________________
અઠ્યાવીસ લબ્ધિઓ
૯૪૩ શેરડીને ચરનારી એક લાખ ગાયનું દૂધ પચાસ હજાર ગાયને પીવડાવે, તેનું દૂધ બીજી અડધી ગાયને, એમ અડધી અડધી ગાયોને પીવડાવતા છેલ્લે એક ગાયને પીવડાવી તેનું દૂધ કાઢી તેની ખીર બનાવે. તેને આગમમાં “ચાતુરિક્ય' એ પ્રમાણે કહ્યું છે. તે ખીર ખાવાથી મન અને શરીર અતિ આનંદકારક થાય છે. તેમાં જેમનું વચન સાંભળવાથી મન અને શરીરને સુખકારક થાય, તે ક્ષીરાશ્રવ કહેવાય છે. ખીરની જેમ જેના વચનો બધી રીતે શ્રવે એટલે ઝરે છે, તે ક્ષીરાશ્રવ કહેવાય છે.
એ પ્રમાણે મધમાં પણ જાણવું. અહીં મધ એટલે કોઈક અતિશય સાકર વગેરેવાળું મીઠું દ્રવ્ય તે જાણવું. ઘી પણ શેરડીનો ચારો ચરનારી ગાયના દૂધમાંથી ઉત્પન્ન થયેલ અને ધીમા તાપે તપાવેલ, વિશિષ્ટ વર્ણ એટલે રંગવાળું ઘી જાણવું. ઘીના સ્વાદ જેવા મીઠા વચન બોલનાર વૃતાઢવા કહેવાય. ઉપલક્ષણથી અમૃતાઢવી, ઇક્ષુરસાશ્રવી વગેરે પણ ઉપર પ્રમાણે જાણવા.
અથવા જેના પાત્રમાં પડેલ ખરાબ અન્ન પણ ખીર, મધ, ઘી વગેરે સમાન રસ, વીર્ય એટલે શક્તિ અને વિપાક એટલે ફળ આપનારુ થાય, તે અનુક્રમે ક્ષીરાઢવી, મધ્વાશ્રવી, સપિરાશ્રવી કહેવાય છે.
કોષ્ટકબુદ્ધિલબ્ધિ - કોઠીમાં રાખેલ અનાજની જેમ જેમના સૂત્રાર્થ ભૂલાતા ન હોવાથી અને લાંબો સમય રહેતા (ટતા) હોવાથી, કોઠીમાં રહેલા અનાજની જેમ નાશ ન પામતા સૂત્રાર્થવાળા મુનિ કોઇકબુદ્ધિલબ્ધિવંત કહેવાય છે.
કોઠીમાં રહેલા અનાજ જેવી જેની બુદ્ધિ હોય, જે આચાર્યના મુખમાંથી નીકળેલ સૂત્રાર્થને તે જ રૂપ ધારણ કરે, તે સૂત્રાર્થમાં કોઈપણ કાળે જરાપણ ઓછું ન થાય, તે કોઇકબુદ્ધિલબ્ધિ કહેવાય. (૧૫૦૨)
હવે પદાનુસારીલબ્ધિ અને બીજબુદ્ધિલબ્ધિ કહે છે -
ગાથાર્થ - જે એક સૂત્રપદવડે ઘણાં સૂત્રપદોને ગ્રહણ કરી શકે તે પદાનુસારીલબ્ધિ. જે એક અર્થપદવડે (ઘણા) અર્થને પામે તે બીજબુદ્ધિ કહેવાય.
ટીકાર્ય-પદાનુસારીલબ્ધિ = જે અધ્યાપક વગેરે દ્વારા કોઈપણ એક સૂત્રપદ ભણ્યો હોય, તે સૂત્રપદવડે ઘણા સૂત્રપદોને પોતાની બુદ્ધિવડે જાણી, તે પ્રમાણે જ ગ્રહણ કરે તે પદાનુસારીલબ્ધિમાન કહેવાય.
બીજબુદ્ધિલબ્ધિ :- “ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય યુક્ત સત્' વગેરે જેવા અર્થપ્રધાનપદને મેળવી, તે એક બીજરૂપ પદવડે જે બીજા નહીં સાંભળેલ શ્રુતના પણ યથાવસ્થિત ઘણા