________________
પ્રશસ્તિ
શ્રીમહાવીરપ્રભુની ૭૩મી પાટે શ્રીતપાગચ્છમાં શ્રીવિજયાનંદસૂરીશ્વરજી મહારાજ થયા. (૧)
તેમના શિષ્યરત્ન, વિષયો અને સંસારથી કમળની જેમ નિર્લેપ એવા શ્રીકમલસૂરીશ્વરજી મહારાજ થયા. (૨)
વિજયાનંદસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન, કર્મોનો નાશ કરવામાં વીર, વૈરાગ્યથી વાસિત એવા ઉપાધ્યાય શ્રીવીરવિજયજી મહારાજ થયા. (૩)
તેમના શિષ્યરત્ન જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાત, ધર્મ આપવામાં પરાયણ, ગુણોથી ભૂષિત એવા શ્રીદાનસૂરીશ્વરજી મહારાજ થયા. (૪)
તેમની પાટ રૂપી આકાશમાં સૂર્ય સમાન, પ્રેમથી તરબોળ, વિશુદ્ધ બ્રહ્મચારી એવા શ્રીપ્રેમસૂરીશ્વરજી મહારાજ થયા. (૫)
તેમના ચરણરૂપી કમળમાં ભમરા સમાન, ન્યાયવિશારદ, શિબિરોની શરૂઆત કરનાર એવા શ્રીભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ થયા. (૬)
તેમના શિષ્યરત્ન, તેમના નાના ભાઈ, સમતાસાગર, પન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજી મહારાજ થયા. (૭)
શ્રીભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન, સિદ્ધાંતના સૂર્ય સમાન એવા શ્રીજયઘોષસૂરીશ્વરજી મહારાજ હાલ ગચ્છને ધારણ કરે છે. (૮)
શ્રીપદ્મવિજયજી મહારાજના સારા શિષ્ય, શ્રીજયઘોષસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાને અનુસરનારા એવા શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ શાસનની પ્રભાવના કરે છે. (૯) તેમના શિષ્યાણુ મુનિ રત્નબોધિવિજયે આ કુલકની આ સારો બોધ આપનારી વૃત્તિ
રચી. (૧૦)