________________
૧૧૪૦
પ્રસ્તુત કુલકનો ઉપસંહાર
હવે છેલ્લા શ્લોક વડે આ કુલકનો ઉપસંહાર કરે છે -
શબ્દાર્થ - શ્રી વજ્રસેન નામના શુભ ગુરુના શિષ્ય રચેલ આ કુલકને ભણીને માયારહિત ભાવવાળા ભવ્ય જીવો કલ્યાણને પામો. (૪૦)
પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - આ શ્લોક વડે ગ્રંથકારે આ કુલકનો ઉપસંહાર કર્યો છે.
આ શ્લોકમાં ગ્રંથકારે પોતાના ગુરુનું નામ પ્રગટ કર્યું છે. તેનાથી ગ્રંથકારના હૃદયમાં રહેલું ગુરુબહુમાન વ્યક્ત થાય છે. તેઓ પોતે કરેલા કાર્યોમાં પણ ગુરુને જ આગળ કરે છે. આ શ્લોકમાં ગ્રંથકારે પોતાનું નામ કહ્યું નથી. તેથી જણાય છે કે તેઓ નામની સ્પૃહા વિનાના હતા.
આ શ્લોકમાં ગ્રંથકારે પોતાનો પરિચય પોતાના ગુરુના શિષ્યરૂપે જ આપ્યો છે, પોતાના નામથી નહીં. તેથી જણાય છે કે તેમણે પોતાનું અસ્તિત્વ પોતાના ગુરુમાં ઓગાળી નાંખ્યું હતું.
ગ્રંથકાર કહે છે - આ કુલક સરળભાવથી ભણવું, માયાથી નહીં. કહેવાનો ભાવ આવો છે – આ કુલક ભણીને પોતાના હૃદયમાં ગુરુબહુમાન પ્રગટ કરવું, આ કુલકનો માત્ર પાઠ જ ન કરવો કે લોકોને ઉપદેશ આપવા માટે જ આ કુલકનો પાઠ ન કરવો. અથવા આ કુલક ભણીને હૃદયમાં સરળતા પ્રગટ કરવી.
અંતે ગ્રંથકાર ભવ્યજીવોને આશીર્વાદ આપે છે – આ કુલકનો અભ્યાસ કરીને સ૨ળ ભાવવાળા ભવ્યજીવો મુક્તિને પામો. સરળની જ મુક્તિ થાય છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું
છે,
‘સરળની શુદ્ધિ થાય છે, ધર્મ શુદ્ધમાં રહે છે, ઘીથી સીંચાયેલા અગ્નિની જેમ શ્રેષ્ઠ નિર્વાણ થાય છે. (૩/૧૨)'
આમ ગુરુગુણષત્રિશત્મત્રિશિકા નામનું આ કુલક સમાપ્ત થયું.
આ કુલકને ભણવા વડે ગુરુના માહાત્મ્યને જાણીને બધા પ્રયત્નપૂર્વક ગુરુની ભક્તિ કરવી, હૃદયમાં અદ્વિતીય ગુરુબહુમાનભાવ ધારણ કરવો અને ગુરુની આશાતના બધી રીતે વર્જવી. ગુરુ ઉપર ભક્તિ અને બહુમાનવાળા જીવો ગૌતમસ્વામી, ચંડરુદ્રાચાર્યના શિષ્ય, મૃગાવતી વગેરેની જેમ શીઘ્ર નિર્વાણને પામે છે. પંચસૂત્રમાં કહ્યું છે –