________________
૧૧૧૬
દસ પ્રકારનો સ્થિતકલ્પ સ્થિતકલ્પના દશ પ્રકાર -
કલ્પના આગેલક્ય, ઔદેશિક, શય્યાતરપિંડ, રાજપિંડ, કૃતિકર્મ, વ્રત, યેઇ, પ્રતિક્રમણ, માસ અને પર્યુષણ એમ દશ પ્રકાર છે.
આચેલક્ય=વસ્ત્રનો અભાવ, ઔદેશિક=ઉદેશથી (=સાધુના સંકલ્પથી) તૈયાર થયેલ, અર્થાત્ આધાકર્મ, શય્યાતર=વસતિથી સંસારસાગરને તરે તે શય્યાતર, અર્થાત્ સાધુને મકાન આપનાર. શય્યાતરનો પિંડ=ભિક્ષા તે શય્યાતરપિંડ. રાજપિંડ=રાજાની ભિક્ષા. કૃતિકર્મ=વંદન. વ્રત=મહાવ્રતો. યેઇ=રત્નાધિક. પ્રતિક્રમણ આવશ્યક કરવું. (માસ=એક સ્થાને એક માસ સુધી રહેવું.) પર્યુષણ સર્વથા એક સ્થાને રહેવું.
સામાન્યથી આ દશ કલ્પ સાધુઓની યોગ્યતા મુજબ વિધિ-નિષેધથી સ્થિત (-નિયત) અને અસ્થિત (-અનિયત) હોવાથી ઓઘકલ્પ કહેવાય છે. વિશેષથી આ દશ કલ્પ પહેલા અને છેલ્લા જિનના સાધુઓને સ્થિત છે (બાવીસ જિનના સાધુઓને છ કલ્પ અસ્થિત અને ચાર કલ્પ સ્થિત છે.) (૧૭/૬)
(સટીક પંચાશકપ્રકરણના આ.શ્રીરાજશેખરસૂરિજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર)
ગુરુ બાર પ્રકારના તપને આચરે છે. તેમનું સ્વરૂપ પહેલી છત્રીસીની વૃત્તિમાં કહ્યું છે. ગુરુ છે આવશ્યકોને બરાબર જાણે છે, પ્રરૂપે છે અને કરે છે. તેમનું સ્વરૂપ ચોથી છત્રીસીની વૃત્તિમાં વર્ણવ્યું છે. આમ ગુરુના છત્રીસ ગુણો થાય છે. આ શ્લોકનો ભાવાર્થ પૂર્વે પ્રવચનસારોદ્ધારની ગુરુગુણછત્રીસીઓ બતાવતી વખતે ૫૪૯ મા શ્લોકમાં અને તેની વૃત્તિમાં કહ્યો છે. (૬૦૬)
ગુરુ અઢાર પાપસ્થાનકોને ત્યજે છે. અઢાર પાપસ્થાનકોનું સ્વરૂપ ઓગણીસમી છત્રીસીની વૃત્તિમાં બતાવ્યું છે. ગુરુ સાધુની બાર પ્રતિમાઓને ધારણ કરે છે. તેમનું સ્વરૂપ સોળમી છત્રીસીની વૃત્તિમાં વર્ણવ્યું છે. ગુરુ છ વ્રતોનું રક્ષણ કરવામાં ધીર હોય છે. છ વ્રતોનું સ્વરૂપ પાકિસૂત્રમાં અને તેની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે - | ‘તે આ પ્રમાણે - સર્વ હિંસાથી અટકવું, સર્વ જૂઠથી અટકવું, સર્વ ચોરીથી અટકવું, સર્વ મૈથુનથી અટકવું, સર્વ પરિગ્રહથી અટકવું, સર્વ રાત્રીભોજનથી અટકવું.
સર્વ હિંસા એટલે ત્રસ, સ્થાવર, સૂક્ષ્મ, બાદર બધા જીવોની હિંસા અને કરણ, કરાવણ તથા અનુમોદનથી થતી હિંસા. અથવા દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી હિંસા. દ્રવ્યથી હિંસા એટલે છ જવનિકાયની હિંસા, ક્ષેત્રથી હિંસા એટલે ત્રણે લોકમાં થતી હિંસા, કાળથી હિંસા એટલે ત્રણે કાળમાં થતી હિંસા, ભાવથી હિંસા એટલે રાગ-દ્વેષથી થતી હિંસા. હિંસા એટલે જીવના પાંચ ઇન્દ્રિય, ત્રણ બળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્યરૂપ પ્રાણોને જીવથી જુદા કરવા તે. અટકવું એટલે સમ્યજ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક પાછું ફરવું. (૧)