________________
અઠ્યાવીસમી છત્રીસી હવે અઠ્યાવીસમી છત્રીસી કહે છે -
શબ્દાર્થ - સાધુના સત્યાવીસ પ્રકારના ગુણોથી ભૂષિતશરીરવાળા અને નવ કોટિથી શુદ્ધ આહાર વગેરેને ગ્રહણ કરનારા - આમ છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૨૯)
પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - જેને ઘર નથી તે અણગાર, એટલે કે મુનિ. તેના ગુણો તે અણગારગુણો. તે સત્યાવીસ પ્રકારના છે. તે આ પ્રમાણે - ૧-૬ છ વ્રતો, ૭-૧૧ પાંચ ઇન્દ્રિયોનું નિયંત્રણ, ૧૨ ભાવસત્ય, ૧૩ કરણસત્ય, ૧૪ ક્ષમા, ૧૫ વિરાગતા, ૧૬૧૮ અકુશળ મન-વચન-કાયાનો નિરોધ, ૧૯-૨૪ છ કાયની રક્ષા, ૨૫ સંયમયોગોમાં જોડાવાપણું, ૨૬ વેદનાને સહન કરવી અને ૨૭ મરણાંત ઉપસર્ગોને સહન કરવા. આવશ્યકસૂત્રની વૃત્તિમાં કહ્યું છે -
૨૭ પ્રકારના સાધુના ચારિત્રમાં પ્રતિષિદ્ધને કરવું વગેરે વડે જે અતિચાર કરાયો હોય તેનાથી હું પાછો ફરું છું. સંગ્રહણિકાર ૨૭ ભેદોને બતાવે છે. પ્રાણાતિપાતની વિરતિથી રાત્રિભોજનની વિરતિ સુધીના છ વ્રતો, પાંચ ઇન્દ્રિયોના સારા-ખરાબ વિષયોમાં રાગ-દ્વેષ ન કરવા, ભાવસત્ય એટલે મનની શુદ્ધિ, કરણસત્ય એટલે પડિલેહણ વગેરે, ક્ષમા એટલે ક્રોધનો નિગ્રહ, વિરાગતા એટલે લોભનો નિગ્રહ, મન-વચન-કાયાને ખરાબ ન કરવા અને સારા મન-વચન-કાયાનો નિરોધ ન કરવો, પૃથ્વી વગેરે છ કાયોનું બરાબર રક્ષણ કરવું, સંયમના યોગમાં જોડાયેલા રહેવું, ઠંડી વગેરરૂપ વેદનાને સહન કરવી, મરણ લાવનાર ઉપસર્ગોને પણ કલ્યાણમિત્ર સમજીને સહન કરવા – આ સાધુના ગુણો છે.”
ગુરુનું શરીર આ સત્યાવીસ ગુણોથી અલંકૃત હોય છે. ગુરુએ બાહ્ય અલંકારો ત્યજી દીધા છે. તે હંમેશા આ સત્યાવીસ અત્યંતર અલંકારોને ધારણ કરે છે.
કોટિ એટલે આહાર-પાણી ગ્રહણ કરવાના પ્રકાર. તે નવ પ્રકારે છે. તે આ પ્રમાણે - ૧ હણતા નથી, ૨ હણાવતા નથી, ૩ હણતાની અનુમોદના કરતા નથી, ૪ રાંધતા નથી,