________________
૧૦૪૬
તેત્રીસ પ્રકારની આશાતનાઓ દ્રવ્યોને પોતે આસક્તિપૂર્વક વાપરે તો આશાતના થાય.
૧૯. આચાર્ય મહારાજ બોલાવે તો સાંભળે નહીં તો આશાતના થાય. પ્રશ્ન :- અપ્રતિશ્રવણ દ્વાર તો પહેલા આગળ કહી ગયા છો, તો ફરી કેમ કહો છો?
જવાબ:- આ અપ્રતિશ્રવણ સામાન્યથી દિવસને આશ્રયીને જાણવું. જે આગળ કહ્યું છે તે રાત્રીના અંધકારમાં હું જાણું છું કે ઊંઘું છું તેમ મને કોઈ જાણશે નહિ' – એમ માનીને જવાબ ન આપે છે. આ બે વચ્ચેનો તફાવત છે. (૧૩૯-૧૪૧)
ગાથાર્થ - ટીકાર્ચ - ૨૦. “ખદ્ધ” એટલે “ઘણું” કહેવાય. “ખર” એટલે અતિશય. કર્કશ એટલે પરુષ, કઠોર. અતિશય કઠોર અને મોટા અવાજપૂર્વક રત્નાધિક ગુરુ વગેરેને જેમ તેમ ઘણું બોલે, તો આશાતના થાય.
૨૧. રત્નાધિકે બોલાવ્યું છતે જ્યાં બેઠો હોય ત્યાંથી જ જવાબ આપે પણ નજીક આવીને જવાબ ન આપે, તો આશાતના થાય. (૧૪૨)
ગાથાર્થ - ટીકાર્ય - શિષ્યને ગુરુ બોલાવે ત્યારે ગુરુની પાસે ગયા વિના સાંભળે અને જવાબ આપે.
૨૨. આચાર્ય મહારાજ બોલાવે ત્યારે “શું છે? શું કહો છો ?' એમ કહે તો આશાતના લાગે. માટે નજીક જઈ “મFણ વંદામિ” બોલીને આગળ વાત કરે. (૧૪૩)
ગાથાર્થ - તું મને પ્રેરણા કરનાર કોણ? એ પ્રમાણે તુકારો કરે તથા ગુરુએ જે વાત કરી હોય તે જવાબ સામે કરી ગુરુનું અપમાન કરે તો આશાતના થાય.
હે આર્ય ! ગ્લાનની સેવા કેમ નથી કરતો?' શિષ્ય સામે બોલે, “તમે કેમ નથી કરતા?” રત્નાધિક ધર્મકથા કરતા હોય તો પોતાના મનને દુભવે. (૧૪૪–૧૪૫)
ટીકાર્ચ - ૨૩. શિષ્ય રત્નાધિકને તુકારાથી બોલાવે “તું મને કહેનાર કોણ?” વગેરે કહેવાથી ગુરુની આશાતના થાય. માટે શિષ્ય ગુરુઓને શ્રીભગવન્, શ્રીપૂજ્ય, આપ વગેરે શબ્દથી બોલાવવા જોઈએ.
૨૪. શિષ્ય રત્નાધિકને તેમના વચન વડે જ સામે જવાબ આપે. (ચાળા પાડે). જેમકે આચાર્યે શિષ્યને કહ્યું કે, “હે આર્ય! ગ્લાનની ભક્તિ કેમ કરતો નથી?” ત્યારે શિષ્ય કહે કે “તમે જ કેમ ભક્તિ નથી કરતા?” આચાર્ય કહે કે, “તું આળસુ છે.” ત્યારે શિષ્ય કહે, તમે જ આળસુ છો.” આ પ્રમાણે સામે બોલવાથી આશાતના થાય.