________________
८४६
અઠ્યાવીસ લબ્ધિઓ આગળ કહેલ દશ લબ્ધિઓ તથા કેવલિ, ઋજુમતિ, વિપુલમતિરૂપ ત્રણ લબ્ધિ ઉમેરતા તેર લબ્ધિઓ અભવ્ય પુરુષોને ક્યારે પણ હોતી નથી. બાકીની પંદર લબ્ધિઓ અભવ્ય પુરુષોને હોય છે.
અભવ્ય સ્ત્રીઓને પણ ઉપરોક્ત તેર તેમજ ચૌદમી મધુક્ષીરાશ્રવલબ્ધિ પણ હોતી નથી. બાકીની આ ચૌદ સિવાયની લબ્ધિઓ હોય છે. (૧૫૦૬-૧૫૦૮)
(સટીક પ્રવચનસારોદ્ધારના મુનિશ્રી અમિતયશવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર) વિશેષાવશ્યકભાષ્યમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - હવે બાકીની ઋદ્ધિઓ કહે છે –
ગાથાર્થ - ૧. આમષઔષધિ, ૨. વિમુડીષધિ, ૩. શ્લેખૌષધિ, ૪. મલૌષધિ, ૫. સંભિન્નશ્રોતા, ૬. ઋજુમતિ, ૭. સર્વોષધિ, ૮. ચારણવિદ્યા, ૯. આશીવિષ, ૧૦. કેવળી, ૧૧. મન:પર્યવજ્ઞાની, ૧૨. પૂર્વધર, ૧૩. અહંન્ત, ૧૪. ચક્રવર્તી, ૧૫. બળદેવ, અને ૧૬. વાસુદેવ, એ ઋદ્ધિઓ જાણવી. (૭૭૯-૭૮૦).
ટીકાર્ય - ૧. આમષઔષધિ-હાથ વગેરેના સ્પર્શમાત્રથી જ કોઈપણ રોગીના રોગને દૂર કરવાને સમર્થ જે લબ્ધિ થાય છે. અહીં લબ્ધિ અને લબ્ધિમાનનો અભેદ ઉપચાર કરવાથી એ લબ્ધિમાન સાધુ જ આમર્ષઔષધિ કહ્યા છે.
૨. વિપુડૌષધિ, ૩. શ્લેષ્મૌષધિ, ૪. મલૌષધિ, આ લબ્ધિવાળાના ઝાડો, પેશાબ, શ્લેષ્મ (કફ) અને મેલ એ બધા સુવાસિત હોય છે, તેમજ પોતાના અથવા પરના રોગોને દૂર કરવાની બુદ્ધિથી તેનો સ્પર્શ કરતાં તે રોગો દૂર થાય છે.
૫. સંભિન્નશ્રોતલબ્ધિ - જે લબ્ધિથી શરીરના સર્વ ભાગો વડે સાંભળી શકે છે. અથવા પાંચમાંની કોઈપણ ઇન્દ્રિયવડે બાકીની સર્વ ઇન્દ્રિયવડે જાણી શકાય એવા વિષયોને જાણે તે સંભિન્નશ્રોતા કહેવાય. અથવા શ્રોત્રેન્દ્રિય ચક્ષુનું કાર્ય કરનાર થવાથી ચક્ષુપણાને પામેલ હોય, અને ચક્ષુ શ્રોત્રનું કાર્ય કરનાર થવાથી શ્રોત્રપણાને પામેલ હોય, એમ જેની સર્વઇન્દ્રિયો પરસ્પર એકરૂપતાને પામેલ હોય તે સંભિન્નશ્રોતા કહેવાય. તેમજ બાર યોજન પર્યત વિસ્તારાયેલા અને એકીસાથે બોલનારા ચક્રવર્તીના લશ્કરના શબ્દોને, તથા એકસાથે વગાડાતા તેમના વાજિંત્રોના પરસ્પર લક્ષણ અને ભેદથી જુદા જુદા એવા શબ્દો, અને ભિન્ન ભિન્ન મનુષ્યોથી થયેલા શંખ, ભેરી આદિના ઘણા શબ્દો જે એકીસાથે સાંભળે તે પણ સંભિન્નશ્રોતા કહેવાય છે. આ સંભિન્નશ્રોતાલબ્ધિ પણ ઋદ્ધિ જ છે.