________________
આરભટા વગેરે છ દોષો
૯૦૭ આરભટા એટલે વિપરીત કરવું. તે આરભટા પડિલેહણ ન કરવું, એટલે કે વિપરીત પડિલેહણ ન કરવું. અથવા આરટા એટલે જલ્દીથી આકુળ થઈને અન્ય અન્ય વસ્તુઓ લેવી છે. તેવું પડિલેહણ ન કરવું, એટલે કે જલ્દીથી અન્ય અન્ય વસ્ત્રો ન લેવા. આરભટાની વ્યાખ્યા કરી. હવે સંમર્દોની વ્યાખ્યા કરે છે – જે પડિલેહણની ક્રિયામાં વસ્ત્રના છેડા વચ્ચમાં વળી ગયા હોય તે સંમ પડિલેહણ છે. તેવું પડિલેહણ ન કરવું. અથવા ઉપધિ ઉપર બેસીને જે પડિલેહણ કરવું તે સંમ પડિલેહણ. તે ન કરવું. “સંમર્દોની વ્યાખ્યા કરી. (૧૨)
હવે મોસલીનું વર્જન બતાવતા કહે છે –
મોસલી પૂર્વે જ કહી છે. (જે પડિલેહણ ક્રિયામાં મોસલી ક્રિયા ન હોય તે અમોસલી પડિલેહણ. જેમ સાંબેલુ જલ્દીથી ઉપર લાગે છે, નીચે લાગે છે અને તીરછું (બાજુમાં) લાગે છે તેમ પડિલેહણ ન કરવું, પણ જેમ પડિલેહણ કરતા વસ્ત્ર ઉપર માળને ન લાગે, બાજુમાં દિવાલને ન લાગે અને ભૂમિને ન લાગે તેમ કરવું. (૨૬૬ મી નિયુક્તિગાથાની વૃત્તિ)) મોસલીની વ્યાખ્યા થઈ. હવે પ્રસ્ફોટનાની વ્યાખ્યા કરે છે. પ્રસ્ફોટના એટલે ધૂળથી રગદોડાયેલા વસ્ત્રની જેમ વસ્ત્રને ઝાટકવું. જેમ બીજો કોઈ ગૃહસ્થ ધૂળવાળા વસ્ત્રને ઝાટકે તેમ આ પણ ઝાટકે. પ્રસ્ફોટના ન કરવી. પ્રસ્ફોટનાની વ્યાખ્યા કરી. વિક્ષિતાની વ્યાખ્યા કરાય છે. વિક્ષિણા એટલે જેમાં વસ્ત્રને બીજે નાખવું. કહેવાનો ભાવ આવો છે – વસ્ત્રનું પડિલેહણ કરીને તેને પડદા વગેરે ઉપર નાંખે. અથવા વિલિયા એટલે જેમાં વસ્ત્રના છેડા ઊંચા નંખાય તે. તેવું પડિલેહણ ન કરવું. વિક્ષિતાની વ્યાખ્યા કરી. વેદિકાની વ્યાખ્યા કરે છે - વેદિકા પાંચ પ્રકારની છે. તે આ પ્રમાણે – ઊર્ધ્વવેદિકા, અધોવેદિકા, તીરછી વેદિકા, બન્ને બાજુ વેદિકા, એક બાજુ વેદિકા. તેમાં ઊર્ધ્વવેદિકા એટલે બે ઘૂંટણની ઉપર હાથ રાખીને પડિલેહણ કરે, અધોવેદિકા એટલે બે ઘૂંટણની નીચે હાથ રાખીને પડિલેહણ કરે, તીરછી વેદિકા એટલે સંડાસા (વાળેલા બે પગ)ની વચ્ચે હાથ લઈ જઈને પડિલેહણ કરે, બન્ને બાજુ વેદિકા એટલે બે હાથની અંદર બન્ને ઘુંટણ રાખીને પડિલેહણ કરે, એક બાજુ વેદિકા એટલે બે હાથની અંદર એક ઘુંટણને રાખીને પડિલેહણ કરે. પડિલેહણ કરતાં આ પાંચ વેદિકાઓ ન કરવી. પડિલેહણ કરતાં આ આરભટા વગેરે છ દોષો ન કરવા. (૧૬૩)'
અહીં વેદિકાદોષનો છ દોષોની અંદર સમાવેશ થઈ જતો હોવા છતા પણ તે જુદો કહ્યો છે તે તેના પાંચ પ્રકાર બતાવવા માટે અને તે પણ ગુરુગુણોની છત્રીસની સંખ્યાને પૂરવા માટે.
ગુરુગુણષત્રિશત્મઢિંત્રશિકાની સ્વોપજ્ઞટીકામાં તો પાંચ વેદિકા દોષો અને આભટા