________________
૯૦૮
પચીસ પ્રકારનું પડિલેહણ વગેરે છ દોષો આ રીતે બતાવ્યા છે –
પાંચ પ્રકારના વેદિકાદોષો પગ પસારવા વગેરે છે. કહ્યું છે કે, (૧) પગ પસારવા, (૨) ઢીંચણની ઉપર બે હાથ રાખવા, (૩) ઢીંચણની નીચે પગની અંદર હાથ રાખવા, (૪) બે હાથ બે ઢીંચણની બહાર રાખવા અને (૫) એક હાથ બે ઢીંચણની બહાર રાખવો - આ પાંચ વેદિકાઓથી શુદ્ધ પડિલેહણ કરવું (૧)'
છ દોષો આરભટા વગેરે છે. કહ્યું છે કે, “આરટા, સંમર્દા, મોસલી, પ્રસ્ફોટના, વ્યાક્ષિપ્તા અને નર્તાપિતા - આ છ દોષો પડિલેહણમાં વર્જવા. (૧) વિપરીત રીતે પડિલેહણ કરવાથી કે જલ્દી જલ્દી અન્ય અન્ય વસ્ત્ર લેવામાં આરભટા દોષ છે. વસ્ત્રના ખૂણા અંદર હોય અને ત્યાં ઉપધિ ઉપર જ બેસીને પડિલેહણ કરવું તે સંમર્દી દોષ છે (૨) નીચે ભૂમિને, ઉપર માળીયાને અને તીરછુ દિવાલને વસ્ત્ર અડે તે મોસલી દોષ. ધૂળથી રગદોડાયેલા વસ્ત્રની જેમ વસ્ત્રને જોરથી ઝાટકવું તે પ્રસ્ફોટના દોષ છે. (૩) સૂત્ર વગેરેમાં વિચારવા વડે - શોધવા વડે જે પડિલેહણા કરી હોય તેમાં વ્યાક્ષિપ્ત દોષ છે. વસ્ત્ર અને પોતાને નચાવવાથી ચાર રીતે નર્તાપિતા દોષ થાય છે. (૪)
અહીં આરભટા વગેરે છ દોષોમાં છઠ્ઠો વેદિકાદોષ કહ્યો નથી પણ તેના સ્થાને નર્પિતદોષ કહ્યો છે. તેના પ્રતિપક્ષરૂપ અનતિવિધિનો ભાવાર્થ ઉત્તરાધ્યયનસૂત્રની ટીકામાં આ રીતે બતાવ્યો છે – “અનર્તિત એટલે વસ્ત્ર કે શરીર જે રીતે નચાવવાનું ન થાય તે. (૨૬/૨૫)
ગુરુ આ આરભટા વગેરે છ દોષોથી રહિત પડિલેહણ કરે છે.
પડિલેહણ એટલે વસ્ત્ર વગેરેમાં જીવો વગેરેને જોવા. તે પચીસ પ્રકારનું છે. તે આ પ્રમાણે – ૧ એક દષ્ટિપડિલેહણ, ૨-૭ છ પુરિમ, ૮-૧૬ નવ અખોડા અને ૧૭-૨૫ નવ પફખોડા. પ્રવચનસારોદ્ધારમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે -
ગાથાર્થ - એક દષ્ટિપડિલેહણ, નવ અખોડા, નવ પોડા, છ પુરિમ - આમ મુહપત્તિપડિલેહણ પચીસ પ્રકારનું છે. (૯૬).
ટીકાર્થ - ઉભડકપગે બેસીને મુહપત્તિને પસારીને તેનો આગળનો ભાગ આંખથી જુવે. આ એક આલોકન થયું. પછી મુહપત્તિને ફેરવીને અને જોઈને ત્રણ પુરિમ એટલે કે પ્રસ્ફોટન (ખંખેરવું) કરવા. ત્યારપછી મુહપત્તિને ફેરવીને અને જોઈને ફરી બીજા ત્રણ પુરિમ કરવા. આમ આ છ પુરિમ થયા. પછી જમણા હાથની આંગળીઓના આંતરાઓમાં મુહપત્તિના બે