________________
પાંચ પ્રકારનું જ્ઞાન
૯૯૧ વગેરે રૂપે ત્રણકાળમાં મુખ્ય એવા સમાન પરિણામવાળો, શબ્દ-અર્થના વિચારને અનુસરનારો, ઇન્દ્રિય અને મનથી થયેલ વિશેષ પ્રકારનો બોધ. શ્રત એવું જ્ઞાન તે શ્રુતજ્ઞાન.
(૩) અવધિજ્ઞાન - ગવ એટલે નીચે. જેનાથી નીચે નીચે વધુ વિસ્તારવાળી વસ્તુ જણાય છે તે અવધિ. અથવા અવધિ એટલે રૂપિ દ્રવ્યોને જ જાણવારૂપ મર્યાદા. તેનાથી જણાતું જ્ઞાન તે અવધિ. અથવા વસ્તુનો સાક્ષાત્કાર કરવાની આત્માની પ્રવૃત્તિ તે અવધિ. અવધિ એવું જ્ઞાન તે અવધિજ્ઞાન. . (૪) મન:પર્યવજ્ઞાન - પર એટલે બધી બાજુથી, અવ એટલે જાણવું. અત્ ધાતુને તુનાોિ ન ી' એ અધિકારમાં “અતી ' એ સૂત્રથી ઉણાદિ = પ્રત્યય લાગતા નવ શબ્દ બને. વન મને વેનં એ પર્યાયવાચી શબ્દો છે. પર્યવ એટલે બધી બાજુથી જાણવું. મનમાં કે મનનો પર્યવ તે મન:પર્યવ એટલે કે મનોદ્રવ્યને બધી બાજુથી જાણવું. મન:પર્યવ એવું જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન. પાઠાંતરે મન:પર્યય શબ્દ છે. તેમાં પરિ + ણ્ ધાતુને ભાવમાં અત્ પ્રત્યય લાગે છે. મનમાં કે મનનો પર્યય તે મન:પર્યય એટલે કે મનોદ્રવ્યને બધી બાજુથી જાણવું. મન:પર્યય એવું જ્ઞાન તે મન:પર્યયજ્ઞાન. પાઠાંતરે મન:પર્યાયજ્ઞાન શબ્દ છે. ત્યાં મનોદ્રવ્યોને બધી રીતે જાણે તે મનઃપર્યાય. “ખોડ' સૂત્રથી મ પ્રત્યય લાગે. મન:પર્યાય એવું જ્ઞાન તે મન:પર્યાયજ્ઞાન. અથવા પર્યાય એટલે ભેદ, ધર્મ, બાહ્ય વસ્તુને વિચારવાના પ્રકારો. મનના પર્યાયો તે મન:પર્યાયો. તેમનામાં કે તેમના સંબંધી જ્ઞાન તે મન:પર્યયજ્ઞાન.
(૫) કેવળજ્ઞાન - કેવળ એટલે એકલું, સહાય વિનાનું, કેમકે કેવળજ્ઞાન મતિજ્ઞાન વગેરેની અપેક્ષા વિનાનું છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી મતિજ્ઞાન વગેરે સંભવતા નથી. પ્રશ્ન - પોતપોતાના આવરણકર્મના ક્ષયોપશમથી પણ મતિજ્ઞાન વગેરે પ્રગટ થાય છે તો પછી પોતપોતાના આવરણકર્મનો મૂળથી નાશ થવા પર તો અવશ્ય મતિજ્ઞાન વગેરે થવા જોઈએ, ચારિત્રના પરિણામની જેમ. તો પછી મતિજ્ઞાન વગેરે સંભવતાં નથી એવું કેમ કહ્યું? કહ્યું છે કે, “દેશથી આવણકર્મ દૂર થવાથી જે મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન વગેરે થાય છે તે આવરણકર્મના સર્વથા નાશથી કેમ ન હોય ? જવાબ - મેલથી લેપાયેલા ઊંચી કોટીના મરકતમણિ વગેરેનો જ્યાં સુધી મૂળથી મેલ દૂર થતો નથી ત્યાં સુધી જેમ જેમ દેશથી મેલનો નાશ થાય છે તેમ તેમ દેશથી તેનો પ્રકાશ વ્યક્ત થાય છે, તે પણ ક્યાંક, ક્યારેક અને કોઈક રીતે – એમ અનેક પ્રકારે. તેમ બધા પદાર્થોનું જ્ઞાન કરવાના એક વાસ્તવિક સ્વરૂપવાળા, આવરણરૂપી મેલથી ઢંકાયેલા સ્વરૂપવાળા આત્માના પણ જ્યાં સુધી બધા કર્મોનો નાશ થતો નથી ત્યાં સુધી જેમ જેમ દેશથી કર્મમેલનો નાશ થાય છે તેમ તેમ દેશથી તેનું જ્ઞાન પ્રગટે છે.