________________
૧૦૬૨
બત્રીસ પ્રકારની ગણિસંપત્તિ ૬. અતિસંપદા:
મતિ સંપદા ચાર પ્રકારે છે. ૧. અવગ્રહ, ૨. ઈહા, ૩. અપાય અને ૪. ધારણા - આનું સ્વરૂપ બસો સોળમા (૨૧૬) દ્વારમાં આગળ કહેશે. (૫૪૪)
(જે પૂર્વમાં શ્રુતાભ્યાસ વડે ભાવિત બુદ્ધિના કારણે વ્યવહાર કાલે ઉપયોગ વખતે અશ્રુતાનુસારે જે જ્ઞાન ઉત્પન્ન થાય, તે શ્રતનિશ્રિત-તે ચાર પ્રકારે છે. ૧. અવગ્રહ, ૨. ઈહા, ૩. અપાય, ૪. ધારણા.
અવગ્રહ, વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ એમ બે પ્રકારે છે. જેના વડે શબ્દ વગેરે અર્થ - પદાર્થો પ્રગટ એટલે ખુલ્લા થાય, તે વ્યંજન. કદંબ, પુષ્પ વગેરે આકારરૂપ ઉપકરણેદ્રિયવાળી કાન, નાક, જીભ, સ્પર્શરૂપ ઇન્દ્રિયની સાથે શબ્દ, ગંધ, રસ, સ્પર્શરૂપ પરિણમેલ દ્રવ્યોનો જે પરસ્પરનો જે પહેલો ફક્ત સ્પર્શરૂપ જે સંબંધ તે વ્યંજનાવગ્રહ, ઇન્દ્રિયવડે પણ અર્થ પ્રગટ થતો હોવાથી ઇન્દ્રિય પણ વ્યંજન કેહવાય છે. તેથી ઇન્દ્રિયરૂપ વ્યંજનવડે વિષયસંબંધરૂપ વ્યંજનનું જે અવગ્રહણ એટલે પરિચ્છેદન જાણવું, તે વ્યંજનાવગ્રહ કહેવાય છે. અહીં બે વ્યંજનમાંથી એક વ્યંજનનો લોપ થવાથી વ્યંજનાવગ્રહ કહેવાય. તે “આ કંઈક છે” એવા અવ્યક્ત જ્ઞાનરૂપ અર્થાવગ્રહથી પણ નીચી કક્ષાનું અવ્યક્તતરજ્ઞાનમાત્ર છે. આ વ્યંજનાવગ્રહ આંખ અને મનને છોડી ચાર ઇન્દ્રિયના ભેદે ચાર પ્રકારે છે. આંખ અને મન અપ્રાપ્યકારી હોવાથી વિષય સંબંધ ન હોવાના કારણે એ બેનો વ્યંજનાવગ્રહ હોતો નથી. વ્યંજનાવગ્રહ, ઇન્દ્રિય અને વિષયના સંબંધથી થતો હોવાથી આ બે ઇન્દ્રિયનો એટલે આંખ અને મનનો વ્યંજનાવગ્રહ હોતો નથી.
અર્થત ઇતિ અર્થ = જે ઇચ્છાય તે અર્થ, એટલે પદાર્થ. તે અર્થના શબ્દ, રૂપ વગેરે ભેદોમાંથી કોઈ પણ એક ભેદનું કોઈપણ નિશ્ચય-નિર્ધાર વગર સામાન્યરૂપે જે ગ્રહણ કરવું, જ્ઞાન કરવું તે અર્થાવગ્રહ. જેમકે “આ કંઈક છે” એ રૂપે ગ્રહણ કરવું તે અર્થાવગ્રહ અવ્યક્તજ્ઞાનરૂપે છે. તે મન અને પાંચ ઇન્દ્રિય સહિત છ પ્રકારે ઉત્પન્ન થતો હોવાથી છ પ્રકારે છે.
અવગ્રહિત કરેલ વસ્તુને ““આ શું છે” ? લાકડાનું ઠુંઠું જ છે, પુરુષ નહીં. વગેરે રૂપ વસ્તુના ધર્મોને શોધવા રૂપ જે જ્ઞાનચેષ્ટા, તે ઈહા. કહ્યું છે કે, “આ જંગલ છે, સૂર્ય અસ્ત થઈ ગયો છે. માટે અહીં માનવ ન હોઈ શકે. તથા આ પક્ષી વગેરે વડે સેવાઈ રહ્યું છે. માટે કામદેવના શત્રુ શંકરની સમાન નામવાળું (ટૂંઠું) લાગે છે. એટલે શંકરના લિંગ સમાન ઠુંઠું) દેખાય છે ૧. વગેરે રૂપ અન્વય (હોય તેવા) ધર્મોના સ્વીકારપૂર્વક અને વ્યતિરેક (ન હોય તેવા) ધર્મોનો ત્યાગ કરવા દ્વારા જે જ્ઞાન વિશેષ પ્રાપ્ત કરાય, તે ઈહા. તે હા પણ મન