________________
આઠ પ્રકારના પ્રભાવકો
૯૫૫ રાજગણસમ્મત એટલે જે રાજા વગેરે લોકોને માન્ય હોય તે – આમ બીજી રીતે આઠ પ્રભાવકો જિનશાસનની પ્રભાવના કરે છે. (૩૮)
જો કાળ વગેરેની વિષમતાને લીધે આ સિદ્ધિઓ ન હોય તો શાસનની પ્રભાવના શી રીતે થાય છે? તે કહે છે.
બધા પાસે આ પૂર્વે કહેલી લબ્ધિઓ હોતી નથી. અતિશય વિનાના આ કાળમાં વિશેષ કરીને આ લબ્ધિઓ હોતી નથી. ત્યારે યાત્રા, પૂજા, અભયદાનની ઘોષણા, દાનશાળાના પડદની ઘોષણા વગેરે લોકોના મનને આનંદ પમાડનારા, જિનેશ્વર ભગવાન અને સાધુભગવાનના નિમિત્તે થનારા, મન-વચન-કાયાની વિશુદ્ધિથી કરાયેલા બધા અનુષ્ઠાનો પ્રભાવના છે. યાત્રા એટલે શ્રી શત્રુંજય વગેરે મહાતીર્થોમાં ચતુર્વિધ સંઘ સાથે ઉત્સવપૂર્વક જવું. અથવા યાત્રા એટલે યુગપ્રધાન વગેરેને વંદન કરવા માટે ઋદ્ધિપૂર્વક સામે જવું. પૂજા એટલે પુષ્પો વગેરે વડે અરિહંતની પૂજા અથવા ગુરુદેવોને વંદન કરવા, તેમની સેવા કરવી તે. (૩૯)
હરિભદ્રસૂરિજીએ રચેલ સંબોધપ્રકરણમાં પણ બીજી રીતે આઠ પ્રભાવકો આ રીતે બતાવ્યા છે –
૧ અતિશેષઋદ્ધિ, 2 ધર્મકથી, ૩ વાદી, ૪ આચાર્ય, ૫ ક્ષપક, ૬ નૈમિત્તિક, ૭. વિદ્યાવાન, અને ૮ રાજા અને ગણને સંમત – આ આઠ તીર્થની પ્રભાવના કરે છે. (૯૨૯)
અહીં અતિશેષ એટલે અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, આમર્ષોષધિ વગેરે અતિશયો. તે અથવા તેના વડે ઋદ્ધિ છે જેની તે અતિશેષઋદ્ધિ, એટલે કે અતિશયોરૂપી ઋદ્ધિવાળા અથવા અતિશયો વડે ઋદ્ધિવાળા. રાજસમ્મત એટલે રાજાને વહાલા. ગણસમ્મત એટલે મહાજન વગેરેને માન્ય. શેષ ગાથાનો અર્થ સ્પષ્ટ છે.
પ્રભાવકો આઠ પ્રકારના હોવાથી પ્રભાવકપણે પણ આઠ પ્રકારનું છે. ગુરુ આ આઠ પ્રકારનું પ્રભાવકપણું બતાવીને જિનશાસનની પ્રભાવના કરે છે. અથવા ગુરુ આ આઠ પ્રકારનું પ્રભાવકપણું લોકોને સારી રીતે સમજાવે છે. આમ છત્રીસ ગુણોથી વિભૂષિત ગુરુ જિનશાસનની પ્રભાવના કરો. (૩૦)
આમ ઓગણત્રીસમી છત્રીસી સંપૂર્ણ થઈ.