________________
૯૪૮
અઠ્યાવીસ લબ્ધિઓ વધારે વધારે વિષવાળા હોય છે, કારણ કે વીંછીનું ઝેર વધારેમાં વધારે અર્ધભરતક્ષેત્રપ્રમાણ શરીરમાં વ્યાપી શકે એટલું હોય છે. સર્પનું વિષ જંબુદ્વીપપ્રમાણ શરીરમાં વ્યાપી શકે એટલું હોય છે અને મનુષ્યનું વિષ અઢીદ્વીપપ્રમાણ શરીરમાં વ્યાપી શકે એટલું હોય છે. આ સર્વ ભેદો જાતિથી આશીવિષ કહેવાય છે. પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય અને સહસ્ત્રાર સુધીના દેવો તે કર્મથી આશીવિષ છે. તપ અનુષ્ઠાનથી અથવા કોઈ બીજા ગુણથી, વીંછી-સર્પ આદિથી જે કાર્ય સાધ્ય હોય, તે તેઓ કરે છે, એટલે કે શાપ આપવાદિવડે બીજાને મારી નાંખી શકે છે. એમાં પણ દેવો અપર્યાપ્ત અવસ્થામાં એવી શક્તિવાળા હોય છે, કારણ કે તેઓ પૂર્વે મનુષ્યભવમાં ઉપાર્જિત આશીવિષલબ્ધિવાળા હોઈને સહસ્ત્રાર દેવલોક પર્વતના દેવોમાં ઉત્પન્ન થયા હોય, ત્યારે પર્યાપ્ત અવસ્થા ન થાય ત્યાં સુધી તેવી શક્તિવાળા હોય છે, તે પછી તે લબ્ધિ નથી હોતી. જો કે પર્યાપ્તા દેવો પણ શાપાદિવડે બીજાનો નાશ કરી શકે છે, તો પણ તે વખતે તેઓને લબ્ધિ છે એમ ન કહેવાય.
૧૦. કેવળીની ઋદ્ધિ એ સર્વપ્રસિદ્ધ છે.
૧૧. વિપુલમતિરૂપ મન:પર્યવજ્ઞાની, એટલે ઘણા વિશેષયુક્ત વસ્તુના વિચારોને ગ્રહણ કરે તે વિપુલમતિ અથવા સેંકડો પર્યાયો સહિત ચિત્તનીય ઘટાદિ વસ્તુવિશેષના વિચારને ગ્રહણ કરનારી મતિ તે વિપુલમતિ મન:પર્યવજ્ઞાન.
પ્રશ્ન :- સામાન્યથી એક મન:પર્યવજ્ઞાન જ અહીં કહ્યું હોત તો ચાલત, કારણ કે એ એકથી જ ઋજુમતિ અને વિપુલમતિનો સંગ્રહ થઈ જાત. વળી ઋજુમતિ અને વિપુલમતિને એક જ સ્થળે ન કહેતા જુદા જુદા સ્થળે કેમ કહ્યા?
ઉત્તરઃ- તારું કહેવું સત્ય છે, પરંતુ અતિશય જ્ઞાનીઓની વિવિધ રચના કોઈ વિશિષ્ટ કારણસર હોય છે. વળી તેમાં વિશેષતા પણ છે કે ઋજુમતિ આવેલું ચાલ્યું જાય છે, ને વિપુલમતિ તેમ નથી માટે ભેદ છે. કેવલજ્ઞાનની પછી વિપુલમતિ કહેવાનું કારણ પણ એવું સંભવે કે વિપુલમતિવાળાને જરૂર કેવલજ્ઞાન થાય છે.
૧૨. પૂર્વધરોની ઋદ્ધિ પ્રસિદ્ધ છે, કેમકે ઇન્દ્રોને પણ તેઓ પૂજય છે.
૧૩ અરિહંત, ૧૪-ચક્રી, ૧૫-બળદેવ, અને ૧૬-વાસુદેવની ઋદ્ધિઓ પણ સર્વને પ્રસિદ્ધ છે. તેથી તેનું વિવેચન નથી કરતા. (૦૭૯-૭૮૦).
એજ અર્થ ભાષ્યકાર કહે છે.
સ્પર્શ કરવાથી રોગ દૂર થાય તે આમર્ષોષધિ, ઝાડો-પેશાબ સુવાસિત હોઈને રોગ દૂર કરવાને સમર્થ હોય તે વિમુડીષધિ, બીજાઓ વિડ઼ એટલે વિષ્ઠા અને પ્ર એટલે પેશાબ એ બે