને ભાંગવું નહીં. आसन्नकालभवसिद्धियस्स जीवस्स लक्खणं इणमो । विसयसुहेसु न रज्जइ, सव्वत्थामेसु उज्जमइ ॥
નજીકના કાળમાં જેનો મોક્ષ થવાનો હોય તેવા જીવનું આ લક્ષણ છે કે વિષયસુખોમાં રાગ ન કરે અને બધા સ્થાનોમાં ઉદ્યમ કરે. सज्झाएण पसत्थं, झाणं जाणइ य सव्वपरमत्थं । सज्झाए वटुंतो, खणे खणे जाइ वेरग्गं ॥
સ્વાધ્યાયથી સુંદર ધ્યાન થાય છે. સ્વાધ્યાયથી બધી વાસ્તવિકતાને જાણે છે. સ્વાધ્યાય કરનારો ક્ષણે ક્ષણે વૈરાગ્ય પામે છે. तवनियमसुट्ठियाणं, कल्लाणं जीवि पि मरणं पि । जीवंतऽज्जंति गुणा, मया वि पुण सुग्गइं जंति ॥
તપ-નિયમમાં સારી રીતે રહેલા જીવોનું જીવન અને મરણ બન્ને કલ્યાણરૂપ છે. જીવતાં તેઓ ગુણો કમાય છે અને મર્યા પછી સદ્ગતિમાં જાય છે.