________________
પાંચ પ્રકારનું જ્ઞાન
૯૮૯ ગુરુ સિદ્ધોના આ એકત્રીસ ગુણોનું સ્વરૂપ સારી રીતે સમજાવે છે.
જેનાથી જણાય તે જ્ઞાન. તે પાંચ પ્રકારનું છે. તે આ પ્રમાણે - ૧ આભિનિબોધિકજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન:પર્યવજ્ઞાન અને ૫ કેવળજ્ઞાન. પુષ્પમાળામાં અને તેની વૃત્તિમાં કહ્યું છે –
“ગાથાર્થ - આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને પાંચમું કેવલજ્ઞાન છે. (૧૭)
ટીકાર્ય - આભિનિબોધિકજ્ઞાન - આભિનિબોધિક શબ્દમાં અભિ, નિ અને બોધ એમ ત્રણ શબ્દો છે. અભિ શબ્દ અભિમુખ અર્થમાં છે. નિ શબ્દ રૈયત્ય અર્થમાં છે. અભિમુખ અને નિયત જે બોધ તે અભિનિબોધ. અભિમુખ એટલે જેનો બોધ કરવાનો છે તે વસ્તુઓ ગ્રહણયોગ્ય નિયત દેશમાં રહેલી હોવી જોઈએ એવી અપેક્ષા રાખનાર. નિયત એટલે પાંચ ઇન્દ્રિયોને આશ્રયીને પોતપોતાના વિષયને ગ્રહણ કરવાના પરિણામને પામેલો બોધ. અર્થાતુ પાંચ ઇન્દ્રિયો અને મનરૂપ નિમિત્તથી થનારો વસ્તસંબંધી બોધવિશેષ તે અભિનિબોધ. અભિનિબોધ શબ્દને વ્યાકરણના નિયમથી સ્વાર્થમાં રૂ પ્રત્યય લાગતાં આભિનિબોધિક એવો શબ્દ બન્યો.
શ્રુતજ્ઞાન - સાંભળવું તે શ્રત. શબ્દથી વ્યાપ્ત પદાર્થનો બોધવિશેષ શ્રુત છે. અર્થાત પાંચ ઇંદ્રિયો અને મનરૂપ નિમિત્તથી જ થનારો શબ્દથી નિશ્ચિત બોધ જ શ્રુતજ્ઞાન છે.
અવધિજ્ઞાન - અવધિ એટલે મર્યાદા. રૂપી દ્રવ્યોને ગ્રહણ કરવા રૂપ મર્યાદાથી થતું જ્ઞાન તે અવધિજ્ઞાન. અર્થાતુ ઇંદ્રિયો અને મનની અપેક્ષા વિના આત્માને થતો રૂપી વસ્તુઓને ગ્રહણ કરવા રૂપ સાક્ષાત્ બોધ તે અવધિજ્ઞાન.
મન:પર્યાયજ્ઞાન - સંજ્ઞી જીવો વડે કાયયોગથી મનોવર્ગણામાંથી ગ્રહણ કરાયેલા અને મનોયોગથી મનરૂપે પરિણમાવાયેલા વસ્તુવિચારણાના પ્રવર્તક દ્રવ્યો મન કહેવાય છે. મનને જાણે તે મન:પર્યાય, અર્થાત્ અઢીદ્વીપ અને બે સમુદ્રમાં રહેલા સંજ્ઞી જીવોએ વિચારેલા પદાર્થોને પ્રગટ કરવામાં તત્પર ઇંદ્રિય-મનની અપેક્ષા વિના, આત્મામાં સાક્ષાત્ પ્રવર્તેલો બોધ એ જ મન:પર્યાયજ્ઞાન છે.
કેવલજ્ઞાન - કેવલ એટલે સંપૂર્ણ. સઘળા શેયોને ગ્રહણ કરનારું હોવાથી જે જ્ઞાન સંપૂર્ણ છે તે કેવલજ્ઞાન. આ પાંચમું જ્ઞાન રૂપી-અરૂપી સઘળી વસ્તુઓને ગ્રહણ કરનારું છે. આ પ્રમાણે ગાથાનો સંક્ષેપથી અર્થ છે. વિસ્તારથી અર્થ તો આવશ્યકસૂત્ર આદિથી જાણી લેવો. (૧૭)”