SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશસ્તિ ૧૧૪૫ વિક્રમ સંવત ૨૦૬૮ ની સાલમાં રચાયેલી, ગુરુનું માહાસ્ય બતાવનારી આ વૃત્તિ લાંબા સમય સુધી વિદ્યમાન રહો. (૧૧) આ વૃત્તિ રચના વડે મારા વડે જે પુણ્ય મેળવાયું તેનાથી બધાના હૃદયમાં ગુરુને વિષે બહુમાન વધો. ૧૨) મતિની મંદતાને લીધે આ વૃત્તિમાં જો ક્ષતિ કરી હોય તો તેની માટે હું ક્ષમા યાચું છું, વિદ્વાનો તેને શુદ્ધ કરો. (૧૩) . આમ શ્રીગુરુગુણષત્રિશત્પત્રિશિકાકુલકની વૃત્તિ સમાપ્ત થઈ. સર્વજગતનું શુભ થાઓ. कालस्स य परिहाणी, संजमजोगाइं नत्थि खित्ताई। जयणाइ वट्टियव्वं, न हु जयणा भंजए अंगं ॥ કાળ પડતો છે, સંયમને યોગ્ય ક્ષેત્રો નથી. તેથી જયણાપૂર્વક વર્તવું, જયણાના અંગને ભાંગવું નહીં. आसन्नकालभवसिद्धियस्स जीवस्स लक्खणं इणमो । विसयसुहेसु न रज्जइ, सव्वत्थामेसु उज्जमइ ॥ નજીકના કાળમાં જેનો મોક્ષ થવાનો હોય તેવા જીવનું આ લક્ષણ છે કે વિષયસુખોમાં રાગ ન કરે અને બધા સ્થાનોમાં ઉદ્યમ કરે. सज्झाएण पसत्थं, झाणं जाणइ य सव्वपरमत्थं । सज्झाए वटुंतो, खणे खणे जाइ वेरग्गं ॥ સ્વાધ્યાયથી સુંદર ધ્યાન થાય છે. સ્વાધ્યાયથી બધી વાસ્તવિકતાને જાણે છે. સ્વાધ્યાય કરનારો ક્ષણે ક્ષણે વૈરાગ્ય પામે છે. तवनियमसुट्ठियाणं, कल्लाणं जीवि पि मरणं पि । जीवंतऽज्जंति गुणा, मया वि पुण सुग्गइं जंति ॥ તપ-નિયમમાં સારી રીતે રહેલા જીવોનું જીવન અને મરણ બન્ને કલ્યાણરૂપ છે. જીવતાં તેઓ ગુણો કમાય છે અને મર્યા પછી સદ્ગતિમાં જાય છે.
SR No.022277
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy