________________
બત્રીસ પ્રકારની ગણિસંપત્તિ
૧૦૬૧ ૧. વાદી, ૨. મધુરવચન, ૩. અનિશ્રિતવચન, ૪. સ્પષ્ટવચન.
૧. બોલવું તે વાદ કહેવાય, તે પ્રશસ્ત અને અતિશય યુક્ત જેને હોય, તે વાદી કહેવાય એટલે આદેયવચનવાળા હોય.
૨. શ્રેષ્ઠ અર્થ પ્રતિપાદક, કોમળ, સુસ્વર, ગંભીરતા વગેરે ગુણ યુક્ત હોવાથી સાંભળનારના મનને આનંદ કરનાર, વચન જેને હોય તે મધુરવચની.
૩. રાગ-દ્વેષ વગેરેથી અનિશ્રિત એટલે અકલુષિત જેનું વચન તે અનિશ્ચિતવચન. ૪. ફુટ એટલે સ્પષ્ટ, બધાયને સમજાય એવું જે વચન તે ફુટવચન કહેવાય.
બીજા ગ્રંથોમાં ૧. આદેયવચનતા, ૨. મધુરવચનતા, ૩. અનિશ્રિતવચનતા, ૪. અસંદિગ્ધવચનતા પણ નામ છે. એનો અર્થ પૂર્વોક્ત પ્રમાણે જ જાણવો. (૫૪૪)
ગાથાર્થ - ૫. વાચના સંપદા :- ૧. યોગ્ય વાચના, ૨. પરિણત વાચના, ૩. નિર્યાપક, ૪. નિર્વાહક ૬. મતિ સંપદા :- ૧. અવગ્રહ, ૨. ઇહા ૩. અપાય, ૪. ધારણા એમ ચાર પ્રકારે છે.
ટીકાર્ય - ૫. વાચનાસંપદા : વાચનસંપદા ચાર પ્રકારે છે.
૧. યોગ્ય વાચના એટલે પારિણામિક વગેરે ગુણોયુક્ત શિષ્યોને જાણી, જેને જે યોગ્ય હોય, તેને તે સૂત્રનો ઉદ્દેશ અથવા સમુદેશ આપે તે યોગ્ય વાચના કહેવાય. અપરિણામી વગેરેમાં અપક્વ ઘડામાં રાખેલ પાણી વગેરેની જેમ દોષનો સંભવ હોવાથી તેવાને વાચના ન આપવી તે યોગ્યવાચના.
૨. પૂર્વમાં આપેલ સૂત્રના આલાવાને શિષ્યને સારી રીતે સમજાવી, બીજા બીજા આલાવાની વાચના આપવી તે પરિણત વાચના.
૩. નિર્યાપયિતા એટલે નિર્વાહક, શિષ્યને ઉત્સાહિત કરી ગ્રંથને ઝટ પૂરો કરે પણ વચ્ચે ન છોડી દે.
૪. નિર્વાહણ એટલે પૂર્વાપરના સંબંધને સંગત કરીને સ્વયં જાણે અથવા બીજાને કહીને સમ્યમ્ અર્થ જણાવે.
અન્ય ગ્રંથોમાં તો આ પ્રમાણે કહ્યું છે. ૧. વિદિત્વોદેશ ૨. વિદિવાસમુદેશ એટલે પરિણામિકાદિ શિષ્યને જાણી ઉદ્દેશ-સમુદેશ કરે. ૩. પરિનિર્વાપ્ય વાચના એટલે પૂર્વમાં આપેલ આલાવાને જાણી, ફરી શિષ્યને સૂત્રદાન કરે. ૪. અર્થ નિર્માપણા એટલે પૂર્વાપર સંબંધ દ્વારા અર્થની જાણકારી મેળવવી.