________________
અન્ય ગ્રન્થોમાં બતાવેલ ગુરુગુણછત્રીસીઓ
૧૧૦૭ ગાથાર્થ - ટીકાર્ય - અથવા બીજી રીતે પણ ગુરુના છત્રીસ ગુણો થાય, તે બતાવે છે.
નિઃશંકિત વગેરે દર્શનાચારના આઠ ભેદ, કાળ-વિનય વગેરે જ્ઞાનાચારના આઠ ભેદ, સમિતિ વગેરે ચારિત્રાચારના આઠ ભેદ અને બાહ્ય-અત્યંતરરૂપ છ-છ પ્રકાર તપના બાર ભેદ મેળવતા છત્રીસ ભેદો થાય છે. તે છત્રીસગુણોને આચરનાર આચાર્ય હોય છે. (૫૪૮)
ગાથાર્થ - બીજી રીતે ચાર આદિ આઠ સંપદા તથા દશ પ્રકારની સ્થિતકલ્પ, બાર પ્રકારનો તપ અને છ પ્રકારના આવશ્યક-એ છત્રીસ આચાર્યના ગુણો છે. (૫૪૯)
ટીકાર્થ - હવે બીજી રીતે પણ ગુરુના છત્રીસ ગુણો કહે છે.
પૂર્વમાં વર્ણવેલ આચારશ્રુત વગેરે પોતાના પેટા ભેદોની વિવક્ષા વગર આઠ ગણિસંપદા, અચલક, ઔદેશિક, શય્યાતર, રાજપિંડ, કૃતિકર્મ, વ્રત, જયેષ્ઠ, પ્રતિક્રમણ, માસકલ્પ અને પર્યુષણાકલ્પ-એ દશ પ્રકારનો સ્થિતકલ્પ છે, જેનું સ્વરૂપ આગળ કહેવાશે.
બાર પ્રકારનો તપ પૂર્વે કહ્યો છે.
સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ગ, પ્રત્યાખ્યાનરૂપ છે આવશ્યકો. આ બધાને ભેગા કરતા ગુરુના છત્રીસ ગુણો થાય.
અહીં બીજી પણ છત્રીસીઓ થાય છે. તે ગ્રંથવિસ્તારના ભયથી કહેતા નથી. કંઈક ઉપયોગી અને પ્રસિદ્ધ એવી આ છત્રીસી કહીએ છીએ -
૧.દેશયુક્ત, ૨.કુલયુક્ત, ૩. જાતિયુક્ત, ૪. રૂપયુક્ત, ૫. સંઘયણવાળા, ૬. પૈર્યવાળા, ૭. અનાશંસી, ૮. અવિકલ્પી, ૯. અમાયી, ૧૦. સ્થિરપરિપાટીવાળા, ૧૧. ગૃહીતવાક્યવાળા, ૧૨ જિતપર્ષદી, ૧૩. જિતનિદ્રાવાળા, ૧૪. મધ્યસ્થ, ૧૫-૧૬-૧૭ દેશ-કાળ અને ભાવને જાણનાર, ૧૮. લબ્ધિપ્રતિભાવાળા, ૧૯. જુદા-જુદા દેશની ભાષા જાણનાર, ૨૦થી ૨૪ પાંચ પ્રકારના આચારવાળા, ૨૫. સૂત્રાર્થ તદુભયની વિધિ જાણનાર, ૨૬-૨૯. ઉદાહરણ, હેતુ, ઉપનય અને નયમાં નિપુણ, ૩૦. ગ્રાહણા કુશલ, ૩૧. સ્વસમય-જૈનશાસ્ત્રને જાણનાર, ૩૨. પર-શાસ્ત્રના જાણકાર, ૩૩. ગંભીર, ૩૪. દીપ્તિમાન, ૩૫. શિવ, ૩૬. સૌમ્ય વગેરે સેંકડો ગુણયુક્ત ગુરુ પ્રવચનના સારને કહેવા માટે યોગ્ય છે. તેની વ્યાખ્યા નીચે પ્રમાણે છે -
૧. દેશયુક્ત એટલે મધ્યદેશમાં અથવા સાડાપચ્ચીસ આર્યદેશોમાં ઉત્પન્ન થયેલ હોય તે. દેશયુક્ત જ આર્યદેશમાં કહેલ વસ્તુને જાણે છે. તેથી સુખપૂર્વક બધા શિષ્યો તેની પાસે ભણી શકે છે.
૨. પિતાના વંશ સંબંધી હોય તે કુલ કહેવાય, લોકમાં પણ વ્યવહાર છે, કે આ ઇવાકુકુલમાં ઉત્પન્ન થયેલ છે, તેથી તે કુલવાન સ્વીકારેલ અર્થ (કાર્ય)ને પૂર્ણ કરનાર થાય છે.