________________
૯૫૨
આઠ પ્રકારના પ્રભાવકો ‘પાંચમો શંકા વગેરે દૂષણોનો અધિકાર કહીને છઠ્ઠો પ્રભાવકનો અધિકાર કહે છે -
નિરતિચાર સમ્યક્ત્વવાળો સાધુ વિશેષ પ્રકારની તે તે લબ્ધિઓનું સામર્થ્ય હોતે છતે શ્રીજિનશાસનની પ્રભાવના કરવામાં કુશળ બુદ્ધિવાળો થાય. અહીં શ્રીજિનેશ્વર ભગવાને કહેલા સિદ્ધાંતમાં ઉલ્લાસ પામતા સમ્યગ્ જ્ઞાન વગેરે ગુણોથી વિશિષ્ટ તે પ્રભાવક આઠ પ્રકારના કહ્યા છે. (૩૧)
તે આઠ ભેદોને સ્પષ્ટ કરતા કહે છે - પ્રાવચનિક, ધર્મકથિક, વાદી, નૈમિત્તિક, તપસ્વી, વિદ્યાવાન્, સિદ્ધ અને કવિ એમ આઠ પ્રભાવક કહ્યા છે. (૩૨)
પ્રવચની પ્રભાવકનું સ્વરૂપ ગાથાના પૂર્વાર્ધથી કહે છે -
શ્રીપુંડરીકસ્વામી, શ્રીગૌતમસ્વામી વગેરેની જેમ કાળને ઉચિત શાસ્ત્રોને ધા૨ણ કરનારા અને ચતુર્વિધ શ્રીસંઘને સારા માર્ગમાં પ્રવર્તાવનારા આચાર્ય તે પ્રવચની છે. દ્વાદશાંગી રૂપ પ્રવચન જેની પાસે હોય તે પ્રવચની એટલે યુગમાં શ્રેષ્ઠ એવા આગમને ધારણ કરનારા. મોક્ષમાર્ગને ઇચ્છનારાઓએ તેમની પાસેથી પ્રવચનમાં સાંભળેલા પદાર્થોના પરિશીલનમાં યત્ન કરવો. શાસ્ત્રમાં કહ્યું છે - ‘જે કારણથી મોક્ષમાર્ગમાં આગમને છોડીને અહીં પ્રમાણ નથી તે કારણથી છદ્મસ્થોએ તેમાં જ યત્ન કરવો જોઈએ. (૧)’
પહેલા પ્રાવચનિકનું સ્વરૂપ કહીને બીજા ધર્મકથિકનું સ્વરૂપ ગાથાના ઉત્તરાર્ધથી કહે છે
જે મિથ્યાત્વની નિદ્રામાં સૂતેલા ભવ્ય જીવોને સમ્યજ્ઞાન રૂપી સૂર્યના પ્રકાશથી પ્રતિબોધ કરે છે અને જે વ્યાખ્યાનની લબ્ધિવાળો હોય છે તે ધર્મકથી ઘડામાં રહેલા દીવાની જેમ કોઈક પોતે જાણવા છતાં પણ બીજાને સમજાવી શકતો નથી, માટે પ્રવચનના વ્યાખ્યાનને યોગ્ય કહ્યો. જે ક્ષીરમખ્વાશ્રવ વગેરે લબ્ધિવાળો હોય અને હેતુ-યુક્તિ-દૃષ્ટાંતોથી બીજાને પ્રતિબોધ કરે છે તે જ ધર્મકથા કહેવા માટે યોગ્ય છે. શાસ્ત્રમાં કહ્યું છે - ‘જે હેતુવાદના પક્ષમાં હેતુથી સમજાવે અને આગમના પક્ષમાં આગમથી સમજાવે તે શાસ્ત્રોનું વ્યાખ્યાન કરનાર છે. બીજો સિદ્ધાંતનો વિરાધક છે. (૧)' માટે કથનલબ્ધિવાળો એ વિશેષણ બરાબર છે. પ્રશ્ન - જો ભવ્યો મોક્ષે જવાના છે તો એકસાથે કેમ મોક્ષે જતાં નથી ? જવાબ - તમારી વાત સારી છે. સામગ્રી ન હોવાથી તેઓ એકસાથે મોક્ષે જતાં નથી. કહ્યું છે - ‘સામગ્રી ન મળવાથી અને વ્યવહારરાશીમાં ન પ્રવેશવાથી તેવા અનંતા ભવ્યજીવો છે જેઓ મોક્ષસુખને પામતાં નથી. (૧)' આ ગાથાના ઉત્તરાર્ધનો અર્થ છે. (૩૩)
પ્રાવચનિક અને ધર્મકથિક એ બે પ્રભાવકોનું લક્ષણ કહીને ત્રીજા વાદી પ્રભાવકનું સ્વરૂપ ગાથાના પૂર્વાર્ધથી કહે છે -