________________
ચાર પ્રકારની દુઃખશય્યા
૧૧૨૯
વગેરે મેળવવા વગેરેની ઇચ્છા-પ્રાર્થના, (૩) દેવ-મનુષ્ય સંબંધી કામ (ભોગો)ની આશંસા (મેળવવાની-ભોગવવાની) ઇચ્છા અને (૪) સ્નાન વગેરે શરીરના સુખની (ગૃહસ્થપણાના સુખોની) ઇચ્છા.
ઠાણાંગસૂત્રમાં કહ્યું છે - ચાર દુ:ખશય્યાઓ કહી છે. તેમાં આ પહેલી દુઃખશય્યા છે કોઈ ભારેકર્મી જીવને સાધુ થઈને જિનશાસનમાં શંકા થાય, બીજા મતો સારા છે એમ માનવારૂપ કાંક્ષા થાય, ફળની શંકા રૂપ વિચિકિત્સા થાય, આ બધુ જિનશાસનમાં કહેલું એ જ પ્રમાણે છે કે બીજી રીતે છે ? એમ બુદ્ધિનો ભેદ થાય, આ બરાબર નથી એમ વિપરીત બુદ્ધિ થાય, તે જિનશાસનની શ્રદ્ધા ન કરે, પ્રીતિથી તેને સ્વીકારે નહીં, અતિશય ઇચ્છાપૂર્વક તેને તેની આરાધના કરવી ન ગમે. તે મનને ડામાડોળ કરે છે. તે ધર્મથી ભ્રષ્ટ થાય છે કે સંસારમાં પડે છે. આમ એ સાધુપણારૂપ શય્યામાં દુઃખપૂર્વક રહે છે. એ પહેલી દુઃખશય્યા છે.
હવે બીજી દુ:ખશય્યા – કોઈ ભારેકર્મી જીવ સાધુ થઈને પોતાના લાભથી ખુશ થતો નથી, બીજા તરફથી અન્ન વગેરે કે રત્ન વગેરે રૂપ લાભની ‘તે નક્કી મને આપશે’ એવી આશા રાખે છે અથવા મળી જાય તો ભોગવે છે, તેને ઝંખે છે, તેને માંગે છે, મળ્યા પછી પણ વધુ ઇચ્છે છે. તે મનને ડામાડોળ કરે છે. તેથી ધર્મથી ભ્રષ્ટ થાય છે કે સંસારમાં પડે છે. આમ આ સાધુ પણ સાધુપણા રૂપ શય્યામાં દુઃખપૂર્વક રહે છે. એ બીજી દુઃખશય્યા છે.
હવે ત્રીજી દુ:ખશય્યા - કોઈ ભારેકર્મી જીવ સાધુ થઈને દેવસંબંધી કે મનુષ્યસંબંધી કામભોગોની આશા કરે છે કે મળી જાય તો ભોગવે છે, તેને ઝંખે છે, તેને માંગે છે, મળ્યા પછી પણ વધુ ઇચ્છે છે. તે મનને ડામાડોળ કરે છે. તેથી ધર્મથી ભ્રષ્ટ થાય છે કે સંસારમાં પડે છે. આમ આ સાધુ પણ સાધુપણારૂપ શય્યામાં દુઃખપૂર્વક રહે છે એ ત્રીજી દુઃખશય્યા છે.
હવે ચોથી દુઃખશય્યા - કોઈ ભારેકર્મી જીવને સાધુ થઈને ‘હું ઘરવાસમાં રહેતો હતો ત્યારે હાડકાને સુખ થાય તેમ મારા શરીરને હોંશિયારી પૂર્વક દબાવાતું, પીઠ દબાવાતી, તેલમાલીશ થતું, મારુ શરીર ધોવાતું, તેમાં કોઈ ના ન પાડતું. જ્યારથી હું સાધુ થયો ત્યારથી એ બધુ મળતું નથી.’ આમ વિચારે. તે તે વસ્તુઓની આશા કરે કે મળે તો ભોગવે, તેમને ઝંખે, તેને માંગે, મળ્યા પછી પણ વધું ઇચ્છે. તે મનને ડામાડોળ કરે છે. તે ધર્મથી ભ્રષ્ટ થાય છે કે સંસારમાં પડે છે. આમ આ સાધુ પણ સાધુપણારૂપ શય્યામાં દુઃખેથી રહે છે. એ ચોથી દુઃખશય્યા છે.
સુખ આપનારી શય્યા તે સુખશય્યા. તે ચાર પ્રકારની છે. તે દુઃખશય્યાથી વિપરીત રીતે પૂર્વે કહ્યા મુજબ જાણવી. કહ્યું છે કે -