________________
બત્રીસ યોગસંગ્રહો
પ્રથમાવિભક્તિમાં થાય છે એવું અમે (=ટીકાકારે) વારંવાર જણાવ્યું છે. જેમકે - ‘યરે આારૂ વિત્તવે...' અર્થાત્ ‘આ તેજસ્વીરૂપવાન કોણ આવે છે ?’ (અહીં ‘યરે’ ‘વિત્ત વે’ શબ્દો પ્રથમાવિભક્તિમાં છે.)
૧૧૨૨
(૩) આપત્તિમાં દૃઢધર્મતા તથા યોગસંગ્રહ માટે જ (= પ્રશસ્ત એવા મન-વચન-કાયાના વ્યાપારોની પ્રાપ્તિ માટે જ) સર્વસાધુઓએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની આપત્તિમાં દૃઢધર્મતા કરવી જોઈએ અર્થાત્ (આપત્તિ આવે તે સિવાયના કાળમાં તો દૃઢધર્મી થવું જ પણ જ્યારે) આપત્તિ આવી પડે ત્યારે સુતરાં દઢધર્મી થવું. (અહીં દ્રવ્યાદિની આપત્તિઓ ઉદાહરણ સહિત આગળની ગાથાઓમાં જણાવશે.)
0:0
(૪) અનિશ્રિતોપધાન : પ્રશસ્તયોગસંગ્રહ માટે જ અનિશ્રિત=આશંસા વિનાનો તપ કરવો જોઈએ. અથવા અનિશ્રિત એવા ઉપધાનમાં યત્ન કરવો જોઈએ. જે આત્માને મોક્ષમાં સ્થાપે છે તે ઉપધાન એટલે કે તપ. જે નિશ્રા=આશંસા વિનાનું છે તે અનિશ્રિત એટલે કે ઐહિક-આમુષ્મિક અપેક્ષાથી રહિત. અનિશ્રિત એવું તે ઉપધાન તે અનિશ્રિતોપધાન એ પ્રમાણે સમાસ કરવો.
(૫) શિક્ષા : પ્રશસ્તયોગસંગ્રહ માટે જ શિક્ષાનું સેવન કરવું જોઈએ. તે બે પ્રકારે છે - ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા. (તેમાં ગ્રહણશિક્ષા એટલે શ્રુતપાઠ અર્થાત્ ભણવું અને આસેવનશિક્ષા એટલે સામાચારીશિક્ષણ અર્થાત્ પોત-પોતાના ગચ્છની સામાચા૨ીનું જ્ઞાન મેળવવું. કૃતિ વીપિાયામ્)
:
(૬) નિષ્પતિકર્મતા : પ્રશસ્તયોગસંગ્રહ માટે જ શરીરની પ્રતિકર્મતા કરવી નહીં, અર્થાત્ શરીર પરથી મેલ ન ઉતારવો, રોગ વગેરે થાય ત્યારે ઔષધાદિ ન કરાવવા વગેરે. પરંતુ નાગદત્તની જેમ અન્યથા = પ્રતિકર્મતા કરવી નહીં. (દષ્ટાન્ત આગળ આવશે.) આ પ્રમાણે પ્રથમ ગાથાનો સંક્ષેપાર્થ કહ્યો. (૧૨૭૫)
(૭) અજ્ઞાતતા ઃ તપમાં અજ્ઞાતતા કરવી, અર્થાત્ બીજો જાણી ન શકે એ રીતે તપ કરવો. જેથી ‘પ્રશસ્તયોગનો સંગ્રહ થાય છે' એ પ્રમાણે વાક્યશેષ હવે પછી બધે સ્વયં જોડી દેવો.
(૮) અલોભ ઃ લોભ કરવો નહીં. અથવા અલોભમાં યત્ન કરવો.
(૯) તિતિક્ષા : પરિષહાદિનો જય કરવો.
(૧૦) આર્જવ : ઋજુભાવ અર્થાત્ સ૨ળતા કેળવવી.
(૧૧) શુચિ ઃ સંયમી બનવું.
(૧૨) સમ્યગ્દષ્ટિ : અવિપરીત દૃષ્ટિ કરવી અર્થાત્ સમ્યગ્દર્શનની શુદ્ધિ કરવી. (૧૩) સમાધિ : સમાધિ રાખવી. સમાધિ એટલે ચિત્તનું સ્વાસ્થ્ય.