________________
ઓગણત્રીસ પાપકૃતો
૯૬૫ દિવ્ય-વ્યંતર વગેરેના અટ્ટહાસ વગેરેના વિષયવાળું. (૨) ઉત્પાત-સ્વાભાવિક લોહીની વૃષ્ટિ વગેરેના વિષયવાળું. (૩) અંતરિક્ષ-ગ્રહના ભેદ વગેરેના વિષયવાળું. (૪) ભૌમ - ભૂમિનો વિકાર જોવાથી જ “આનાથી આ થશે” વગેરેના વિષયવાળું. (૫) અંગ-અંગના વિષયવાળું. (૬) સ્વર-સ્વરના વિષયવાળું. (૭) લક્ષણ-રેખા વગેરેના વિષયવાળું. (૮) વ્યંજન-મસા વગેરેના વિષયવાળું. આ દરેકના સૂત્ર, વૃત્તિ અને વાર્તિક એમ ત્રણ ભેદ છે. અંગ સિવાયના દિવ્ય વગેરેનું સૂત્ર ૭,૦૦૦ શ્લોકપ્રમાણ છે, વૃત્તિ એક લાખ શ્લોક પ્રમાણ છે અને વ્યાખ્યાન એક ક્રોડ શ્લોક પ્રમાણ છે. અંગનું સૂત્ર એક લાખ શ્લોક પ્રમાણ છે, વૃત્તિ એક ક્રોડ શ્લોક પ્રમાણ છે અને વ્યાખ્યાન અપરિમિત છે. આ વ્યાખ્યાન એ જ વાર્તિક છે. આમ ૮ x ૩ = ૨૪ ભેદ અને ગંધર્વ, નાટ્ય, વાસ્તુવિદ્યા, વૈદ્યક અને ધનુર્વિદ્યા - આમ ઓગણત્રીસ પાપશ્રુતો થયા.”
ગુરુ આ ઓગણત્રીસ પ્રકારના પાપહૃતોને સર્વથા વર્જે છે.
શોધિ એટલે પ્રાયશ્ચિત્ત. તેના ગુણો તે શોધિગુણો. તે સાત પ્રકારના છે. તે આ પ્રમાણે – ૧ લઘુતા, ૨ આહલાદજનન, ૩ આત્મપરનિવૃત્તિ, ૪ સરળતા અને શુદ્ધિ, ૫ દુષ્કરકરણ, ૬ વિનય અને ૭ નિઃશલ્યપણું. સંગરંગશાળામાં કહ્યું છે –
“એમ આલોચના નહિ આપવાથી થતા દોષોને સંક્ષેપમાં કહ્યા હવે તે આપવાથી જે ગુણો થાય છે તેને કહું છું. (૪૯૯૦)
પાંચમું પેટદ્વાર-આલોચના દેવાથી થતા ગુણો - ૧ લઘુતા, ૨ પ્રસન્નતા, ૩ સ્વ-પર નિવૃત્તિ, ૪ માયાનો ત્યાગ, ૫ આત્માની શુદ્ધિ, ૬ દુષ્કર ક્રિયા, ૭ વિનય અને ૮ નિઃશલ્યતા, એ આઠ ગુણો આલોચના દેવાથી થાય છે. (૪૯૯૧) તેમાં -
૧. લઘુતા - અહીં કર્મનો સંચય (સમૂહ) તે ભાર જાણવો, કારણ કે તે જીવોને ભાંગે છે (થકાવે છે, પરાજિત કરે છે), તે ભારથી (ભગ્ગાક) થાકેલા જીવો શિવગતિમાં જવા માટે સમર્થ થતા નથી. (૪૯૯૨) સંક્લેશ તજીને શુદ્ધ ભાવથી દોષોની આલોચના આપનારનો વારંવાર પૂર્વે એકઠો કરેલો બાંધેલો) કર્મનો તે મોટો ભાર (પણ) નાશ પામે છે. (૪૯૯૩) અને તેમ થવાથી જીવોને ભાવથી શિવગતિના કારણભૂત એવી ચારિત્રગુણની અપેક્ષાએ પરમાર્થથી મોટી (કર્મોની) લઘુતા થાય છે. (૪૯૯૪)
૨. પ્રસન્નતા - શુદ્ધ સ્વભાવવાળો મુનિ જેમ જેમ દોષોને સમ્યગૂ ઉપયોગપૂર્વક (ગુરુને) જણાવે છે, તેમ તેમ નવા નવા સંવેગરૂપ શ્રદ્ધાથી (અથવા સંવેગ અને શ્રદ્ધાથી) પ્રસન્ન થાય છે. (૪૯૯૫) “મને આ દુર્લભ ઉત્તમ વૈદ્ય મળ્યો, ભાવરોગમાં આવો વૈદ્ય મળવો દુર્લભ