________________
૧૧૧૪
અન્ય ગ્રન્થોમાં બતાવેલ ગુરુગુણછત્રીસીઓ
આ બે ગાથાઓનો ભાવાર્થ પૂર્વે સાડત્રીસમી ગાથાની વૃત્તિ પછીની વૃત્તિમાં બતાવ્યો છે. (૫૯૭, ૫૯૮)
ગુરુએ વિધિપૂર્વક ચારિત્ર લીધુ હોય. ગુરુ ગીતાર્થ હોય એટલે કે તેમણે છેદગ્રન્થોનો સારી રીતે અભ્યાસ કર્યો હોય એટલે કે તેઓ ઉત્સર્ગ અને અપવાદમાં હોંશિયાર હોય. ગુરુ વાત્સલ્યવાળા હોય. ગુરુ નિર્મળ બ્રહ્મચર્યને ધારણ કરનારા હોય. તેમણે ગુરુકુળવાસની આરાધના કરી હોય. તેઓ શિષ્યોનું અનુવર્તન ક૨વામાં તત્પર હોય એટલે કે શિષ્યોના મનને અનુકૂળ રીતે વર્તવા તૈયાર હોય. આવા ગુણોના સમૂહથી શોભિત ગુરુ હોય છે એમ તીર્થંકરોએ અને ગણધરોએ કહ્યું છે. પંચવસ્તુકમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે –
(૧) પ્રવ્રજ્યાને યોગ્ય જીવના હવે કહેવાશે તે ગુણોથી જે યુક્ત હોય, બીજે પણ કહ્યું કે - (૧) આર્યદેશમાં ઉત્પન્ન થયેલા (૨) વિશિષ્ટ જાતિ અને કુળવાળા (૩) જેનો કર્મમલ લગભગ ક્ષય પામ્યો હોય તેવા. (૪) તેથી જ નિર્મળબુદ્ધિવાળા. (૫) ‘મનુષ્યપણું દુર્લભ છે, જન્મ મરણનું કારણ છે, સંપત્તિઓ ચંચળ છે, વિષયો દુઃખનું કારણ છે, સંયોગ, વિયોગ, દરેક ક્ષણે મરણ, ભયંકર પરિણામ' આ પ્રમાણે સંસારની નિર્ગુણતા જેણે જાણી હોય તેવા, (૬) તેથી જ સંસારથી વૈરાગ્ય પામેલા (૭) જેના કષાયો અલ્પ હોય તેવા. (૮) જેના હાસ્ય વગેરે અલ્પ હોય તેવા. (૯) કૃતજ્ઞ-ઉપકારને જાણનારા. (૧૦) વિનયવાળા. (૧૧) પૂર્વે પણ રાજા, મંત્રી, પ્રજાજનોને માન્ય હોય તેવા. (૧૨) દ્રોહ નહીં કરનારા (૧૩) સંપૂર્ણ અંગવાળા (૧૪) શ્રદ્ધાવાળા (૧૫) સ્થિર (૧૬) દીક્ષા લેવા આવેલા – આ ૧૬ ગુણોથી યુક્ત હોય. (૨) હવે કહેવાશે તે વિધિથી જેણે દીક્ષા સ્વીકારી હોય, (૩) જેણે ગુરુકુલવાસનું સેવન કર્યું હોય, (૪) જેણે ગુરુકુલની (= ગુરુ વગેરે સાધુઓની) સુંદર ઉપાસના કરી હોય, (૫) જેણે પ્રવ્રજ્યાના પ્રારંભથી સદા ચારિત્રનું ખંડન (= વિરાધના) ન કર્યું હોય, (૬) જે પરદ્રોહની ભાવનાથી રહિત હોય. (૧૦)
(૭) શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે યોગ કરવા પૂર્વક જેણે સૂત્રોનો અભ્યાસ કર્યો હોય, (૮) તેથી જ (= શાસ્ત્રોક્ત યોગપૂર્વક કરેલા સૂત્રાભ્યાસથી થયેલા અત્યંત શુદ્ધબોધથી) જે અતિશય નિર્મલ (સ્પષ્ટ) બોધવાળો હોય, (૯) જે તત્ત્વજ્ઞ હોય, અર્થાત્ પરમાર્થનો જાણકાર હોય, (૧૦) ક્રોધના વિપાકોને જાણવાથી જે ઉપશાંત હોય, (૧૧) જે સૂત્રરૂપ કે સંઘરૂપ પ્રવચન પ્રત્યે વાત્સલ્યભાવવાળો હોય, (૧૧)
(૧૨) જે સામાન્યથી જ (એટલે કે કોઈ જાતના ભેદભાવ વિના) સર્વ જીવોના હિતમાં ઉદ્યમી હોય, (૧૩) બીજાઓ સ્વીકારી લે તેવું (= માનનીય) વચન જેનું હોય, (૧૪) જે શિષ્યના સ્વભાવને અનુકૂળ બનીને (શિષ્યના આત્માનું) સારી રીતે રક્ષણ કરનાર હોય, (૧૫) જે ગંભીર એટલે કે વિશાળ ચિત્તવાળો હોય, (અર્થાત્ રાગ-દ્વેષ આદિના પ્રસંગે પણ