________________
અઢાર પાપસ્થાનકો
૧૦૬૩ અને પાંચ ઇન્દ્રિય-એમ છ પ્રકારવડે ઉત્પન્ન થતી હોવાથી છ પ્રકારે ઈહા છે.
ઈહિત કરેલ પદાર્થોનો “આ સ્થાણુ એટલે ઠુંઠું છે.” એવો જે નિશ્ચયાત્મક બોધવિશેષ, તે અપાય. એ પણ આગળની જેમ જ પ્રકારે છે.
નિશ્ચિત કરેલ પદાર્થને જ ભૂલી ન જવાય તે રીતે યાદ રાખવારૂપ જે વાસના સ્વરૂપે ધારવું તે ધારણા. તે પણ આગળની જેમ જ પ્રકારે છે. આ પ્રમાણે અર્થાવગ્રહ વગેરે ચારેના દરેકના છ-છ પ્રકારો હોવાથી તથા વ્યંજનાવગ્રહના ચાર ભેદો એમાં ઉમેરતા ઋતનિશ્ચિત મતિજ્ઞાનના અઢાવીસ ભેદો થાય છે.)
ગાથાર્થ - ૧. શક્તિ, ૨. પુરુષ, ૩. ક્ષેત્ર અને ૪. વસ્તુ, જાણીને વાદ કરે તે પ્રયોગમતિ. ૧. ગણને યોગ્ય વસ્તુનું ગ્રહણ, ૨. સંસક્ત, ૩. સ્વાધ્યાય, ૪. શિક્ષા એ સંગ્રહપરિજ્ઞાનાં ચાર પ્રકાર છે. (૫૪૬)
ટીકાર્થ - ૭. પ્રયોગમતિસંપદા: વાદ વગેરેના પ્રયોજનની સિદ્ધિ માટેનો જે વ્યાપાર તે પ્રયોગ. તે પ્રયોગ વખતે વસ્તુની પરીક્ષા કરવી તે પ્રયોગમતિ. તે ચાર પ્રકારે છે. ૧. શક્તિ, ૨. પુરુષ, ૩. ક્ષેત્ર અને ૪. વસ્તુને જાણીને વાદ કરે.
૧. શક્તિ એટલે વાદ વગેરેના પ્રસંગે આ વાચાળ વાદીને જીતવાની મારામાં શક્તિ છે કે નહિ – એ પ્રમાણે પોતાની શક્તિનો વિચાર કરવો.
૨. પુરુષજ્ઞાન એટલે આ વાદી પુરુષ બૌદ્ધ છે, સાંખ્ય છે કે વૈશેષિક છે, પ્રતિભાવાળો છે કે પ્રતિભા વિનાનો છે, વગેરે વિચારવું.
૩. ક્ષેત્રવિચારણા એટલે કે આ ક્ષેત્ર માયાવી છે કે સરલ, સાધુ-ભાવિત છે કે અભાવિત છે, વગેરે વિચારવું.
૪. વસ્તુજ્ઞાન એટલે શું આ રાજા, મંત્રી કે સભાસદ વગેરે કઠોર છે કે કોમળ અથવા ભદ્રિક છે કે અભદ્રિક છે, તેની વિચારણા. ૮. સંગ્રહપરિજ્ઞાસંપદાઃ
સંગ્રહ એટલે સ્વીકાર અને પરિજ્ઞાન એટલે કહેવું. એટલે કે સ્વીકારવાનું કથન તે સંગ્રહપરિજ્ઞાન. તે ચાર પ્રકારે છે.
૧. ગણ યોગ્ય એટલે બાલ, દુર્બળ, ગ્લાન આદિ ઘણા સાધુઓનો સમુદાય તે ગણ એટલે ગચ્છ. તેના નિર્વાહ યોગ્ય ક્ષેત્રનું ગ્રહણ, તે ગણયોગ્ય ઉપસંગ્રહ સંપદા.