________________
તેત્રીસ પ્રકારની આશાતનાઓ
૧૦૪૭ ૨૫. “અહો...પૂજ્ય ગુરુભગવંતે કેવું સરસ વ્યાખ્યાન કર્યું.” એ પ્રમાણે પ્રસન્નમને અનુમોદના ન કરે તો આશાતના થાય. (૧૪૪–૧૪૫)
ગાથાર્થ - ટીકાર્ચ - ૨૬. ગુરુ વ્યાખ્યાન કરતા હોય ત્યારે તેમને કહે કે, “આ અર્થ તમને બરાબર યાદ નથી” અથવા ““આ પ્રમાણે આ અર્થ નથી થતો.” આ પ્રમાણે કહે તો આશાતના થાય.
૨૭. ગુરુ વ્યાખ્યાન કરતા હોય ત્યારે “આ વાત હું તમને સારી રીતે કહીશ.” આ પ્રમાણે બોલી ગુરુના વ્યાખ્યાનનો ભંગ કરે તો આશાતના થાય. (૧૪૬)
ગાથાર્થ - ટીકાર્ચ - ૨૮. ગુરુ વ્યાખ્યાન કરતા હોય અને સાંભળીને પર્ષદા પ્રસન્ન થઈ હોય, ત્યારે શિષ્ય વચમાં આવીને કહે ““હવે ગોચરીનો સમય થયો છે, સૂત્રપોરિસિનો ટાઈમ થયો છે” વગેરે. આમ કહેવા દ્વારા વ્યાખ્યાન સભાનો ભંગ કરે તો આશાતના થાય.
૨૯. ગુરુએ વ્યાખ્યાન પૂરું કર્યું હોય, પણ સભા ઊભી ન થઈ હોય ત્યારે પોતાની હોશિયારી વગેરે બતાવવા માટે ફરી ગુરુએ કહેલા અર્થનું જ વારંવાર સવિસ્તાર વ્યાખ્યાન કરે તો આશાતના થાય. (૧૪૭)
ગાથાર્થ - ટીકાર્ય - ૩૦. ગુરુના સંથારા કે શયા વગેરેને પગ લગાડે અથવા રજા વગર હાથ વગેરેથી અડીને મિચ્છામિ દુક્કડ ન આપે તો આશાતના થાય. દેહ પ્રમાણ શય્યા અને અઢી હાથ પ્રમાણ સંથારો હોય.
આગમમાં કહ્યું છે કે, “ગુરુની ઉપધિને પગ લાગી જાય તો કહે કે મારો અપરાધ ખમો. ફરીવાર આવું નહીં કરું.” (૧૪૮)
ગાથાર્થ - ટીકાર્ય - ૩૧. ગુરુની શયામાં, સંથારામાં ઊભો રહે, બેસે અથવા સૂવે તો આશાતના થાય.
૩૨. ગુરુની સમક્ષ ઊંચા આસને બેસે, ઊભો રહે, સૂવે તો આશાતના થાય. ૩૩. ગુરુની સમાન આસને બેસે, સૂવે, ઊભો રહે તો આશાતના થાય. (૧૪૯)
(સટીક પ્રવચનસારોદ્ધારના મુનિશ્રી અમિતયશવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર)
ગુરુ આ તેત્રીસ પ્રકારની આશાતનાઓના વર્જનને યોગ્ય હોય છે, એટલે કે ગુરુના વિષયમાં આ તેત્રીસ પ્રકારની આશાતનાઓ ન કરવી.