________________
અન્ય ગ્રન્થોમાં બતાવેલ ગુરુગુણછત્રીસીઓ
૧૧૧૧ ગાથાર્થ : આઠ આચારાદિ તથા દસ પ્રકારની સ્થિતકલ્પ, બાર પ્રકારનો તપ તથા છ આવશ્યક આમ સૂરિના ગુણો છત્રીસ થાય છે. (૩૧) (૧૪૫).
ટીકાર્થ આચાર સંપત્તિ વિ. આઠ પહેલા કહેલા તે અને દસ પ્રકારનો સ્થિતકલ્પ છે અને તે આ પ્રમાણે (૧) અચલક, (૨) ઔદેશિક, (૩) શય્યાતરપિંડ, (૪) રાજપિંડ, (૫) કૃતિકર્મ, (૬) વ્રત, (૭) જયેષ્ઠ, (૮) પ્રતિક્રમણ, (૯) માસકલ્પ (૧૦) પર્યુષણા કલ્પ. (૧)
બાર પ્રકારનો તપ, સામાયિકાદિ છે આવશ્યક. આ સર્વે મળીને સૂરિના છત્રીસ ગુણો થાય છે. (૩૧) (૧૪૫).
ગાથાર્થ : વિકથા, કષાય, સંજ્ઞા, પિંડ, ઉપસર્ગ, ધ્યાન, સામાયિક, ભાષા, ધર્મ આ પ્રમાણે વિકથાદિ નવ ને ચાર ગુણા કરતા સૂરિના છત્રીસ ગુણો થાય છે. (૩૨) (૧૪૬)
ટીકાર્થ (૪) વિકથાઃ સ્ત્રીકથા - ભક્તકથા - દશકથા - રાજકથા. (૪) કષાયઃ ક્રોધ - માન – માયા - લોભ. (૪) સંજ્ઞા આહાર - ભય - મૈથુન - પરિગ્રહ સંજ્ઞા. (૪) પિંડ એટલે આહાર : અશન - પાન - ખાદિમ – સ્વાદિમ.
(૪) ઉપસર્ગો દેવ - મનુષ્ય - તિર્યંચ સંબંધી તથા આત્મસંવેદનીયરૂપ. આત્મસંવેદનીય તે મસ્તક, પગ વિ.ની સ્કૂલનાદિ વડે થાય.
(૪) ધ્યાન આર્ત - રૌદ્ર - ધર્મ - શુકુલ ધ્યાનરૂપ. (૪) સામાયિકઃ સમ્યકત્વ - શ્રુત - દેશવિરતિ - સર્વવિરતિરૂપ. (૪) ભાષાઃ સત્યા - અસત્યા - મિશ્રા – અસત્યામૃષારૂપ. તેમાં (૧) સત્યાઃ આત્મા છે ઇત્યાદિ પ્રકારે. (૨) અસત્યાઃ આત્મા નથી ઈત્યાદિ પ્રકારે.
(૩) મિશ્રાઃ બંને સ્વરૂપવાળી. જેમકે, જાણતા ન હોય છતાં પણ આ નગરમાં દશ બાળકો ઉત્પન્ન થયા અથવા મર્યા આ પ્રમાણે કહે તે.
(૪) અસત્યામૃષાઃ આમંત્રણી ભાષા “હે દેવદત્ત ! ઇત્યાદિ પ્રકારે. (૪) ધર્મઃ દાન - શીલ - તપ અને ભાવના રૂપ ચાર પ્રકારે,
આ વિકથાદિ નવ ઉપર કહ્યા પ્રમાણે ચાર ગુણા કરતા સૂરિગુણો છત્રીસ થાય છે અને અહીં સ્થિતકલ્યાદીનું યથાસંભવ સમ્યગુ આસેવન, પરિજ્ઞાન, પ્રરૂપણ અને પરિહાર(ત્યાગ) વગેરે વડે સૂરિગુણપણું જાણવા યોગ્ય છે. (૩૨) (૧૪૬).