________________
૧૦૬૮
ચાર પ્રકારનો વિનય (૨) શ્રુત વિનયઃ સૂત્રગ્રહણ - અર્થશ્રવણ - હિત – સમસ્ત વાચનાત્મક ચાર પ્રકારે છે. હિત એટલે યોગ્યતાના અનુસાર વાચના આપે, નિઃશેષ એટલે સમાપ્તિ સુધી.
(૩) વિક્ષેપણા વિનય : (૧) મિથ્યાત્વ વિક્ષેપણથી મિથ્યાદૃષ્ટિને સ્વસમયમાં સ્થાપવો. (૨) સમ્યગુદૃષ્ટિને વળી આરંભ વિક્ષેપણથી ચારિત્રમાં સ્થાપવો. (૩) ધર્મથી ટ્યુત થયેલાને ધર્મમાં સ્થાપવો. (૪) સ્વીકારેલા ચારિત્રવાળા બીજાને અથવા પોતાને અનેષણીયાદીના નિવારણ વડે હિતને માટે અભ્યત્થાન કરાવવું. આમ વિક્ષેપણાવિનય ચાર પ્રકારે છે.
તથા (૪) દોષ નિર્યાત વિષયક વિનયઃ (૧) ક્રોધીનો ક્રોધ દૂર કરાવવો (૨) વિષયાદિ દોષથી દુષ્ટના દોષોને દૂર કરવા (૩) પરશાસ્ત્રની કાંક્ષાવાળાની કાંક્ષાનો નાશ કરવો (૪) અને પોતાના દોષના વિરહથી આત્મપ્રણિધાન કરવું. આ પ્રમાણે દોષનિર્ધાતવિનય છે.
આ પ્રમાણે પોતાના અને પરના કર્મોને વિશેષ પ્રકારે દૂર કરે તે વિનય. આ તો માત્ર દિશાસૂચન છે. વળી વિશેષ તો વ્યવહારભાષ્ય વગેરેથી જાણવા યોગ્ય છે. આ મળેલા છત્રીસ ગુણો છે તે ગણીના હોય છે. આ પ્રમાણે ગાથાર્થ છે. (૨૯) (૧૪૩)”
(સટિક સમ્યકત્વપ્રકરણના મુનિશ્રી પુણ્યકીર્તિવિજયજી મ. સંપાદિત ભાવાનુવાદમાંથી સાભાર)
ગુરુ આ ચાર પ્રકારના વિનયોમાં પ્રવર્તે છે, એટલે કે તેઓ ચારે પ્રકારના વિનયોનો પ્રયોગ કરે છે. આમ છત્રીસ ગુણોથી અલંકૃત ગુરુ શોભો. (૩૭)
આમ છત્રીસમી છત્રીસી સમાપ્ત થઈ.
___ जं जं समयं जीवो, आविसइ जेण जेण भावेण । सो तम्मि तम्मि समये, सुहासुहं बंधए कम्मं ॥
જીવ જે જે સમયે જે જે ભાવવાળો થાય છે, તે તે સમયે તે શુભ કે અશુભ કર્મ બાંધે
છે.